રંગીલો ગુજરાતી, રંગીલી દુનિયા !!

રંગીલું જગત !!!

2015 ફ્લેશબેક – પેલેસ રોડ ટુ પાર્ક એવન્યુ ટુ ટાઈમ્સ સ્ક્વેર

with 2 comments

નોંધ: પોસ્ટ થોડી લાંબી છે, પણ વાંચવા જેવી ખરા 😉

નક્કી કરેલું કે 2015માં તો નિયમિત પોસ્ટ લખવી પણ શું કરવા ન લખી શક્યો એ આ પોસ્ટ વાંચ્યા બાદ ખબર પડશે! Life is all about priorities!

 • વર્ષ 2015 ની શરૂઆત થોડા કડવા અનુભવોથી થય હતી, તો લાગ્યું કે નવું વર્ષ અત્યંત ખરાબ રહેવાનું, પણ એક અમેરિકન કલાકાર એન્ડી વેરહોલે કહ્યું છે “They always say that time changes things, but you actually have to change them yourself.” જે ખરા અંશે સાચું છે, સમય કઈ બદલતું નથી તમારે જ બદલવું પડે છે.
 • જાન્યુઆરી 2015 થી સ્ટીવંસમાં ચાલુ થયેલ સ્પ્રિંગ સેમેસ્ટર  ઘણું સારું રહ્યું, કોર્સ્વર્ક અને પ્રોફેસરો મજાનાં હતાં એટલે વધુ મજા આવી.
 • અમેરિકન ભણતર પદ્ધતિમાં ઇન્ટર્નશીપ (મુવી નહિ 😀 ) નો ઘણો મહત્વ હોય છે. કારણ કે આ ઇન્ટર્નશીપથી જ લોકોના કારકિર્દીની શરૂઆત થાય, એટલે આ તક મેળવવી ખુબ જ જરુરી છે. અલગ અલગ યુનીવર્સીટી અને અલગ મેજર માટે આ ઇન્ટર્નશીપનાં કાયદા અલગ હોય. સામાન્ય રીતે કોઈને પણ આ તક ત્રણ થી છ મહિના માટે મળે છે, અને મોટા ભાગે બધી જ ઇન્ટર્નશીપ સમર વેકેશનમાં ચાલુ થાય છે, જે લોકોને કોઈ ઓફીસમાં બેસીને કામ ન કરવું હોય એ લોકો માટે ગુગલ સમર ઓફ કોડ જેમાં કાર્તિક ભાઈ જેવા ઘણાં પ્રતિભાશાળી મેન્ટર સાથે કામ કરવા મળે. આના માટે રીક્રુટીંગ ઓક્ટોબર થી એપ્રિલ ચાલતું રહે છે.
 • મારી ઈચ્છા પહેલેથી જ કન્સલ્ટીંગ ક્ષેત્રે કામ કરવાની હતી, પણ લગભગ ફેબ્રુઆરી સુધી કોઈ પણ કંપનીએ મને ન બોલાવ્યો. ત્યારે એક હેજ ફંડ મેનેજીંગ ફર્મમાંથી કોલ આવ્યો. ટૂંકમાં સમજાવું તો હેજ ફંડ મેનેજર એટલે બહુ ઓછા લોકોથી અને વધુમાં વધુ પૈસા કમાવવા માટે ચલાવાતી ઇન્વેસ્ટમેન્ટ કંપની, આ લોકો ઘણી ખાનગી રીતે કામ કરે (for  obvious  reasons), કંપનીની વેબસાઈટ પણ એકદમ ફાલતું હોય. પણ એ લોકો ટેકનોલોજીનો પુરેપુરો ફાયદો ઉપાડે, અને વર્ષોથી વોલ સ્ટ્રીટ પર કામ કરતા જ લોકો આવા હેજ ફંડમાં હોય છે. મને જે જગ્યાથી કોલ આવ્યો તે ટોપ 10 હેજ ફંડ મેનેજરમાંથી એક હતો, અને કામ પણ સરસ હતું. પહેલું ઈન્ટરવ્યું સફળ રહ્યું, પછી બીજું અને પછી ત્રીજું, આમ કરતા કરતા લગભગ છ થી સાત રાઉન્ડ ઈન્ટરવ્યુંનાં થયા. સામાન્ય ઇન્ટર્નશીપ માટે માત્ર બે કે ત્રણ જ ઈન્ટરવ્યું થાય, એટલે મારી અપેક્ષાઓ પણ વધી અને લાગ્યું કે હવે તો વાંધો નહિ જ આવે, ત્યાં જ માર્ચ મહિનામાં ખબર પડી કે ઈન્ટરવ્યુંનાં સાત રાઉન્ડ થયા પછી તે લોકો પાસે અંતિમ યાદીમાં બે લોકો હતા, હું અને બીજી કોઈક વ્યક્તિ, અને તેઓએ આ બીજી વ્યક્તિને સિલેક્ટ કર્યો. આ સમગ્ર પ્રક્રિયા પછી નિષ્ફળતા મળી એટલે અત્યંત નિરાશા થઈ, પણ આ સાત ઈન્ટરવ્યુંમાં જ ઘણું શીખવાનું મળ્યું અને વોલ સ્ટ્રીટથી થોડો નજીક આવ્યો. સેમેસ્ટર પૂરું થવા આવ્યું અને કોઈ પણ જગ્યાએ ઇન્ટર્નશીપ મળી ન હતી, પણ મારી પાર્ટ ટાઇમ જોબ એક નાનકડા નોન પ્રોફિટ રીસર્ચ સેન્ટરમાં ચાલુ હતી, અને મારે કોઈ પણ કાળે અનપેઈડ જોબ નહોતી કરવી એટલે હું રીસર્ચ સેન્ટરમાં જ કામ કરતો રહ્યો.
 • સેમેસ્ટર પૂરું થયા બાદ એક દિવસ સોસ્યેટે જનરાલ નામક કંપનીમાં ઈન્ટરવ્યું માટે તક મળી, આ એક ફ્રેંચ બેંક છે અને તેનું ઇન્વેસ્ટમેન્ટ બેન્કીન્ગનું મથક ન્યુ યોર્ક શહેરમાં છે, કામ પાક્કું વોલ સ્ટ્રીટનું હતું. મારી ફીનેન્સ કે બેન્કિંગમાં કોઈ દિવસ જવાની ઈચ્છા હતી જ નહિ, તેમ છતાં મને બધી તકો આ જ ક્ષેત્રે મળતી હતી, જેથી કરીને ઈન્ટરવ્યું દેવાનું નક્કી કર્યું. થયું એવું કે આ ઇન્ટર્નશીપ એક હાઈ પરફોર્મિંગ સેલ્સ અને ટ્રેડીંગ ટીમમાં લાંબા સમય માટે હતી, કામ ટેકનો-ફન્કશનલ હતું, એટલે સોફ્ટવેર ડેવલોપમેન્ટ તો ખરા જ, પણ સાથે સાથે ફ્રન્ટ ઓફીસમાં કામ કરવાનું. ઈન્ટરવ્યુંના બે કે ત્રણ રાઉન્ડ પછી મને જણાવવામાં આવ્યું કે મારી પસંદગી થય છે. મોટા ભાગનું કામ યુનિક્સ અને એક્સેલ પર હતું. ઓફીસ ન્યુ યોર્ક શહેરમાં પાર્ક એવન્યુ પર.
