જામનગર ડાયરી

* ત્રણ મહિના બાદ અને વર્ષ ૨૦૧૪ ની પહેલી પોસ્ટ. હવેથી લખવાનું નિયમીત કરવું પડશે. પણ રોજીંદુ નવું કશું થતું ભી નથી એટલે ખબર પણ ન પડે કે આ બ્લોગ પર લખવું શું.

* છેલ્લા બે મહિના થી જામનગર બિરાજમાન છું. છેલ્લા પાંચ એક વર્ષ પછી પહેલી વાર આટલો લાંબો સમય જામનગર રોકાવાનું થયું. અને હજુ કદાચ થોડા મહિના રોકાવું પડશે :-/

* જામનગર ની જ વાત કરું તો હજુ પણ ગામમાં સુધારો આવ્યો નથી, બપોરે બે વાગ્યા બાદ તો કદાચ ચકલી પણ જોવા નથી મળતી. સુસ્ત ને સુસ્ત.

* ગામના બધાજ રસ્તાઓ ખોદી કાઢેલ છે, કોઈક કેબલ નો જાળ લગાવવામાં આવી રહ્યો છે. બહુ મિત્રો ગામમાં રહ્યા નથી હવે, થોડા ઘણાં જે અહી જ સ્થાયી છે તેમને ક્યારેક મળવાનું થાય.

* તળાવ ની પાળ કે લાખોટા લેક ની રી-ડેવલપમેન્ટનાં નામે મધર-સિસ્ટર એક થય રહી છે. એટલે ત્યાં જવાની પણ હવે પહેલાં જેવી મજા રહી નથી.

* હમણાં થોડા સમય પહેલાં કોઈએ ગામમાં થી રસ્તો ખોદી બી એસ એન એલ નાં કેબલ ચોરી કર્યાં. ફૂટેલા નસીબ કે અમારી લાઇન પણ એ જ કેબલમાં થી પસાર થતી હતી.

* હજુ પણ બી એસ એન એલ નું બ્રોડબેન્ડ એટલું જ વાહિયાત છે.

* ગામમાં એકાદ બે નવાં રેસ્ટ્રો કે કેફે ખુલ્યા છે જેની મુલાકાત લેવાની બાકી છે.

* જામનગરની ચૂંટણી આ વખતે રસપ્રદ છે કારણ કે કાકા ભત્રીજી એક બીજા સામે ઉભા છે. ફરી મને આ વખતે મત દેવાની તક મળશે.

* લાંબા સમય બાદ સ્વીમીંગ પાછું ચાલુ કરવામાં આવ્યું છે. અહી કોર્પોરેશને સરસ મજાનો સ્વીમીંગ પૂલ બનાવ્યો છે જેનો લાભ લેવામાં આવી રહ્યો છે.

* છેલ્લાં થોડાં સમય થી જિંદગીમાં ઘણી ઉત્થલ-પાથલ થયેલ છે, પણ તેનાં ફળ અત્યારે મળી રહ્યા છે.

* જોયેલા સપનાંઓમાં નું એક કદાચ ટુંક સમયમાં પાર પડશે.

* થોડા સમય પહેલાં રાજકોટ, મોરબી અને આજુ બાજુ નાં ઘણાં ગામડાઓ ની મુલાકાત લેવામાં આવી.

* હવે તો લગભગ ઘરનાં અને બધાજ સગા સબંધીઓ વોટ્સએપ પર આવી ગયા છે :-/

* રસોઈમાં સારો હાથ બેસી ગયો છે 😀 – ઈનસ્ટાગ્રામ પર ફોલો કરનારને ખબર જ હશે 😉

* વધુ વાતો આવતી પોસ્ટમાં !!

જામનગર ડાયરી

8 thoughts on “જામનગર ડાયરી

  1. બાપુ, જરા વિકિપિડિઆમાં પણ આંટો મારજો. કોમન્સ પોકારે છે. ફોટાઓ લો અને અપલોડ કરો (જો જામનગરમાં કંઇ બાકી રહી ગયું હોય તો..) 🙂

  2. રાજકોટ અને જામનગર રસ્તાઓ ખોદવામાં એકબીજાના કાકા-બાપાના ભાઈઓ જ છે !

    બધા જ વ્હોટ્સ’એપ પર 😉

    અમે આપને ઈન્સ્ટાગ્રામ પર ફોલો નથી કરતા , માટે અહીંયા ફોટોઝ આપીને લલચાવવા વિનતી 🙂 યમ્મી . . સુગંધ આવી રહી છે !

  3. Lol સુસ્તી. જામનગરમાં બે વસ્તુઓ અનંતકાળથી ચાલતી આવે છે. એક સુસ્તી ને બીજી પંચાત ;).
    રણજીતસાગર ડેમ જતાં આવો તળાવને બદલે. લોકો પ્રમાણમાં ઘણાં ઓછાં હોય છે ત્યાં (વેલ, એટ લીસ્ટ હું નવેમ્બરમાં ગઈ હતી ત્યારે તો ઓછાં જ હતાં.)
    મારાં તરફથી એચ. જે. વ્યાસની ડ્રાય-ફ્રૂટ કચોરી ખાઈ લેજો 😀

    1. You’ve hit the nail 😉 પંચાત વિષે તો એક આખી પોસ્ટ ડ્રાફ્ટ માં છે 😀 ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરીશ, રણજીતસાગર ડેમ ખાતે નવું ગાર્ડન બન્યું છે જ્યાં આગળ પ્રેમી પંખીડાઓનો જ વાસ છે અને બરોબર તેની પાછળ અમારું ખેતર છે 😉 એકાંત માટે ઘણી સારી જગ્યા છે. અને, એચ. જે. વ્યાસની કચોરી બહારના જ લોકો ખાય છે 😉 ગામ કરતાં 4 ગણા ભાવ હોય છે તેના …. વેલ, તમને યાદ કરીને હું ડ્રાય-ફ્રુટ કચોરી જરૂર ખાઈ લઈશ 😀

      1. Lmao પંચાત વિશે પોસ્ટની રાહ જોવામાં આવશે.
        હા હું નવેમ્બરમાં ગઈ હતી ત્યારે એ ગાર્ડન હતું જ. બીજું તમારું પેલું જોગર્સ પાર્ક (પંચાત સેન્ટ્રલ :D).
        જામનગરની આસપાસ શહેરથી થોડે જ દૂર જો કે ઘણી સુંદર શાંત જગ્યાઓ છે. ઇન ફેકટ શહેરથી આટલી નજીકની પ્રોક્સીમિટીમાં આવી જગ્યાઓ ગુજરાતમાં મેં હજુ સુધી ફક્ત જામનગરમાં જ જોઈ છે. 🙂

Leave a reply to કાર્તિક Cancel reply