વર્ડકેમ્પ દિવસ 2

*વર્ડકેમ્પ દિવસ એક ઘણા કારણોસર ખુબજ અનોખો હતો 😉

*રાતના અમિત સિંઘ, હર્નીત ભલ્લા, જયદીપ પરીખ, પ્રતિક નીકમ, રોહિત લંગડે અને હું અમે આટલા લોકો હોટલ અદિતિના રૂમ 504માં ખુબજ ધમાલ મચાવી, બહુ હસ્યા ખુબ બધા વિષયો પર ચર્ચા કરતા કરતા સાડા ચાર ક્યાં વાગી ગયા ખબર જ ન પડી. બીજા દિવસે મારી રજૂઆત હોવા ને કારણે હું તો સાડા ચારે ઊંઘી ગયો અને આંઠ વાગે ઉઠી તૈયાર થય પરિષદ સ્થળે પહોંચી ગયો હતો.

*બીજા દિવસે પણ લોકો થોડા મોડાં જ આવ્યા, સવારમાં ચા અને દાળવડા ખાવાની મજા આવી. એકવીસ વર્ષીય વેબ ડીઝાયનર ડ્રોપ આઉટ ફેમ કિંગ સિદ્ધાર્થ સાથે મુલાકાત થય. થોડી વાર તો મને લાગ્યું કે આજે રવિવાર હોવા ને કારણે કોઈ નહિ આવે, પણ થોડી જ વારમાં લગભગ બધા આવી ગયા.

*મારી રજૂઆત વિકિપીડિયા અને બ્લોગર્સ વિષે હતી, મારી સ્લાય્ડો ખુબ જ બકવાસ હતી, સમય ન હોવાથી સ્લાય્ડ સરખી રીતે ન બનાવી શક્યો, મારી રજુઆતની વચ્ચે જ બધાને પ્રશ્નો પૂછવાની છુટ આપેલ. થોડા ઘણા લોકોએ સારા એવા સવાલ પૂછ્યા, કોઈકે એરન સવારટ્ઝ વિષે પૂછ્યું તો કોઈકે લાયસન્સો વિષે પૂછ્યું. રજૂઆત પૂર્ણ થયા બાદ એક વસ્તુ તો નક્કી કરી જ લીધી છે કે હવે પછીના બધાજ પ્રેઝેનટેશનો વ્યવસ્થિત રીતે સમય આપીને અગ્ન્રેજીમાં જેને “lucid” કહી શકાય તેવા બનાવા છે. પણ રજૂઆત અને ચર્ચા કરવાની ખુબ મજા આવી.

*બીજો દિવસ પણ પ્રમાણમાં ઘણો સારો રહ્યો, ઘણાં નવા લોકો સાથે પરિચય થયો અને નવું જાણવા શીખવા મળ્યું. લેપટોપ પર લગાવવા નવું સ્ટીકર પણ મળ્યું 😀 !!

*સાંજે હોટલ પર જય સામાન લઇ અંગત મિત્ર કૌશલ વ્યાસને ઘરે જમવાનું હતું અને તેના ઘર પાસે થી જ બસ પણ પકડવાની હતી !!

*બસની મેં ઈ ટીકીટ કરાવેલ, તો બસ નો લે આઉટ જોઈ બે નંબર ની બારી વાડી સીટ કે જે ડ્રાયવર ની પાછળ આવે અને પગ લાંબા કરવાની પણ સારી એવી જગ્યા મળે તે બૂક કરાવેલ, તો બસમાં ચડ્યા બાદ એક નંબર પર એક ભાઈ બેઠા હતા તે મને જોઈ બે નંબર પર જતા રહ્યા, તો મેં તેમને કહ્યું કે બે નંબરની સીટ મારી છે, તો મને કહે કે બે નંબર બહાર ની બાજુ છે :। મેં કહ્યું બને જ નહિ પણ તે માનવા માટે તૈયાર જ ન થાય, થોડી બોલા ચાલી થય ગઈ. ગુસ્સો તો ત્યારે આવ્યો જયારે તેણે મને કહ્યું કે તારે અંદરની સીટ પર બેસવું હોય તો બેસી શકે, મેં પૂછ્યું “બેસવું હોય તો” નો મતલબ શું? સીટ ની બાજુમાં ચોખે ચોખું 2 નંબરની બાજુ W લખેલ તે પણ ડોબાને વંચાવ્યું પછી મને બેસવા દીધો. મારે કોઈ અંદરની સીટ ખાઈ નહોતી જવી, તેમને કદાચ વિનંતી કરી હોત તો આપણે બહારની બાજુ માં બેસીએ કે અંદર કોઈ ફરક ન પડે પણ આવી માથાકૂટ કરી મને ખોટો પુરવાર કરે તે ન મજા આવે !!!

વર્ડકેમ્પ દિવસ 2

વર્ડકેમ્પ બરોડા દિવસ 1

*આજ નો દિવસ પ્રમાણમાં ઘણો સારો હતો. ખાલી વર્ડકેમ્પની શરૂઆત ધાર્યા કરતા એક કલાક મોડી ચાલુ થય !!

*રાહુલ બેન્કરે આયોજન ખુબજ સરસ કરેલું અને વ્યવસ્થાઓ પણ ઘણી સારી હતી. વર્ડપ્રેસ વિષે ઘણું બધું જાણવા મળ્યું અને ઘણાં સરખા લોકો જે વર્ડપ્રેસનાં આધારે કમાય છે તે લોકોને મળ્યો અને ઘણી બધી ચર્ચાઓ થય.