 • ન્યુ યોર્ક શહેરના ચોથા ભાગ કરતાં પણ નાના જામનગર જેવા શહેરથી આવ્યો છુ, તો સ્વાભાવિક રીતે આ મારા માટે સૌથી મોટી તક હતી. મને એક ટોપ 10 ઇન્વેસ્ટમેન્ટ બેંકના ટ્રેડીંગ ફ્લોર પર ટ્રેડર્સ જોડે કામ કરવાની તક મળી. મારી ટીમ ડેરીવેટીવ્ઝ ટ્રેડીંગ સપોર્ટ કહેવાતી. અમે લોકો બેંકના ડેરીવેટીવ્ઝ ટ્રેડર અને હાઇ ફ્રિકવન્સી ટ્રેડર માટે ડેડીકેટેડ લોકો હતાં. ન તો અમારે ટ્રેડીંગ કરવાનું, ન ટ્રેડીંગ માટેના સોફ્ટવેર બનાવવાના, પણ આખે આખી ટ્રેડીંગ લાઇફ સાઇકલને ટેકનીકલી અને ફંક્શનલી મોનીટર કરી એને વધુમાં વધુ સક્ષમ કરવાની. કામ ખુબ જ અઘરું હતું, અને છ લોકોની ટીમમાં હું એક જ ઇન્ટર્ન. મારા માટે એ લોકોએ થોડા પ્રોજેક્ટ ભેગા કરી રાખેલા, કામ ચાલુ થયાના થોડા દિવસ બાદ તેમને લાગ્યું કે મારી વિશ્લેષણાત્મક સ્કીલ અને ઇન્ટરપર્સનલ સ્કીલ સારી હોવાથી હું પ્રોડકશન પર વધારે ઉપયોગી થઈશ એટલે ધીરે ધીરે મને પ્રોડકશન કેસ દેવા લાગ્યા, આ કામ સૌથી અઘરું હતું કારણ કે જો તમે જલ્દી નિર્ણય ન લઇ શકો તો ટ્રેડર લોકો પૈસા ગુમાવવા લાગે અને બેન્કને ભારી ઓપ્રેશ્ન્લ લોસ થવા લાગે. ધીરે ધીરે ફીનેન્સ અને માર્કેટનું જ્ઞાન મળવા લાગ્યું, આ કામમાં રિસ્કને ઓળખવું એ સૌથી અગત્યનો ભાગ છે, કારણ કે જો અમે રિસ્કને ઓળખની ન શક્યે અને ટ્રેડર્સને છુટ્ટો હાથ આપવામાં આવે તો જીરોમ કર્વીએલ જેવા કિસ્સા બને. હા, આ કિસ્સો મારી જ બેંકનો છે પણ થોડા વર્ષ જુનો. અત્યારે આ જીરોમનો બોસ ન્યુ યોર્ક ઓફીસમાં બેસે છે, એટલે મારે તેની જોડે પણ આના વિષયે થોડી ચર્ચા થય હતી 😉
 • સપ્ટેમ્બરમાં તો મારી કોલેજ પણ ચાલુ થય. સ્ટોક માર્કેટ નવ ત્રીસે ખુલે, પણ ટ્રેડર અને સેલ્સના લોકો સવારે છ થી સાત સુધીમાં આવી જાય અને મારી ટીમ આંઠ વાગ્યે. હું ઇન્ટર્ન હોવાથી નવ વાગ્યે આવું તો ચાલે, પણ મને કામ કરવાની અને ટીમ જોડે રહેવાની મજા આવતી અને ઘણું બધું શીખવા મળતું એટલે હું પણ આંઠે પહોંચી જતો. સવારે આંઠ થી સાંજે પાંચ ટ્રેડીંગ ફ્લોર પર કામ કરવાનું, અને સાંજે છ થી નવ કોલેજમાં ક્લાસ ભરવાના. રાત્રે ઘરે પહોંચતા દસ થય જતા, એટલે તરત જ ફ્રોઝન શાક કે દાળ અને ફ્રોઝન રોટલી ગરમ કરી અને જમીને અગ્યાર ત્રીસે ઊંઘી જવાનું અને પાછુ સવારે છ વાગ્યે ઉઠીને દિવસ ચાલુ! અહિયાં એક સરસ વાક્ય યાદ આવે છે “He doesn’t remember the last time he consumed a home-cooked meal. Frozen, organic or starving were the only options. On most occasions, life was business, and business was life.” સોમ થી શુક્રનો આજ કાર્યક્રમ, શનિવારે અને રવિવારે કોલેજનું કામ એટલે કે પેપર, હોમવર્ક અને પરીક્ષાઓ દેવાની. આવું સતત પાંચ મહિના ચાલવાનું હતું.
 • કોઈ પણ ફાયનેનશ્ય્લ એન્જીન્યરીંગના વિદ્યાર્થીને મારા કામ વિષે વાત કરું તો માને જ નહિ કે મને ફ્રન્ટ ઓફીસમાં તક મળે!! ફીનેન્સનું બેક-એન્ડ સંપૂર્ણ રીતે યુનિક્સ સર્વર પર ચાલે અને ફ્રન્ટ-એન્ડ માટે બેંક દ્વારા જ બનાવેલ સોફ્ટવેર વપરાય. જે લોકો માઈક્રોસોફ્ટ એક્સેલમાં પ્રો કેહવાય તે લોકોને અહિયાં કોઈ પણ બેંક સિક્સ ફિગર સેલેરી દેવા તૈયાર થય જાય છે. મારું છ મહિનાનું કામ માત્ર શેલ, પર્લ  અને માઈક્રોસોફ્ટ એક્સેલ પર થયું. મારી ડેસ્ક પર જો છ મોનીટર હોય તો ત્રણ પર માત્ર એક્સેલની શીટ ખોલેલી હોય અને બે પર