*ગઇ પોસ્ટમાં જેમ જ્ણાવેલ તેમ હું ગોઆમાં સમય ના અભાવે પોસ્ટ ન લખી શક્યો, એટલે અત્યારે.
*ગોઆ ફરવા માટે અમે એક એક્ટિવા 4 દિવસ માટે ભાડે લઇ લિધેલુ.
*બિટ્સ ગોઆ પર પહોંચી ત્યાંના આયોજકો અમને ગેટ પર લેવા આવેલા. બિટ્સ ગોઆમાં ઘુસવુ ખરેખર અઘરું કાર્ય છે. થોડી માથાકુટ કર્યા બાદ અન્દર પ્ર્વેશ મ્ડ્યો.
*પહેલી સાન્જે અમે બિટ્સથી નજીક બોગમાલો દરિયાકાંઠે જવાનુ નક્કી કર્ય઼ં. સુર્યાસ્ત થઇ ગયા હોવાથી ખાલી પગ જ પલાડી શક્યો, ન્હાવા જવુ હતુ પણ ન જઇ શ્ક્યો. કાંઠો સુન્દર અને સાફ હતો, ગન્દકી ક્યાંય દેખાતી ન હતી. ઇન્ટરનેટ પર થોડુ ઘણું સર્વે કરીને ગયો હતો, એટલે ત્યાં આગડ એક જોએટ્સ કરીને એક નાનક્ડુ રેસ્ટ્રો હતું ત્યાં જઇ ને ખાધુ-પીધું 😉 અને ઘણી બધી ચર્ચાઓ કરી. જ્યારે બે વિકિપિડિયન ભેગા થાય ત્યારે ચર્ચાનો વિશય ક્યાંથી ક્યાં જતો રહે ખ્યાલ જ ન રહે. રાતનો સમય અને ખુલ્લા દરિયા કિનારે ભારતિય મહાસાગર પરથી વહેતા ઠંડા પવનની લહેરમાં વિકિપીડિયા, સમુદાય, ઇન્ટરનેટ એક્ટિવિઝમ, મુક્ત જ્ઞાનની ચર્ચાઓ કરવાની બહુ મજા આવી.
*બિજા દિવસે બિટ્સ ખાતે મારી રજુઆત હતી, સવાર થી સાંજ ચાલેલી રજુઆતનો અહેવાલ વિકિમીડિયા ભારતને એકાદ અઠવાડિયાં બાદ આપિશ તે વાંચી લેજો 😀
*બિજી સાંજે અમે લોકો કોલ્વા દરિયાકિનારે ગયા. ભારતમાં અત્યાર સુધી જોયેલો સૌથી ચોખો, સફેદ રેતી ધરાવતો ભિડ ભાડ વગરનો એકદમ શાંત અને સુન્દર દરિયાકાંઠો. ન્હાવાની બહુ મજા આવી, પાણી શાન્ત હતું અને મોજાની ઉન્ચાઇ પણ બહુ નહોતિ. સ્મુદ્રમાં ક્યાંય કચરો ન હતો. કોનારકને તરતા ન આવડતુ હોવાથી તે કાંઠે જ બેઠો હતો. અને આપણે તો જન્મથીજ તરણવીર 😉 અને જેના નામનો જ અર્થ મહાસાગર થાય તે આટલો સારો દરિયાકાંઠો જોઇ ન્હાયા વગર ન રહી શકે !!!
*ત્રિજા દિવસે કોનારકની રજુઆત હતી, તે પુરી થયા બાદ અમે લોકોએ ગોઆમાં નાઇટ આઉટ (night out) નો કાર્યક્રમ બનાવેલ. કારણકે બિટ્સથી ઉત્તર ગોઆ લગભગ ૪૦ કિલોમિટર થાય છે એટલે મુસાફરીમાં સમય લાગે. અને એ દિવસ શનિવાર હતો એટલે ગોઆનું રાતનું જીવન કે night life જોવાનો એકદમ યોગ્ય સમય.
*મને લોકો કહેતા હતા કે ગોઆ ખુબજ નાનુ છે, પણ તે તદન ખોટી વાત. ઉત્તર ગોઆ નાનું છે પણ દક્ષિણ ગોઆ થી ઉત્તરમાં જતા જ લગભગ ૨ કલાક લાગી જાય. દક્ષિણ ગોઆ ખુબ જ શાંત અને ઓછિ ભિડ વાડુ અને ઉત્તર કરતાં ઓછુ વિક્સિત છે. ગુગલ મેપ્સ આ મુસાફરીમાં ખુબજ કામમાં આવ્યા, હું તો ગુગલ મેપ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ શોધ કહી શકુ, એક્દમ સચોટ માહિતી અને એક એક ગલી અને રસ્તા તેમાં તમે જોઇ શકો.
