બેંગ્લોર દિવસ 2

* સવારે ઈડલી અને ઉળીદ વળાં કે મેંદુ વળાં આરોગવામાં આવ્યા.

* દિવસની શરુઆતના સેશન ખુબ જ બેઝીક પ્રેઝેન્ટેશન ટેકનીક પર હતાં 😦 ગઈ કાલ વાળો જ વ્યવસાયિક સ્પીકર આવેલો, આપણને તો એમાં બહુ કઈ રસ ન પડયો.

* આજે બપોરે હરી પ્રસાદ નાડીગ સાથે મુલાકાત થઈ. ત્રણ વર્ષ પહેલાં જ્યારે પ્રથમ વિકિપીડિયન અનિરુધ ભાટી સાથે મુલાકાત થઈ હતી ત્યારે હું હરીને મળ્યો હતો અને એ બન્ને લોકોએ મને વિકિપીડિયા પર આવવા પ્રોત્સાહન આપ્યું હતું 🙂 હરી પ્રસાદ ભારતનાં જૂનાં વિકિપીડિયનમાં નો એક છે, તે કન્નડ અને સંસ્કૃત વિકિપીડિયા પર પ્રબંધક પણ છે અને તેણે વિકિમીડિયા ભારત રચવામાં પણ ખુબ મદદ કરેલ છે.

* બસ એ દિવસ થી જ આખી જિંદગી બદલાય ગઈ અને આજે હરી મને જોઇને પણ ખૂશ થયો અને ઘણાં વિષયો પર ખુબ ચર્ચા થઈ.

* ત્યાર બાદ સુનીલ અબ્રાહમ સાથે મુલાકાત થઈ. સુનીલ, ભારતમાં ઈન્ટરનેટને લાગતી વળગતી ચળવળમાં ખુબ આગળ પડતું માથું છે. તેની સાથે પણ ચર્ચા કરવાની ખુબ મજા આવી, તે બહુ સારો વ્યક્તા અને વ્યક્તિ છે 😀

* બેંગ્લોરનાં વાદળોનાં પણ દર્શન નથી થયા 😀 સવાર થી સાંજ લગભગ એક જ ઓરડામાં નીકળી જાય છે. છેલ્લા એક વર્ષમાં જેટલું નારિયલ નહિ ખાધું હોય એટલું તો માત્ર બે દિવસમાં ખાધું, બધાજ શાકમાં નારિયલ !! 😮 તેમ છતાં અત્યારે તો સ્વાદિષ્ટ લાગે કારણ કે નવીન વસ્તુ છે, પણ જો અહિયાં જ રહેવાનું હોય તો તો વિચારવું પડે 😀

બેંગ્લોર દિવસ 2

બેંગ્લોર દિવસ 1

* દિવસની શરૂઆત નાશ્તામાં ઢોસા અને ભાજીથી થઇ (welcome to Bangalore 😀 ) !

* વિકિપીડિયાનાં કાર્યક્રમ હેઠળ કન્નડ, તેલુગુ, મલયાલી, કોનકણી, મરાઠી, ઓળિયા, બંગાળી, હિન્દી, પંજાબી વિકિપીડિયાનાં કાર્યકરો આવ્યા છે. અને હાઁ પહેલું બહું વગોવાયેલું વિકિપીડિયા ક્લબ પુણે પણ હાજર છે 😛

* સવારનાં શેશનો બહુ બેઝીક રજૂઆતને લઈને હતા, બહું નવાઈ લાગી કે અમુક લોકોનાં 20,000 એડિટ કાઉન્ટ હોવા છતા વિકિપીડિયા વિષે 2 મીનીટમાં સરળ ભાષામાં (અંગ્રેજી કે તેમની માતૃભાષા) ન બોલી શકે 😦

* બપોરે એક વ્યવસાયિક સ્પીકરને બોલાવવામાં આવ્યો હતો, તેને સારું પ્રેઝેન્ટેશન આપ્યું પણ કશું નવું જાણવાં ન મળ્યું.

* અમુક લોકો સાથે ચર્ચા કરવાની ખુબ મજા આવી. તે લોકોની કમ્યુનીટી કઈ રીતે કામ (કે બબાલ) કરે તે જાણવા જેવું છે.

* આ બધા લોકોને જોતા તો મારે ધવલભાઈ, અશોકભાઈ અને ગુજરાતી વિકિપીડિયા પર યોગદાન દેનાર દરેક વ્યક્તિનો આભાર માનવો જોઈએ કે આપણાં લોકોમાં સંમતી છે બધા કાર્યો ખુબ જ શાંતિથી થાય છે, વગર કોઈ ફાલતું માથાકૂટે. ભલે ગુજરાતી વિકિપીડિયા કમ્યુનીટી ખુબ નાની છે પણ એકદમ અસરકારક છે. તમને લોકોને પણ ગુજરાતી વિકિપીડિયા કે વિકિસોર્સ પર જોડાવવા આમંત્રણ છે 🙂

* દરેક વખતે જમવામાં કંઇક નારિયલની વસ્તુ હોય જ છે, અને રાત્રે જમીને આપણી આંગળી જેટલા લાંબા કેળા આપવામાં આવે છે 😀

બેંગ્લોર દિવસ 1

બેંગ્લોર દિવસ 0

* અમદાવાદથી બેંગ્લોર જેટ કનેક્ટની ફલાઈટ વાયા મુંબઈ હતી. એક વિચિત્ર વસ્તુ જાણવા મળી કે અમદાવાદથી જો હું પ્લેનમાં બેઠો, મુંબઈ પર પ્લેન બદલવાનું પણ ન હતું એજ પ્લેનમાં નવા મુસાફરો ચળે તેમ છતા પ્લેનની અંદર અમદાવદથી આવેલા મુસાફરોની બેગનું ફરીથી ચેકિંગ થાય અને ટ્રાન્ઝીટ ચેકનો ટેગ લાગે 😀 what a waste of resources !

* બેંગ્લોર એરપોર્ટ કંઈ એટલું ખાસ મોટું ન લાગ્યું, પણ પાર્કિંગની અને અન્ય વ્યવસ્થાઓ સારી છે.

* ટેક્સી ડ્રાયવર લેવા આવેલ, પણ તેને હિન્દી કે અંગ્રેજીમાં કઈ ખબર ન પડે.

* હું બેંગ્લોરમાં છું જ નહિ એવું કહેવું જરાય ખોટું નથી. દુર દુર કોઈક અત્યાધુનિક બીઝનેસ સેન્ટર માં કાર્યક્રમ છે. રહેવા ખાવા પીવાનું બધું એક જ જગ્યાએ.

* આજુ બાજુ કોઈ પણ પ્રકારની વસ્તી નથી દેખાતી 😀 સાંજે સહેજ આજુ બાજુમાં ચાલીને આંટો માર્યો તો ખબર પડી કે આખો વિસ્તાર ખ્રિસ્તીઓનો છે અને અમારું સેન્ટર પણ south asia institute of advance christian studies તરીકે જણાય છે !! એટલે રૂમમાં બાયબલ મુકવામાં આવી છે 😀 😛

* મિત્ર અને કઝીનનું ઘર અહિયાંથી લગભગ બે કલાક અને પાંચસો રુપયાની ટેક્સીની દુરી પર છે 😛 ખબર નહિ ક્યારે અને કેવી રીતે જઈશ !

બેંગ્લોર દિવસ 0