યુનિક્સ અને એક પર આઉટલુક ઇમેલ. હાઇ ફ્રિકવન્સી ટ્રેડીંગ આજની તારીખે પણ વોલ સ્ટ્રીટ માટે નવું કામ છે, જેથી આના પર બહુ જ ઓછા લોકોને કામ કરવા મળે. જો તમે હાઇ ફ્રિકવન્સી ટ્રેડીંગ પર એક વખત કામ કરો તો પણ ન્યુ યોર્ક શહેરમાં કોઈ પણ બેંક તમને ઘરે આવીને જોબ દેવા તૈયાર થય જાય, આ એક એવી ટેકનોલોજી છે જેમાં લોકો માઈક્રો સેકન્ડનો ફાયદો ઉપાડી ખુબ જ પૈસા બનાવે છે. જેણે પણ આના વિષે વધુ વાંચવાની ઈચ્છા હોય તે લોકોએ ફ્લેશ બોય્ઝ જરૂર વાંચવી. મને હાઇ ફ્રિકવન્સી ટ્રેડર્સ જોડે કામ કરવાની તક પણ મળી, અને ખુબ જ મજા આવી અને સ્ટોક માર્કેટ વિષે ઘણું બધું શીખવા મળ્યું. ફીનેન્સ અને સ્ટોક માર્કેટમાં રેગ્યુલેટરી રીપોર્ટીંગ ખુબ મહત્વનું છે, જો તમે થોડી સેકેન્ડોથી પણ ચુકી ગયા તો ભરી ફાઈન ભરવાં પડે છે. આ બધામાં નવરાત્રી અને દિવાળી તો ક્યાં આવીને જતી રહી ખબર પણ ન પડી.
 • સાથે સાથે કોલેજમાં હું એડવાન્સ બીઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ શીખી રહ્યો હતો, જેમાં પ્રોસેસીઝ પર વધુ રસ પડ્યો જેથી કોલેજમાં શીખેલી ઘણી બધી ટેકનિક મારી ટીમ પર અમલ કરી. આ બધું જોયા બાદ મેનેજમેન્ટ પણ ઘણું ખુશ થયું અને અમે લોકો આડકતરી રીતે પૈસા અને સમય બચાવવા લાગ્યા. મને કોઈ દિવસ વોલ સ્ટ્રીટ પર કામ કરવાની ઈચ્છા નહોતી, તેમ છતાં હું કોર ટ્રેડીંગ પર કામ કરતો હતો! તો ઓક્ટોબરમાં મને અર્નસ્ટ એન્ડ યંગની ન્યુ યોર્ક ઓફિસમાં કન્સલ્ટીંગની જોબ માટે ઈન્ટરવ્યું કોલ આવ્યો! આ કંપની એ જ મારો રેઝ્યુમે આંઠ મહિના પહેલાં ઇન્ટર્નશીપ માટે જોયો પણ નહતો, અને મારે આ જ ક્ષેત્રે કામ કરવાની ખુબ જ ઈચ્છા હતી. પહેલું ઈન્ટરવ્યું સફળ રહ્યું ત્યારબાદ પાંચ થી છ ઈન્ટરવ્યું આપ્યા. કન્સલ્ટીંગમાં કેસ ઈન્ટરવ્યું ખુબ જ મહત્વના હોય, તેમાં તમને કોઈ પણ એક બીઝનેસ પ્રોબ્લેમ આપે અને તમારે એક લોજીકલ માર્ગથી તેનું નિવેદન કરવાનું હોય છે. આવા ઈન્ટરવ્યુંમાં કોઈ સાચો કે ખોટો જવાબ હોતો નથી, સામે વાળી વ્યક્તિ માત્ર ને માત્ર તમારું લોજીક અને વિચારવાની ક્ષમતા તપાસે છે.
 • તો નવેમ્બરમાં થયું એવું કે મારી જ બેન્કે મને ઇન્ટર્નશીપ થી ફૂલ-ટાઇમ જોડાવવા માટે ઓફર આપી અને એ જ દિવસે મને અર્નસ્ટ એન્ડ યંગમાંથી પણ ફૂલ-ટાઇમ જોબ માટે કોલ આવ્યો 🙂 મેં બંને જગ્યાએ જાણ કરી કે મને બંને જગ્યાથી સારી તક મળે છે તો મને થોડો વિચારવા માટે સમય જોઇશે. સપનામાં પણ ન વિચાર્યું હોય તેવા વિકલ્પો મારી સામે હતા, અત્યાર સુધી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ vs કન્સલ્ટીંગનો વિકલ્પ માત્ર આયવી લીગનાં વિદ્યાર્થીઓને મળતો. બંને ટોચની કંપનીઓ, બંનેનું કામ ખુબ જ અલગ અને આશ્ચર્યની વાત એ કે મને હવે વોલ સ્ટ્રીટ વાળું કામ પણ ખુબ જ ગમવા લાગ્યું હતું. ઘણાં બધા લોકો જોડે વાત કર્યા પછી અને સહેજ દૂરનું વિચારીને મેં મારા મન ગમતાં ક્ષેત્રે કામ કરવાનું વિચારી અર્નસ્ટ એન્ડ યંગ સાથે જોડાવવાનું નક્કી કર્યું. સ્વાભાવિક રીતે બેન્કને ન ગમ્યું, તેઓ બધા જ પ્રયત્નો (this is wall street! everyone talks money here!) કરી લીધા મારો નિર્ણય ફેરવવા માટે, પણ મેં બેન્કને શાંતિથી સમજાવ્યું અને ખુબ જ સારી ટર્મ્સ પર વોલ સ્ટ્રીટને અલવિદા કહ્યું. 2016માં જાન્યુઆરી અથવા ફેબ્રુઅરિમા હું અર્નસ્ટ એન્ડ યંગની ટાઈમ્સ સ્ક્વેર ખાતેની ઓફીસમાં જોડાઇશ. કન્સલ્ટીંગમાં મને નવી જગ્યાઓ પર, નવા લોકો જોડે નવી સમસ્યાઓ પર અને નવા પ્રોજેક્ટો પર કામ કરવા મળે અને ટ્રાવેલિંગ પણ ખરા (where and how else do you get paid for traveling? 😉 )
 • તો આવું રહ્યું મારું 2015, આશા કરું કે તમારું 2015 પણ રોમાંચક રહ્યું હશે 🙂 તો હવે પછી મળીયે 2016માં!

