રંગીલો ગુજરાતી, રંગીલી દુનિયા !!

રંગીલું જગત !!!

જામનગર ડાયરી

with 8 comments

* ત્રણ મહિના બાદ અને વર્ષ ૨૦૧૪ ની પહેલી પોસ્ટ. હવેથી લખવાનું નિયમીત કરવું પડશે. પણ રોજીંદુ નવું કશું થતું ભી નથી એટલે ખબર પણ ન પડે કે આ બ્લોગ પર લખવું શું.

* છેલ્લા બે મહિના થી જામનગર બિરાજમાન છું. છેલ્લા પાંચ એક વર્ષ પછી પહેલી વાર આટલો લાંબો સમય જામનગર રોકાવાનું થયું. અને હજુ કદાચ થોડા મહિના રોકાવું પડશે :-/

* જામનગર ની જ વાત કરું તો હજુ પણ ગામમાં સુધારો આવ્યો નથી, બપોરે બે વાગ્યા બાદ તો કદાચ ચકલી પણ જોવા નથી મળતી. સુસ્ત ને સુસ્ત.

* ગામના બધાજ રસ્તાઓ ખોદી કાઢેલ છે, કોઈક કેબલ નો જાળ લગાવવામાં આવી રહ્યો છે. બહુ મિત્રો ગામમાં રહ્યા નથી હવે, થોડા ઘણાં જે અહી જ સ્થાયી છે તેમને ક્યારેક મળવાનું થાય.

* તળાવ ની પાળ કે લાખોટા લેક ની રી-ડેવલપમેન્ટનાં નામે મધર-સિસ્ટર એક થય રહી છે. એટલે ત્યાં જવાની પણ હવે પહેલાં જેવી મજા રહી નથી.

* હમણાં થોડા સમય પહેલાં કોઈએ ગામમાં થી રસ્તો ખોદી બી એસ એન એલ નાં કેબલ ચોરી કર્યાં. ફૂટેલા નસીબ કે અમારી લાઇન પણ એ જ કેબલમાં થી પસાર થતી હતી.

* હજુ પણ બી એસ એન એલ નું બ્રોડબેન્ડ એટલું જ વાહિયાત છે.

* ગામમાં એકાદ બે નવાં રેસ્ટ્રો કે કેફે ખુલ્યા છે જેની મુલાકાત લેવાની બાકી છે.

* જામનગરની ચૂંટણી આ વખતે રસપ્રદ છે કારણ કે કાકા ભત્રીજી એક બીજા સામે ઉભા છે. ફરી મને આ વખતે મત દેવાની તક મળશે.

* લાંબા સમય બાદ સ્વીમીંગ પાછું ચાલુ કરવામાં આવ્યું છે. અહી કોર્પોરેશને સરસ મજાનો સ્વીમીંગ પૂલ બનાવ્યો છે જેનો લાભ લેવામાં આવી રહ્યો છે.

* છેલ્લાં થોડાં સમય થી જિંદગીમાં ઘણી ઉત્થલ-પાથલ થયેલ છે, પણ તેનાં ફળ અત્યારે મળી રહ્યા છે.

* જોયેલા સપનાંઓમાં નું એક કદાચ ટુંક સમયમાં પાર પડશે.

* થોડા સમય પહેલાં રાજકોટ, મોરબી અને આજુ બાજુ નાં ઘણાં ગામડાઓ ની મુલાકાત લેવામાં આવી.

* હવે તો લગભગ ઘરનાં અને બધાજ સગા સબંધીઓ વોટ્સએપ પર આવી ગયા છે :-/

* રસોઈમાં સારો હાથ બેસી ગયો છે 😀 – ઈનસ્ટાગ્રામ પર ફોલો કરનારને ખબર જ હશે 😉

* વધુ વાતો આવતી પોસ્ટમાં !!

Advertisements

Written by Rangilo Gujarati

April 3, 2014 at 12:18 pm

8 Responses

Subscribe to comments with RSS.

