હોંગ કોંગ નિરીક્ષણો

* હોંગ કોંગમાં લગભગ 10 દિવસ થય ગયા છે અને સારું એવું રખડ્યા બાદ થોડા ઘણાં નિરીક્ષણો !!

* એશીયાનાં મોંઘા માં મોંઘા શહેરોમાં નું એક !! હું ન્યુ યોર્ક, ડી સી અને ફિલાડેલ્ફીયા પણ ફર્યો છું તેમ છતા મને હોંગ કોંગ મોંઘુ લાગે છે 😀 .

* અહિયાંનાં લોકોને મોબાઇલ અને ટેબ્લેટ પ્રત્યે બહુ પ્રેમ હોય છે, 24 કલાક માથું નીચું ને નીચું જ હોય !!!

* અહિયાં લોકો ટેકનોલોજીનો ઉપયોગ પોતાની જ ભાષામાં કરે છે \m/ જેથી બધા લોકો તેનો સારો ફાયદો લઇ શકે.

* પુરુષોને મહિલાઓ જેવા પર્સ લટકાવવાની ટેવ છે 😛

* અહિયાં કદાચ 1 x 1 મીટરનો ટુકડો પણ એવો નહિ હોય કે જ્યાં પ્રોટેક્ટેડ કે અનપ્રોટેક્ટેડ વાય ફાય ન પકડાય 😉

* એમ. ટી. આર કે સબવે માં એટલો સમય ન બગડે જેટલો સમય તમારે રસ્તો ક્રોસ કરવામાં જાય !!

* અહિયાંનાં રહેવાસીયો કોઈ ઘરે રસોઈ કરવામાં નથી માનતા, બપોર હોય કે સાંજ બધા બારે જ ખાય.

* અહિયાં સ્ટારબક્સ કરતાં રોલેકસ અને ટેગ હ્વેરનાં શો રૂમો વધારે છે અને ડુપ્લીકેટ રોલેકસ પણ કિલોના ભાવે મળે 😉

* અહિયાંની છોકરીયો ખુબ જ સ્ટાઈલ અને ફેશન conscious છે, કોઈ પણ મેકપ કર્યા વગર બહાર ન નીકળે.

* ચીની છોકરીયોનાં શોર્ટ્સ કે સ્કર્ટની લંબાઈ આપણાં બોકસર્સ કરતાં પણ ટૂંકી હોય છે 😀 😉 :* .

* વધુ નિરીક્ષણો આવતી પોસ્ટમાં 😀

હોંગ કોંગ નિરીક્ષણો

હોંગ કોંગ દિવસ 5, 6, 7

*  આમ તો વિકીમેનીયા પરમ દિવસે પૂર્ણ થઇ, ગઈ કાલે અને આજે થોડો આરામ કર્યો અને હોંગ કોંગ રખડ્યો.

* વિકીમેનીયામાં તો બહુ જ મજા કરી, ખાલી શાકાહારીયો માટે જમવાનું ઠીક ઠાક હતું.

* તો પછી શનિવાર ની રાત કેવી રહી, 😉 કાર્તિક કે મને કદાચ જો યાદ ન હોય તો અમને જવાબદાર ગણશો નહિ 😀

IMG_20130811_000556

* આજે આઈ એફ સી મોલમાં એક ફ્રેંચ આઈસ ક્રીમ ખાધો, 100 મી. લી. માત્ર સાઈંઠ હોંગ કોંગ ડોલર માં 😀

IMG_20130813_165340

* પછી એક દિવસ એપ્પલ સ્ટોરની મુલાકાત લેવામાં આવી, આમ જોવા જઈએ તો દુનિયામાં સારાં માં સારા એપ્પલ સ્ટોર મેં નિહાળી લીધા છે 😉 \m/ નીચે દેખાતા પગથીયા સ્ટીવ જોબ્સ નાં નામે પેટન્ટ ધરાવે છે 😀

IMG_20130812_103241

* અત્યારે તો હોંગ કોંગ પર ટાયફુન ભમરી લગાવી રહ્યું છે 😉 T 3 નંબરનું સિગ્નલ છે ભારે પવન અને થોડો વરસાદ પણ ચાલુ છે, પણ સમગ્ર હોંગ કોંગ ભારે થી અતિ ભારે તોફાન કે ટાયફુન માટે પૂર્ણ રીતે તૈયાર છે 🙂

IMG_20130813_175105

હોંગ કોંગ દિવસ 5, 6, 7

હોંગ કોંગ દિવસ 3, 4

* ગઈ વિકીમેનીયા વખતે હું ન્યુ યોર્ક શહેરની ટોચ પર ગયો હતો એટલે કે રોકફેલ્લ્ર પ્લાઝા પર નાં 80 માં માળે, તો શું? તો, આ વખતેની વિકીમેનીયામાં હું હોંગ કોંગમાં 100માં માળે ચડ્યો 😉

*લીફ્ટ પહેલા માળે થી સો માળ પર માત્ર 60 સેકન્ડમાં પહોંચે 😮 .

* અમે સાંજના સમયે સુર્યાસ્ત પહેલા ગયેલા એટલે સમગ્ર હોંગ કોંગ નો સારો નજરો જોવા મળ્યો.

* સ્કાય 100 ખુબ જ વિશાળ અને અદ્ભુત છે, તેમાં આવેલા મોલમાં લુઈ વુટોન, જીમ્મી શું, ડી બીયર્સ, ટોડસ જેવા પ્રખ્યાત ડીઝાયનરોનાં શો રૂમો છે !!

* વિકીમેનીયા એટલે કે ભારી મુસીબત વાળું કામ, કયા કાર્યક્રમ કે સેશનમાં જવું તેમાં ગુંચવાય જવાય અને ચારેય બાજુ બુદ્ધીશાળી જીવોનાં ટોળા ઉભરાતા હોય.

* આજે કાર્તિક, અલોલીતા, રુના, સંથોશ અને તેની પત્ની સાથે મોન્ગ કોક ફરવા ગયા.

* ફોટાઓ પાડ્યા છે પણ અપલોડ કરવાનો સમય નથી, તેમ છતાં થોડા ઘણા ફોટાઓ ફ્લીકર અને ઇન્સટાગ્રામ પર નજરે ચળી જશે 😉

* હોંગ કોંગ એક એવું શહેર છે જ્યાં બધા જ લોકો માથું નીચું ઘાલીને ચાલે 😉 એટલે કે બધા જ લોકો મોબાઇલ પર ચોટેલા હોય અને ચાલતા હોય એટલે તમારે જ બચીને ભટકાયા વગર નીકળી જવાનું.

હોંગ કોંગ દિવસ 3, 4