Written by Rangilo Gujarati

December 27, 2015 at 8:36 pm

Posted in અંગત

અમેરિકન ભણતર

with 6 comments

* તો આજે સ્ટીવન્સમાં લગભગ એક સેમેસ્ટર પૂર્ણ કર્યા બાદ અમેરિકન ભણતર કે અહિયાંની ભણવા અને ભણાવવાની પદ્ધતિ વિષે લખવાની ઈચ્છા થાય છે. અત્યારે હું માસ્ટર ઓફ સાયન્સ ઇન ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ નો વિદ્યાર્થી છું.

* ગ્રેજ્યુએશન પુણે વિદ્યાપીઠ થી કર્યા બાદ જ્યારે આગળની દુનિયા જોવાનો મોકો મળ્યો ત્યારે સ્વાભાવિક વાત છે કે બધી જ વસ્તુઓ જોડે સરખામણીઓ ચાલુ થઇ જાય.

* ભારતમાં મોટા ભાગની વિદ્યાપીઠમાં કોર્સ વર્ક કે ભણવાના વિષયો પહેલા થી જ નક્કી કરેલ હોય અને વિદ્યાર્થીઓને flexibility નાં નામે કઈ ન મળે ઉપરાંત કોલેજોમાં તો પ્રોફેસરો પણ વર્ષો સુધી એક કોર્સ એક જ ચોપડીમાં થી ભણાવ્યા કરે. જ્યારે અહિયાં આગળ વિદ્યાર્થીઓને ડગલે ને પગલે વિકલ્પો મળે, કોર્સ વર્ક ઘડવાની અમને લોકોને છૂટ હોય અને અમારું ટાઇમટેબલ અમારે જાતે જ નક્કી કરવાનું હોય. ક્યારેક તો એવું પણ બને કે એક જ વિષય ત્રણ અલગ અલગ પ્રોફેસર ભણાવતા હોય તો અમને જે પ્રોફેસર યોગ્ય લાગે તેની પાસે કોર્સ રજીસ્ટર કરાવવાની છૂટ અને સ્કુલ ચાલુ થયા બાદ પણ તમને add or drop નો સમય દેવામાં આવે, જો પ્રોફેસર કે ક્લાસ તમને મજા આવે એવો ન લાગે તો બદલવાની પણ છૂટ. હાર્વર્ડમાં આ પ્રક્રિયા ને શોપિંગ વિક કેહવાય છે 😉 😀