 1. બાપુ, જરા વિકિપિડિઆમાં પણ આંટો મારજો. કોમન્સ પોકારે છે. ફોટાઓ લો અને અપલોડ કરો (જો જામનગરમાં કંઇ બાકી રહી ગયું હોય તો..) 🙂

  કાર્તિક

  April 3, 2014 at 1:06 pm

 2. રાજકોટ અને જામનગર રસ્તાઓ ખોદવામાં એકબીજાના કાકા-બાપાના ભાઈઓ જ છે !

  બધા જ વ્હોટ્સ’એપ પર 😉

  અમે આપને ઈન્સ્ટાગ્રામ પર ફોલો નથી કરતા , માટે અહીંયા ફોટોઝ આપીને લલચાવવા વિનતી 🙂 યમ્મી . . સુગંધ આવી રહી છે !

  • હવેથી જરૂર ફોટાઓ અહી ચડાવીશ, ત્યાં સુધી ફ્લીકર પર જોઈ લેવા વિનંતી 😉

   Rangilo Gujarati

   April 3, 2014 at 11:03 pm

 3. Lol સુસ્તી. જામનગરમાં બે વસ્તુઓ અનંતકાળથી ચાલતી આવે છે. એક સુસ્તી ને બીજી પંચાત ;).
  રણજીતસાગર ડેમ જતાં આવો તળાવને બદલે. લોકો પ્રમાણમાં ઘણાં ઓછાં હોય છે ત્યાં (વેલ, એટ લીસ્ટ હું નવેમ્બરમાં ગઈ હતી ત્યારે તો ઓછાં જ હતાં.)
  મારાં તરફથી એચ. જે. વ્યાસની ડ્રાય-ફ્રૂટ કચોરી ખાઈ લેજો 😀

  pvirani

  April 20, 2014 at 7:15 am

  • You’ve hit the nail 😉 પંચાત વિષે તો એક આખી પોસ્ટ ડ્રાફ્ટ માં છે 😀 ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરીશ, રણજીતસાગર ડેમ ખાતે નવું ગાર્ડન બન્યું છે જ્યાં આગળ પ્રેમી પંખીડાઓનો જ વાસ છે અને બરોબર તેની પાછળ અમારું ખેતર છે 😉 એકાંત માટે ઘણી સારી જગ્યા છે. અને, એચ. જે. વ્યાસની કચોરી બહારના જ લોકો ખાય છે 😉 ગામ કરતાં 4 ગણા ભાવ હોય છે તેના …. વેલ, તમને યાદ કરીને હું ડ્રાય-ફ્રુટ કચોરી જરૂર ખાઈ લઈશ 😀

   Rangilo Gujarati

   April 20, 2014 at 10:54 am

   • Lmao પંચાત વિશે પોસ્ટની રાહ જોવામાં આવશે.
    હા હું નવેમ્બરમાં ગઈ હતી ત્યારે એ ગાર્ડન હતું જ. બીજું તમારું પેલું જોગર્સ પાર્ક (પંચાત સેન્ટ્રલ :D).
    જામનગરની આસપાસ શહેરથી થોડે જ દૂર જો કે ઘણી સુંદર શાંત જગ્યાઓ છે. ઇન ફેકટ શહેરથી આટલી નજીકની પ્રોક્સીમિટીમાં આવી જગ્યાઓ ગુજરાતમાં મેં હજુ સુધી ફક્ત જામનગરમાં જ જોઈ છે. 🙂

    pvirani

    April 20, 2014 at 12:50 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

મારો બગીચો

મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું..

વાંચનયાત્રા

મારું વાંચન

Mount Meghdoot

Raining in the knowledge street

nirav says

A Journey through Books & Movies . . !

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

રખડતાં ભટકતાં

નવાં સ્થળો અને અનુભવની વાતો

planetJV

colorful cosmos of chaos

મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

%d bloggers like this: