ઇન્ડો-જર્મન મેળો 2012

*છેલ્લું અઠવાડિયું ખુબજ વ્યસ્ત રહ્યું, દરરોજ સાંજે એકલો 😀 ઇન્ડો-જર્મન મેળામાં ચાલ્યો જતો. ખુબ ફોટાઓ પાડ્યા. કોન્સર્ટ સારા થતા પણ અમુક બેન્ડોનાં તો નામ પણ નહોતા સાંભળ્યા, પણ સ્ટેજ ની બરોબર આગળ ઉભા રહીને શો માણવાની ખુબ મજા આવે.

*એક દિવસ કોઈક ડ્યુઅલીસ્ટ ઇન્ક્વાયરી નામક ઈલેક્ટ્રોનિક મ્યુઝીક વાળો આવેલ, જરાય મજા નાં આવી, એક મેકબુક એર લઈને અને ડીજે કન્સોલ લગાવીને ઢીંચક ઢીંચક કર્યે રાખે એને પણ કંઈ મ્યુઝીક કહેવાય? તે છતાં એ દિવસે પુણેના યુવા યુવતીઓ ખુબ ઉમટી પડેલા અને તે લોકોને તો એક-એક ઈલેક્ટ્રોનિક મ્યુઝીકની એક એક બીટ આવડતી હતી 😮 !!

* ગઈ કાલે ઇન્ડ્ય્ન ઓશિયન આવેલ. ખુબજ લોકો આવી પડેલા (મફતમાં શો જોવા મળે તો કોણ ન આવે). એટલે શો ચાલુ થયા ને થોડી વાર પહેલા મુખ્ય પ્રવેશદ્વારો બંધ કરી દીધા. મેં તેના ઘણા બધા ગીતો સાંભળેલા, ભારતમાં કદાચ આનાથી સારું ઈન્ડી રોક ફ્યુઝન વાળું કોઈ બેન્ડ નહિ હોય. ધાર્યા હતા તે બધા ગીતો તેમણે ગાયા. “જીની રે જીની”, “માયા”, “માં રેવા” ગીતો ગાયા અને “કન્દીસા” અને “બંદે”એ તો બધાને મંત્રમુગ્ધ કરી દીધા. ખુબજ સરસ ગાયન અને વાદન.

*કોન્સર્ટના ફોટાઓ ટ્રીપલ ટ્રબલ, શાયર એન્ડ ફન્ક, ઇન્ડીયન ઓશિયન.

*હમણાં થોડા દિવસથી એક મેલિંગ લીસ્ટ પર એવી વાતો ચાલે છે કે યુરોપ થી થોડા વિકીપીડ્યનો ઓગસ્ટમાં વિકીમેનીયા માટે હોંગ કોંગ ટ્રેન દ્વારા જવા માગે છે !!!! તે લોકોની વાતો સાંભળીને તો મને પણ આ રોમાંચક સફર પર જવાની તીવ્ર ઈચ્છા થય છે અત્યારે તો, એના માટે ઈન્ટરનેટ પર થોડું ઘણું રીસર્ચ પણ ચાલુ કરી દીધું છે, જોઈએ હવે શું થાય !!!

ઇન્ડો-જર્મન મેળો 2012

વિકિપીડિયા અને કોન્સર્ટ

*હમણાં બે ત્રણ દિવસ પહેલા પુણેમાં આયોજિત ઇન્ડો-જર્મન મેળામાં જવાનું થયું. 14 જાન્યુઆરી નાં રોજ અગ્નિ બેન્ડનો કાર્યક્રમ હતો અને પ્રેવશ દર નિશુલ્ક 😀 હું મારો નીકોનનો ડીએસએલઆર લઈને ગયેલો, ભીડ ખુબ જ હતી, શો ચાલુ થવાની થોડી વાર પહેલા ધક્કા મુક્કી કરીને જેમ તેમ આગળ પહોંચ્યો, કોન્સર્ટમાં મજા આવી પણ સરખા ફોટાઓ ન પડ્યા 70-300 એમએમ નો લેન્સ અને વાયબ્રેશન રિડકશન નાં હોવાને કારણે ફોટાઓ ખુબ હલી ગયા. થોડા ઘણા સારા ફોટાઓ પણ આવ્યા. ઘણા બધા લોકો કેમેરા લઈને આવેલા પણ સ્ટેજ પાસે કોઈને પણ જવા ન દેતા હતા, જેની પાસે પાસ હોય તેનેજ જવા દે.

*શો ખતમ થયા બાદ હું એક સ્વયંસેવકને મળ્યો અને કહ્યું કે હું વિકિપીડિયા માટે ફોટાઓ પાડું છુ, પણ મને કોઈએ સ્ટેજ પાસે ન જવા દીધો તો તેને મારો સંપર્ક એક વ્યવસ્થાપક સાથે કરાવ્યો અને સ્ટેજની પાછળની બાજુ વીઆઈપી કક્ષમાં તેને મળવા લઇ ગયો। વ્યવસ્થાપક સાથે પણ વાત કરી અને મેં વિકિપીડિયાનું સ્વેટશર્ટ પહેર્યું હતું, તેમણે મને કાર્યક્રમના પીઆર એટલેકે પબ્લિક કે પ્રેસ રીલેશનના માણસ પાસે મોકલ્યો અને કહ્યું કે મારું નામ આપી દેજો એ તમારી મદદ કરશે 😀 પીઆરને મળ્યો અને કહ્યું કે હું વિકિપીડિયા માટે સ્વેચ્છિક રીતે ફોટાઓ લઉં છું અને ફોટાઓ પબ્લિક ડોમેનમાં ફ્લીકર પર પણ અપલોડ કરું છું. તેને પબ્લિક ડોમેન કે ફ્લીકર વિષે તો કદાચ કઈ ખબર નહિ પડી હોય, પણ મારો આત્મવિશ્વાસ અને વિકિપીડિયાનું સ્વેટશર્ટ જોઈ મને તરત જ “Press” લખેલ પાસ આપી દીધો અને કહ્યું કે હવે તમને કોઈ પણ ક્યાંય નહિ રોકે :D.

*ગઈ કાલે રઘુ દિક્ષિત આવેલ, હું તો ભીડ ને ચીરીને “press ” નો પાસ દેખાડતો દેખાડતો સ્ટેજથી લગભગ ત્રણ ચાર ફીટ દુર પહોંચી ગયો અને ફોટાઓ પાડવાની અને કોન્સર્ટ એકદમ નજીકથી અને આરામથી જોવાની ખુબ મજા આવી. આવતી કાલે કોઈ શાયર એન્ડ ફન્ક નામનું કોઈ બેન્ડ આવે છે અને 19 તારીખે ઇન્ડયન ઓશ્યન આવે છે, ફરી પાછો હું “press ” નો પાસ લઇ ફોટાઓ પાડવા અને કોન્સર્ટ નિહાળવા પહોંચી જઈશ.

*મેં કહ્યું એ પ્રમાણે ફોટાઓ પબ્લિક ડોમેનમાં ફ્લીકર પર અહિયાં અપલોડ કર્યા છે, અગ્નિ અને રઘુ દિક્ષિત.

*વિકિપીડિયા પર યોગદાન કરવાનો હજુ એક ફાયદો મળી ગયો 😀 .

વિકિપીડિયા અને કોન્સર્ટ