* ગ્રેજ્યુએટ સ્કુલમાં હોવાથી પહેલા સત્રમાં મારા ચાર વિષયો ત્રણ-ત્રણ ક્રેડીટનાં હતા, અહિયાં માસ્ટર્સનાં વિદેશી વિદ્યાર્થીઓએ વિઝા સ્ટેટ્સ જાળવી રાખવા એક સત્રમાં ઓછામાં ઓછા ત્રણ વિષયો લીધેલાં હોવા જોઈએ. મારું ટાઇમ ટેબલ એવી રીતે ગોઠવ્યું કે એક દિવસમાં માત્ર એક જ ક્લાસ કારણ કે અહિયાં ત્રણ ક્રેડીટના ક્લાસ લગભગ ત્રણ કલાક ચાલે 😉 અને ગ્રેજુએટ સ્કુલ હોવાથી તે ખુબ જ exhausting હોય અને સાથે પાર્ટ ટાઇમ જોબ પણ હોય જે થી બધું જ મેનેજ કરવું અઘરું પડી જાય.

* મારા ક્લાસનો સમય સાંજે છ થી નવનો હતો, જ્યારે ભારતમાં કોઈ સગા સબંધીઓને કે મિત્રો ને ખબર પડે કે મારે દિવસનો માત્ર એક જ ક્લાસ હોય ત્યારે તેમના હાવ ભાવ જોવા જેવા થઇ જાય અને તેમના મગજમાં માત્ર એક જ વિચાર દોડે કે આને તો બાકીનો સમય જલસા છે, પણ વાચક મિત્રો જ્યારે એક ક્લાસ ત્રણ કલાકનો જ હોય ત્યારે પ્રોફેસરની એટલી તૈયારી હોય કે તે અમને આવતા બે અઠવાડિયાનું કામ સોંપીને જ ઝંપે. અહિયાં પણ બધા જ પ્રોફેસરની ભણવવાની પદ્ધતિ અને સ્કોરિંગ પેટર્ન અલગ અલગ હોય. એક વસ્તુ જેના થી હું ખુબ જ પ્રભાવિત થયો એ કે અહિયાં પ્રોફેસર એટલે અંતિમ નિર્ણાયક, પ્રોફેસર એના ક્લાસમાં જેમ કહે તેમ જ થાય, એની ઉપર કોઈ પણ બીજા પ્રોફેસર કે એચ ઓ ડી કે પ્રિન્સિપલનું દબાવ ન હોય. ચોપડી અને સિલેબસ થી માંડીને છેલ્લો ગ્રેડ દેવાની જવાબદારી અને પદ્ધતિ તે પ્રોફસર જ નક્કી કરે. દરેક પ્રોફેસર પોતાની ગ્રેડિંગ પેટર્ન કે મેથડ સેમેસ્ટરના પહેલા જ દિવસે જાહેર કરી જ દે એટલે વિદ્યાર્થીઓએ કેવી રીતે અને કેટલી મહેનત કરવી તે ખબર પડી જાય. અહિયાં ભારતની જેમ ન હોય કે તમારું બધું જ ભવિષ્ય માત્ર એક ત્રણ કલાકની પરીક્ષા નક્કી કરે, અહિયાં અવિરત મૂલ્યાંકન કે continuous evaluation થતું રહે એટલે જો તમે એક પણ પેપર લેટ સબમિટ કરો કે પ્રેઝેન્ટેશન સરખી રીતે ન આપો તો તમારાં ફાઇનલ ગ્રેડ પર સીધી અસર પડે અને જે ઘણી વસ્મી હોય. ઘણા પ્રોફેસર હજુ પણ પરીક્ષા પદ્ધતિમાં માને તો કોઈક માત્ર પ્રેઝેન્ટેશન જ અપાવડાવે તો કોઈક ટેક હોમ પરીક્ષા નું કહે તો કોઈક ઓપન બુક પરીક્ષાનાં આગ્રહી હોય. કોઈક ગ્રેડ દેવામાં થોડા અઘરા હોય તો કોઈક ઇઝી ગ્રેડર હોય. મારી સ્કુલની જ વાત કરું તો કોઈક વીસ વર્ષથી ભણાવતું હોય અને કોઈક માત્ર બે વર્ષ થી જ, અમુક પ્રોફેસર તો વોલ સ્ટ્રીટ પર કામ કરે છે અને માત્ર શોખ માટે ભણાવવા આવે. ઘણા ક્લાસમાં અટેનડન્સ ન હોય તેમ છતાં તે ક્લાસમાં લગભગ પુરેપુરી હાજરી જોવા મળે.