*ઈન્ટરનેટ માર્કેટિંગ, એડ સેન્સ, એફીલેટેડ માર્કેટિંગ, વ્યાવસયિક બ્લોગ અને બ્લોગરો વિષે ખુબ જ ચર્ચાઓ થવાથી કોઈક નવી દુનિયાનો જ પરિચય થયો 😀 !!

*સૌરાષ્ટ્ર થી ઘણા બ્લોગરો આવેલા, ઘણા સમયથી જેમને હું વાંચતો હતો તેવા અશ્વિન પટેલ સાથે પણ મુલાકાત થય.

*ઘણા બધા લોકો સાથે આજે વિકિપીડિયા વિષે ચર્ચા થય, ઘણા લોકોનો ઉદેશ્ય સ્પેમ્મીંગ માટે અને પૈસા કમાવા માટે વિકિપીડિયાનો ઉપયોગ કઈ રીતે કરવો તે હતો. તે લોકોને વિકિપીડીયાના અમુક તથ્યો સાંભળીને નવાય લાગી. વર્ડકેમ્પમાં મારી રજૂઆત કાલે છે, જોઈએ હવે શું થાય !!!

*સાંજે જામનગરથી સેન્ટ ઝેવિયર્સની મિત્ર સ્તુતિ મેહતા જે અહિયાં ડેન્ટલ નો અભ્યાસ કરી રહી છે તેને લગભગ પાંચ વર્ષ બાદ મળ્યો. સેન્ટ ઝેવિયર્સ અને જામનગર પર ખુબ બધી વાતો કરી, કોઈ પણ જામનગરનું વ્યક્તિ કોઈક અજાણ્યા શહેરમાં મળે અને જે વાતો થાય તે ખુબ અનોખી હોય છે.

વર્ડકેમ્પ બરોડા દિવસ 1

વર્ડકેમ્પ બરોડા દિવસ 0

*આજનો દિવસ આરામનો હતો, હુંજ બધાથી પહેલા પહોંચી ગયો હતો લગભગ સવારના છ વાગે. જ્યારે પણ મારે ઘરે જવું હોય ત્યારે ભરૂચ પરના પુલ પર ટ્રાફિક જામ હોય હોય ને હોય અજ અને આજે જ્યારે મારે બરોડા મોડું પહોંચવું હતું તો ભરૂચ પર એક વાહન પણ નહિ !!! નસીબ જ ફૂટેલા છે !!! કાલા ઘોળા પર ઉતર્યો અને ગુગલ મેપ્સ નાં વડે હોટલ પર ચાલીને પહોંચ્યો.

*સવારથી કોઈ પણ પ્રકારનું કામ ન હતું, સયાજીગંજમાં આંટા માર્યા કોઈ દુકાનો પણ નહોતી ખુલી, હોટલ પર જય ને ટી વી જોયું 😀 બપોરના વર્ડકેમ્પ બરોડાના આયોજક રાહુલ બેન્કર સાથે મુલાકાત થય અને નાગપુરથી આવેલ બીજો વ્યક્તા રોહિત લંગડે ને પણ મળ્યો, બપોર નું ભોજન હેવમોરમાં આરોગ્યું, કરકરી રૂમાલી રોટી અને ચના પૂરી ની તો કઈ વાતજ ન થાય !!! મમ્મી પપ્પા અને જીમ્મી સુરત લગ્નમાં જતા હતા એટલે હું તેમને બરોડા સ્ટેશન પર મળવા ગયેલ અને ઘરે વર્ષોથી ખોવાયેલ હન્ટર કે ફોટોગ્રાફર કોટી અચાનક મળી ગયેલ એટલે તે જામનગરથી મારા માટે લેતા આવ્યા 😀

*બપોરનાં પુણે કોલેજ નો મિત્ર કૌશલ વ્યાસ સાથે મુલાકાત થય, ઘણી બધી વાતો પર ચર્ચા વિચારણા કરી 😉

*બરોડા રેડિયો મિર્ચીની ફેમ આર.જે અદિતી રીન્ડાણી ના કુટુંબ સાથે વર્ષો જૂની મિત્રતા એટલે મેં તેને રેડિયો સ્ટેશનની મુલાકાત માટે પૂછ્યું હતું, તેણે સાડા પાંચ વાગ્યા નો સમય આપ્યો હતો. આપણે તો સમયસર હાજર થય ગયા હતા, રેડિયો સ્ટેશનની પહેલી મુલાકાત હતી. રેડિયો સ્ટેશનનું ઘણું સરખું કામ સોફ્ટવેર વડેજ થાય છે !!! રેડિયો જોકીએ તે સોફ્ટવેર વાપરતાં શીખવું પડે અને ક્રોસ ફેડર નો પણ ભારી ઉપયોગ થાય, પણ તેમની ખરેખરની કસોટી લાઇવ જતી વખતે થાય, કૈંક પણ ઉંધા ચતુ બોલાય ગયું તો તો આવી બને !! આરજે ને પ્રેઝેન્સ ઓફ માઈન્ડ અને જીભ પર નિયંત્રણની ખુબ જ આવશ્યકતા હોય છે!!

*રાતના ગુડીઝ નામક ફતેહગંજમાં આવેલ કેફેટેરીયામાં જમ્યા, મારી સાથે ત્રણ વ્યવસાયિક બ્લોગરો હતા!!! 😮 એટલે સ્વાભાવિક છે કે ડીનર ટેબલ ડિસ્કશન કેવું હોય….. 😀 ઘણું બધું જાણવા શીખવા મળ્યું.

*આવતી કાલથી વર્ડકેમ્પ બરોડા ચાલુ થશે, વ્યવસ્થા ઘણી સારી છે. આવતી કાલે સાંજે જામનગરના એક-બે મિત્ર ને પણ મળવાનું છે 😉

વર્ડકેમ્પ બરોડા દિવસ 0