ખોવાયેલ ફોન અને યેલ્લો કેબ

* એર ઇન્ડિયાની ઉડાન ઘણી સારી હતી, બોઇંગ 777 માં સવારી કરનારને હું સુચવી શકું કે બને ત્યાં સુધી 39 નંબરની સીટ પસંદ કરવી. ઈકોનોમી ક્લાસનાં એક વિભાગમાં છેલ્લી સીટ અને ત્રણની બદલે બે જ સીટો !! એટલે મજ્જા આવે !!

* ઈમ્મીગ્રેશન અને કસ્ટમ્સમાં પણ કઈ વાંધો ન આવ્યો અને સામાનની ચકાસણી પણ ન થઇ 😉

* મારા નાનપણનો અને સ્કુલ ફ્રેન્ડ નેવાર્ક એરપોર્ટ પર લેવા આવ્યો હતો. સામાન થોડો વધુ હોવાથી અમે પબ્લિક ટ્રાંસપોર્ટને ખો આપી પેલી યેલ્લો કેબ લેવાનું નક્કી કર્યું.

* ડ્રાઈવર બ્લેક હતો અને કાઠીયાવાડી માં કહીએ તો કાવા પણ મારતો હતો 😀 😉

* મિત્ર જોડે વાતોમાં ફોન સીટ પર જ રહી ગયો અને અમારું મુકામ આવતા અમે સામાન ઉતાર્યો અને ચાલ્યા ગયા, થોડી વાર પછી અચાનક જ યાદ આવ્યું કે ફોન તો ટેક્સીમાં જ રહી ગયો  !!! 😮

* તરત જ રસીદમાં થી સર્વિસ પ્રોવાયડર ને ફોન કરી જાણ કરી કે 349 નંબરની કેબ માં મારો ફોન રહી ગયો છે.

* અડધી જ કલાકમાં એ ટેક્સી ડ્રાયવરનો ફોન આવ્યો કે મારો ગેલેક્સી નેક્સસ તેની પાસે જ છે પણ તે એરપોર્ટ જતો રહ્યો પાછો અને જો ફોન દેવા આવશે તો ભાડું પણ લેશે 😮  😦

* એટલે ફરીથી હું ને મારો મિત્ર બે ટ્રેન (પબ્લિક ટ્રાન્સપોર્ટ) બદલીને એરપોર્ટ ગયા અને ફોન પરત મેળવ્યો 🙂

* જો ફોન ખોવાયો હોત તો અત્યંત દુખ લાગત કારણ કે મારી પાસે પડેલી બધી જ વસ્તુ જેમકે ફોન થી લઈને ધોરણ દસનાં પેપરો માં વાપરેલી પેનને ખુબ જ સાચવીને રાખું છું અને બધાજ સાથે કૈક સ્ટોરી જોડાયેલ છે, પણ જ્યાં સુધી દુનિયામાં સારા માણસો હશે ત્યાં સુધી એવા દિવસો જોવા નહિ પડે 🙂

* આજે સાંજ સુધીમાં અહિયાં નું લોકલ સીમ કાર્ડ ખરીદી લઈશ એટલે જો કોઈને વાત કરવાની ઈચ્છા અને સમય હોય તો જાણ કરી દેવી 😉

* તો આવો રહ્યો અમેરિકામાં (બીજો) પ્રથમ દિવસ !!

ખોવાયેલ ફોન અને યેલ્લો કેબ

11 thoughts on “ખોવાયેલ ફોન અને યેલ્લો કેબ

 1. નસીબદાર! જો કે તેનો શ્રેય પેલા ડ્રાઇવરની પ્રામાણિકતા અને સર્વિસ પ્રોવાઇડરની સેવાને આપી શકાય..

  આ બીજો પ્રથમ દિવસ = બીજી વાર પહેલો પ્રેમ -એવું ને? 😉

  1. હા, પ્રમાણિકતા તો ખરી જ અને લોકો પણ ખુબ મદદ કરે. અને આમતો પહેલી વાર પણ પહેલો પ્રેમ નથી થયો કોઈ દિવસ (અમને કોણ મળે? :D) 😉 આ તો હું અમેરિકા 2012 માં પણ ફરી ચુક્યો છું એટલે …..

   1. મહાન મુલ્યો ધરાવતી ભારતીય સંસ્કૃતિના પ્રમાણમાં તે લોકોની પ્રામાણિકતા, નિતિમત્તા અને નૈતિકતા મને કાયમ ઉંચા લાગ્યા છે! ખૈર, પોતાની માને ડાકણ ન કહેવાય ને એટલે હું પણ બધાની જેમ કહી દઉ કે, મેરા ભારત મહાન!

    અને હા, આપની પહેલા પ્રેમ વગરની સુની દુનિયા જાણીને થોડુંક દુઃખ થયું. જો કે પ્રેમની બાબતે અમે ઘણાં નસીબદાર રહ્યા છીએ! મને તો આઠ-નવ વખત પહેલો પ્રેમ થયેલો છે!
    #છોટા મુંહ બડી બાત: એકવાર તો કોઇના પ્રેમમાં પડી જુઓ… દુનિયા વધારે સુંદર લાગશે.

   1. Give it a few more months and you’ll be the guy who remembers most the time-tables, which bus/train goes where and the frequencies like a pro!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s