* મારી દિનચર્યા વિષે વાત કરું તો સવારે દસ વાગ્યે હું તો લાઈબ્રેરી પહોંચી જ ગયો હોવ, દસ થી એક લાઈબ્રેરીમાં બેસી કોઈ પણ વિષય જેના પ્રેઝેન્ટેશન કે પેપર ની ડેડલાઇન હોય તેના પર કામ કરવાનું, એક વાગ્યે મારી ઓફીસનો સમય થાય, હું મારી સ્કુલમાં જ એક રીસર્ચ સેન્ટરમાં ગ્રેજ્યુએટ અસીસટન્ટ તરીકે કામ કરું છું. એક થી પાંચ એટલે ઓફીસ, પાંચ વાગ્યે છૂટીને જો વધુ પડતું કામ હોય તો ફરીથી લાઈબ્રેરી અથવા થોડો આરામ 😀 સાંજે છ વાગ્યે એટલે ક્લાસમાં જવાનું, અહિયાં ક્લાસમાં ખાવા પીવાનું લઇ જવાની છૂટ હોય અને ચાલુ ક્લાસે તમે નાશ્તો પણ કરી શકો. ગ્રેજ્યુએટ સ્કુલ હોવાથી ક્લાસમાં વિવધતા જોવા મળે, કોઈક છ સાત વર્ષ કામ કરીને આવ્યું હોય તો કોઈક ફ્રેશર હોય, કોઈક કોમર્સ ભણીને આવ્યું હોય તો કોઈક પેટ્રોલીયમ, કોઈક બ્રાઝીલથી આવ્યું હોઈ તો કોઈક ચાયના થી. કોઈક પ્રોફેસરનાં ક્લાસમાં ત્રણ કલાક તો ક્યાં નીકળી જાય ખબર પણ ન પડે તો કોઈક માં ન છૂટકે લેપટોપ ચાલુ કરી ઈયરફોન લગાવવી બેસવું પડે ( કાગળા બધે જ કાળા 😉 ) અહિયાં મોટા ભાગના પ્રોફેસર રિસ્પોન્સિવ ક્લાસ કે ચર્ચામાં વધુ માને જે મને પોતાને ભારતમાં ઘણું ઓછું જોવા મળ્યું છે, ત્રણ કલાકનો ક્લાસ એ ટીપીકલ ક્લાસ જેવો ઓછો અને discussion room જેવો વધું લાગે. આશરે નવ વાગ્યા આસ પાસ ક્લાસ પૂરો થાય એટલે ઘરે જવાનું, ઘરે જઇને પણ આપણી રસોઈ આપણે જાતે જ બનાવવાની :-/ આમ તો મને રસોઈનો ઘણો શોખ પણ બાર કલાકની દોડાદોડી વાળા દિવસનાં અંતે રસોઈ પણ એક ચેલેન્જ લાગે. રાત્રે બાર કે એક વાગ્યે થોડી શાંતિ મળે પણ જો કોલેજનું કઈ કામ હોય તો ફરીથી લેપટોપ ખોલી બેસી જવું પડે. અને ક્યારેક તો માત્ર ચાર કે પાંચ જ કલાક ઊંઘવા મળે અને ઘરે મમ્મી જોડે ત્રણ ચાર દિવસ સુધી વાત પણ ન થાય. ઘરે, માત્ર હું જ્યારે બસમાં કોલેજ જવા નીકળું ત્યારે જ વાત કરવાનો સમય મળે, સારું (કે ખરાબ ખબર નહિ) છે કે ભારતમાં (અને બીજે પણ ક્યાંય નહિ) આપણી કોઈ ગર્લફ્રેન્ડ નથી  .. નહિતર ખબર નહિ શું થતે 😀 હવે ભારતમાં રહેતાં મિત્રો અને સગા સંબંધીઓને આ વિષે કંઈ ખબર જ ન હોય એટલે ક્યારેક ફોન કરીએ તો એમની તો એક જ વાત “જલસા તો તમને જ છે” પણ હવે હું પણ આ વસ્તુને મોટું મન રાખીને ઇગ્નોર કરું છું મોટા ભાગના દિવસો આવી જ રીતે પસાર થાય, વિકેન્ડ સિવાય 😉 મારી સ્કુલથી મેનહટન માત્ર દસ મિનીટની ટ્રેનરાઇડ દુર છે એટલે ફ્રાઇડે નાઈટ ઇન એન.વાય.સી વિષે કોઈક અલગ બ્લોગ પોસ્ટ લખીશ 😉 .

* અહિયાં વિષે વધુ કંઈ જાણવું હોય કે તો વિના સંકોચે નીચે કમેન્ટ કરવી 😀  .

Written by Rangilo Gujarati

January 5, 2015 at 6:07 am

ગુડબાય 2014

with 2 comments

* તો 2014 પણ પૂરું થવા આવ્યું છે.

* 2013 માં નક્કી કરેલું કે નિયમિત બ્લોગ પોસ્ટ લખવામાં આવશે, જે સંપૂર્ણ રીતે અસફળ રહ્યું.

* 2013 અને 2012 માં જોયેલું સપનું કે એક ન્યુ યર ન્યુ યોર્ક શહેરમાં મનાવવું છે તે આજે સફળ થશે.

* ગુજરાતીમાં લખવાનું છૂટી ગયું છે જેથી મોટી બ્લોગ પોસ્ટને આવતા થોડો સમય લાગશે.

* અંકલ સેમ ખાતે એક સેમેસ્ટર પણ પૂરું થય ગયું છે, જે ઘણું સારું રહ્યું.