*બિટ્સથી અમે લોકો કેન્ડોલિમ દરિયાકાંઠે ગયા. કેન્ડોલિમ થી બાગા દરિયાકાંઠે. અમારે શનિવાર રાત્રી બજાર કે saturday night market માં જવુ હતુ એટલે લોકોને પુછ્યુ તો ખબર પડી કે બે માર્કેટ લાગે છે, પહેલાં અમે મેકિઝ માર્કેટ ગયા. ત્યાં જિવંત ગોઅન ગાયનો વાગતા હતા, મને ગોઅન મ્યુઝિક જરા પણ નથી ગમતુ. માર્કેટમાં આમ તેમ આંટા માર્યા. પરંપરાગત રિતે બને તેવા wood oven કે લાકડાં ની ભઠ્ઠિમાં બનાવેલ ઇટાલિયન પિઝ્ઝા ખાધાં, માર્કેટમાં ઘણી બધી દુકાનો વિદેશીઓ જ ચલાવે છે, અને તેઓ કોઇકવાર તો દક્ષિણ ભારતિયો કરતા પણ સારુ હિન્દી બોલે છે 🙂
*મેકિઝથી અમે બન્ને ઇંગોઝ માર્કેટ ગયા, રસ્તામાં ખુબ જ ભીડ હોવાથી લાગી રહ્યુ હતુ કે તે વધારે સારુ હશે. ઇંગોઝમાં પ્રવેશો એટલે રાત્રી કે દિવસનો ખયાલ ન આવે, ચોતરફ લાઇટનો પ્રકાશ, ઘોંઘાટ ભર્યું સંગીત, જ્યાં નજર પડે ત્યાં વિદેશીયો, ઓપન બાર, ખાણી પીણીનાં સ્ટોલ અને એકદમ જિવંત વાતાવરણ. બજારમાં નિચેના મેદાનમાં બધાજ ભારતિયોની નાની દુકાનો, અને મેદાનની વચ્ચે એક સ્ટેજ પર વારા પ્રમાણે કોઇ ના કોઇ જિવંત બેન્ડ કે ડિ.જે (electronic music) વગાડે અને લોકો ત્યાં નાચે પણ ખરા. બજાર મેદાનથી એક નાનકડી પહાડી પર પગથિયાં પર પથરાયેલી છે, જેમ જેમ તમે ઉપર ચડો તેમ તેમ વિદેશિયોની દુકાનો વધતી દેખાય.
*જો તમે લોકો હિપ્પિઝ વિશે જાણતા હોવ પણ કોઇ દિવસ કોઇ હિપ્પિ જોયો ન હોય તો આ જ્ગ્યા તમારા માટે યોગ્ય છે, આંખ બંધ કરીને પણ કોઇને અડશો તો તે હિપ્પિ હોવાની શક્યતા ૯૦ ટકા છે 😀 અને મેં અને કોનારકે જ્યારે હિપ્પિ, રસ્તાફારી ચળવળ, બોબ માર્લે, ડ્ર્ગ્સ વિશે ખુબજ વાંચેલુ હોય અને જાણતા હોય ત્યારે અમને તો તે જગ્યા સ્વર્ગ જેવી જ લાગે 😉 કોઇ દિવસ અમે નહોતુ વિચાર્યુ કે ભારતમાં આટલા બધા હિપ્પિઓને એક સાથે જોઇ શકાશે. અમે લોકો તો ૧૦૦ ગાંજો મારતા હિપ્પિઓ વચ્ચે ફર્તા હતા !!!