* 2014 માં જેટલું કઈ શીખવા નથી મળ્યું એટલું છેલ્લી થોડીક કલાકોમાં શીખાય ગયું છે, શું થયું કે શું નહિ એ તો મને પણ હજુ નથી ખબર પણ જીંદગીના થોડા વધુ પડતાં અઘરા પાઠ ભણી ચુક્યો છું. પણ સારું છે કે આ બધું વર્ષનાં છેલ્લા દિવસે થયું, 2015 એક નવી શરૂઆત રહેશે (hopefully).

* …. અને 2015 માં તો હવે નિયમિત બ્લોગ પોસ્ટ લખવામાં આવશે જ !!!

Written by Rangilo Gujarati

January 1, 2015 at 3:11 am

દિવાળી 2014

with 2 comments

… તો કેવીક રહી તમારી દિવાળી?

* મારી વાત કરું તો એકદમ કોરે કોરી, અત્યાર સુધીની સૌથી ભંગાર દિવાળી, લોકો માટે દિવાળી હતી અને મારા માટે તે સામાન્ય ગુરુવાર હતો. આ વખતે તો ઘરની ખુબ યાદ આવી, વિચારો પણ ખુબ આવ્યા કે in the end is it really worth staying away from the family?

* દિવાળી આમ તો સૌથી પ્રિય તહેવારો માનો એક તહેવાર, પણ હવે ઘર અને સગા સંબંધીઓથી દુર રહેવાની આદત પાડવી જ પડશે.

* દિવાળીનાં દિવસોમાં અહિયાં કોલેજમાં અમારી મીડ-ટર્મ પરીક્ષાઓ ચાલતી હતી.

* તેમ છતા એક દિવસ જામનગરના મિત્રો જોડે ઈન્ડીકીચ નામક ઇન્ડીયન હોટલમાં જમવા ગયા, અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી સરસ ઇન્ડીયન ફૂડ !!

* નવો ફોન વન પ્લસ વન લેવામાં આવ્યો છે, કેમેરા ઘણો સારો છે અને એનાથી પણ સારી બેટરી લાઇફ 🙂

* આજે કાર્તિક ભાઈ ન્યુ યોર્કમાં હતા, સમયનાં અભાવે અને સોમવાર હોવાને કારણે તેમને મળી ન શક્યો, ખાલી ફોન પર બે ત્રણ વખત વાત કરી.

* અમેરિકી જીવન અને ભણતર વિષે ઘણું બધું લખવું છે, પણ સમય જ નથી મળતો 😦 પહેલી વાર એવું થયું કે નવો ફોન આવ્યા બાદ તેને ચાલુ કરવાનો પણ સમય ન હતો એટલે ચાર પાંચ દિવસ બાદ ચાલુ કર્યો.

Written by Rangilo Gujarati

October 28, 2014 at 7:40 am

ક્રેડીટ કાર્ડની કકળાટ

with 2 comments

ક્રેડીટ હિસ્ટ્રી વગર ક્રેડીટ કાર્ડ ન મળે અને ક્રેડીટ કાર્ડ વગર ક્રેડીટ હિસ્ટ્રી ન બને

… ક્રેડીટ કાર્ડ અને એની જરૂરીઆત વિષે આવતી કોઈક પોસ્ટમાં લખીશ, પણ હા એટલું ખરું કે અહિયાં ક્રેડીટ સ્કોર જીવન જરૂરી છે (welcome to the land of capitalism) !! અને હા, મારું પણ ક્રેડીટ કાર્ડ છેવટે માન્ય થયું ખરા 😉 😀

Written by Rangilo Gujarati

October 8, 2014 at 11:02 pm

ઘર ઘર ની રામાયણ

leave a comment »

* અહિયાં આગળ અત્યારે ઘર કરતાં ઘરવાળી શોધવી વધારે સહેલી લાગી 😉 પણ જ્યાં સુધી ઘર ન મળે ત્યાં સુધી કશુય નહિ 😀

* પચ્ચીસ ઓગસ્ટથી ક્લાસ ચાલુ થયા, અને પચ્ચીસ ઓગસ્ટે જ લેકચર ચાલુ થયાની પાંચ મિનીટ પહેલા મારું છ વર્ષ જુનું ડેલ લેપટોપે હાથ ઉપર કરી લીધા 😦

* બે વર્ષ પેહલાં પણ એજ હાર્ડવેર સમસ્યા આવી હતી, Dell XPS M1530માં ઘણાં સમયનાં વપરાશ બાદ મધરબોર્ડ પર થી BGA ચીપ નીકળી જાય એટલે એને ફરીથી ચોંટાળવી પડે, આ કાર્ય ને BGA Reflowing કેહવાય, પૂણેમાં તો માત્ર અઢારસો રુપયામાં કામ થય ગયું, પણ અહિયાં શું?

* અમેરિકામાં કે લગભગ વિદેશમાં બધે જ વસ્તુ બગડે તો ફેકી દેવામાં આવે છે, પણ મને આ લેપટોપ જોડે થોડો વધારે લગાવ હોવાથી મેં રીપેર કરાવવાનું નક્કી કર્યું.

* એક અરબી દુકાન મળી, જેણે મને એસ્ટીમેટ કાઢી કહ્યું કે મધરબોર્ડ જ રિપ્લેસ કરવું પડશે – તો ખર્ચો થશે આશ્રેય 140 ડોલર. થોડું બાર્ગેનિંગ કરાવ્યા બાદ એને મધરબોર્ડ, ફેન, અને સ્ક્રીન પણ રિપ્લેસ કરી આપવા મનાવ્યો. મન અને ખિસ્સું મોટું રાખીને લેપટોપ રીપેર કરવા આપી દીધું.

* ઘરનાં કઈ ઠેકાણાં ન હતા, ત્યાં સુધી જામનગરના મિત્ર જોડે જ રહેતો હતો. લગભગ ત્રીસ – ચાલીસ ઘર જોયા કે વાત કરી, કોઈકને વિધ્યાર્થી જોડે વાંધો તો કોઈકને ત્યાં માંકડ (bed bugs) ની તકલીફ, તો કોઈક ઘર બજેટ બહાર તો કોઈક ઘર ગામની બહાર.

* મહા મુશેકલી બાદ એક સરસ ઘર મળ્યું જ્યાં બધું જ યોગ્ય હતું, તો ફરી સામાન ફેરવવાની માથાકૂટ અને ઉપરાંત કોલેજ ચાલુ થય ગઈ અને લેપટોપ પણ બંધ. અલગ ટાઇમ ઝોનને કારણે ઘણી વાર મમ્મી જોડે પણ વાત કરવાનો સમય ન મળતો.

* …….. અભ્યાસ, લેકચર અને માણસોની વાતો આવતી બ્લોગ પોસ્ટમાં 😉

Written by Rangilo Gujarati

August 26, 2014 at 1:28 am

ખોવાયેલ ફોન અને યેલ્લો કેબ

with 11 comments

* એર ઇન્ડિયાની ઉડાન ઘણી સારી હતી, બોઇંગ 777 માં સવારી કરનારને હું સુચવી શકું કે બને ત્યાં સુધી 39 નંબરની સીટ પસંદ કરવી. ઈકોનોમી ક્લાસનાં એક વિભાગમાં છેલ્લી સીટ અને ત્રણની બદલે બે જ સીટો !! એટલે મજ્જા આવે !!

* ઈમ્મીગ્રેશન અને કસ્ટમ્સમાં પણ કઈ વાંધો ન આવ્યો અને સામાનની ચકાસણી પણ ન થઇ 😉

* મારા નાનપણનો અને સ્કુલ ફ્રેન્ડ નેવાર્ક એરપોર્ટ પર લેવા આવ્યો હતો. સામાન થોડો વધુ હોવાથી અમે પબ્લિક ટ્રાંસપોર્ટને ખો આપી પેલી યેલ્લો કેબ લેવાનું નક્કી કર્યું.

* ડ્રાઈવર બ્લેક હતો અને કાઠીયાવાડી માં કહીએ તો કાવા પણ મારતો હતો 😀 😉

* મિત્ર જોડે વાતોમાં ફોન સીટ પર જ રહી ગયો અને અમારું મુકામ આવતા અમે સામાન ઉતાર્યો અને ચાલ્યા ગયા, થોડી વાર પછી અચાનક જ યાદ આવ્યું કે ફોન તો ટેક્સીમાં જ રહી ગયો  !!! 😮

* તરત જ રસીદમાં થી સર્વિસ પ્રોવાયડર ને ફોન કરી જાણ કરી કે 349 નંબરની કેબ માં મારો ફોન રહી ગયો છે.

* અડધી જ કલાકમાં એ ટેક્સી ડ્રાયવરનો ફોન આવ્યો કે મારો ગેલેક્સી નેક્સસ તેની પાસે જ છે પણ તે એરપોર્ટ જતો રહ્યો પાછો અને જો ફોન દેવા આવશે તો ભાડું પણ લેશે 😮  😦

* એટલે ફરીથી હું ને મારો મિત્ર બે ટ્રેન (પબ્લિક ટ્રાન્સપોર્ટ) બદલીને એરપોર્ટ ગયા અને ફોન પરત મેળવ્યો 🙂

* જો ફોન ખોવાયો હોત તો અત્યંત દુખ લાગત કારણ કે મારી પાસે પડેલી બધી જ વસ્તુ જેમકે ફોન થી લઈને ધોરણ દસનાં પેપરો માં વાપરેલી પેનને ખુબ જ સાચવીને રાખું છું અને બધાજ સાથે કૈક સ્ટોરી જોડાયેલ છે, પણ જ્યાં સુધી દુનિયામાં સારા માણસો હશે ત્યાં સુધી એવા દિવસો જોવા નહિ પડે 🙂

* આજે સાંજ સુધીમાં અહિયાં નું લોકલ સીમ કાર્ડ ખરીદી લઈશ એટલે જો કોઈને વાત કરવાની ઈચ્છા અને સમય હોય તો જાણ કરી દેવી 😉

* તો આવો રહ્યો અમેરિકામાં (બીજો) પ્રથમ દિવસ !!

Written by Rangilo Gujarati

August 7, 2014 at 9:18 am

મારો બગીચો

મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું..

વાંચનયાત્રા

મારું વાંચન

Mount Meghdoot

Raining in the knowledge street

nirav says

A Journey through Books & Movies . . !

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

રખડતાં ભટકતાં

નવાં સ્થળો અને અનુભવની વાતો

planetJV

colorful cosmos of chaos

મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!