*સાડા અગ્યાર વાગ્યે અમે લોકો એક બ્રિટોઝ નામક બાગા દરિયાકાંઠે બહુ પ્ર્ખ્યાત રેસ્ટ્રોમાં ગયા. તે રેસ્ટ્રોમાં નિચે ફ્લોરિંગ જ નથી, તે દરિયાકાંઠાની રેતી પર જ છે, જો વહેલા જાવ તો ખુબ જ રાહ જોવાની તૈયારી રાખવાની, બહુ ભિડ હોય છે !!! સાડા અગ્યાર વાગ્યે અમે લોકો એક બ્રિટોઝ નામક બાગા દરિયાકાંઠે બહુ પ્ર્ખ્યાત રેસ્ટ્રોમાં ગયા. તે રેસ્ટ્રોમાં નિચે ફ્લોરિંગ જ નથી, તે દરિયાકાંઠાની રેતી પર જ છે, જો વહેલા જાવ તો ખુબ જ રાહ જોવાની તૈયારી રાખવાની, બહુ ભિડ હોય છે !!! રાતનાં એકાદ વાગ્યે દરિયાકાંઠે આંટો મારી શું કર્વુ તે વિચારી રહયા હતા. ફરીથી ઇંગોઝ જવાનું નક્કિ કર્યું 😀
*ફરીથી ગયા ત્યારે થોડી ભિડ ઓછી થઇ ગઇ હતી, સ્ટેજ પર વચ્ચે જિવંત જેઝ વાગી રહ્યુ હતું, સામ્ભડવાની મજા આવી. પાછા ઉપરની બાજુ ગયા તો નશેડીઓની સંખ્યા વધી ગઇ હોય તેવુ લાગતુ હતુ, બહુ ઓછા લોકો ભાનમાં હતા. ત્યાં અમારી નજર એક ચપ્પલ અને કપડાની દુકાનમાં પડી, તેમાં શું નવીન? તે દુકાનમાં હેમ્પથી બનેલ કપડાઓ અને ચપ્પ્લો વહેંચાતા હતા!!! તેનો માલિક એક મુંબઇનો ભારતિય યુવક હતો જે અમને “high” લાગતો હતો, તેની સાથે થોડી વાતો કરી, તેને કહ્યું કે તે નેપાળથી ઉંચ્ચ ગુણવત્તાનું હેમ્પ લાવી તેને ફેબ્રિક બનાવી વહેંચતો હતો !!!
*બિજી બાજુ નજર પડી તો એક વિદેશી સોની એક નાનક્ડુ ટેબલ લગાવી સરસ મજાની નક્શીકામ વાડુ પેન્ડલ ચેન વહેન્ચતો હતો, ડિઝાઈન જોઇને તો તરતજ ખબર પડી જાય કે તે કોઇ કેમિકલ સ્ટ્રકચર છે, પણ કયું? તેને પુછ્યુ તો કહ્યું કે તે એમ્.ડી.એમ.એ છે, પછી તેણે એલ.એસ.ડી, રુફીઝ જેવા ઘણી બધી ઔશધીઓનાં કેમિકલ સ્ટ્રકચર વાડા પેન્ડલ ચેન દેખાડ્યા 😀 સવારે ચાર વાગ્યે ત્યાંથી પરત બાગા દરિયાકાંઠે ગયા અને પાંચ વાગ્યા સુધી ત્યાં જ બેઠા, પછી ૬:૩૦ વાગ્યે બિટ્સ પર જઇ આરામ કર્યો.
*ગોઆ ખુબજ સુન્દર અને ખાવા-પીવાની દ્ર્શ્ટીએ અત્યંત મોંઘી જગ્યા છે, એક વખત ફરવા માટે જરુર જવાય. ત્યાં વિદેશીયો કરતા ભારતીયોની વધારે છેતરણી થાય છે. તમને જો રશ્યન આવડતું હોય, તો મહેરબાની કરીને રશ્યનજ બોલવું, દુકાનદારો પણ રશ્યનમાં વાતચીત કરી સારા એવા ભાવ ઓછા કરી દેશે. નાના દુકાનદારો યુ.એસ ડોલરથી પણ વહિવટ કરે છે.
*મોટા ભાગના ગુજરાતીયો ગોઆ દારુ પીવા જ જાય છે, અને ભાન ભુલી આપણી આબરુના ધજાગરા ઉડાળે છે. ગોઆમાં દારુ સસ્તો છે, અને પેટ્રોલ પણ તો એનો મતલબ એમ નહી કે પેટ્રોલ પણ ઢિંચાડી જવાનું. ત્યાંની સુન્દરતા, વાતાવરણ, દરિયાકાંઠા, ભારતિય મહાસાગર તદન મફત છે, તેની જ મજા માણવી.
*તમે જ્યારે આ લેખ વાંચી રહ્યા હશો ત્યારે મારો જામનગર વાયા અમદાવાદ નો પ્ર્વાસ ચાલુ થય ગયો હશે. અને જો તમે મને ગુજરાતમાં એક વિચિત્ર લેંઘો (અલી બાબા) પહેરેલો જોવો તો અચરજ નહી પામતા, તે ગોઆથી મારી એક માત્ર કરીદી છે 😀 !!!
સરસ પોસ્ટ છે 😀 અને આ ૩ ફક્રા વાંચવા જેવા છે Russian Mafia in Goa