મુંબઈ અહેવાલ

* તો ગયા અઠવાડિયે મુંબઈની મુલાકાત લેવામાં આવી.

* ઉચ્ચ અભ્યાસ માટે અંકલ સેમનાં વિઝા મળી ગયા છે 😀

* છેલ્લાં છ મહિનાની દોડ-ધામ નું ફળ હવે મળ્યું છે !! પરીક્ષાઓ, કોલેજ સિલેકશન, એડમીશન પ્રોસેસ અને વિઝા માટે કાગળિયાં આ બધું તૈયાર કરતાં કરતાં તો પરસેવા છુટી ગયા અને એક સમયે તો બધું પડતું મૂકી દેવાની ઈચ્છા થઇ.

* પણ આશરે બે વર્ષ પેહલાં જોયેલું સપનું હવે જયારે પૂરું (ચાલુ) થવા જઇ રહ્યું છે ત્યારે મન ધીમું ધીમું મલકાય છે અને અંગ્રેજીમાં જેને “mixed feeling or emotions” કહેવાય તે પણ અનુભવી રહ્યો છું.

* મુંબઈમાં આ વખતે ઉનાળો થોડો વધુ કપરો લાગ્યો અને ભેજ નાં કારણે પણ બહુ મજા ન આવી. એમાય ત્રણ દિવસ સુધી સવારે કીડીયારા માફક ભરેલ લોકલ ટ્રેનમાં ભાયંદર થી બાન્દ્રા મુસાફરી કરવી પડી.

* વિઝા ઈન્ટરવ્યું એકંદરે સારું ગયું પણ કોન્સ્યુલેટમાં વિઝા લેવાં માટેની ભીળ પણ વધું હતી આ વખતે 😉

* પેલું બહુ વગોવાયેલું પૂજા ધીન્ગ્રાનું  લ 15 પેતીસરીની મુલાકાત લીધી, કપ કેક અને મેકૃન ઘણાં સારાં હતાં !

* એક સાંજે કાર્તિક ભાઈ જોડે મુલાકાત થઇ અને આખી દુનિયાની પંચાત કરી 😉 મજા આવી !!!

* બીજી સાંજે કોલેજ સીનીયર જીનેશ પટેલ સાથે પંચાત કરી 😉

* મને એમ લાગ્યું કે માત્ર જામનગરનાં જ રસ્તાઓ ખોદી કાઢ્યા છે પણ મુંબઈમાં મલાડ આસ પાસ એવી જ હાલત છે.

* તો ચાલો હવે ન્યુ યોર્ક શહેર માટે એક તરફી ટીકીટ અને ઇન્ટરનેશનલ ડ્રાયવીંગ લાયસન્સ માટેની કામગીરી શરુ કર્યે 😉

… આમ તો ફેસબુક પર મેં જે સ્ટેટસ અપડેટ કર્યું એ પ્રાયવેટ હોવાથી અહિયાં નીચે શેર કરું છું

Two years ago my 1 week of stay in NYC influenced me and compelled me to take higher studies there.

The city where you can travel the world without leaving the boroughs. The city which offers you little version of another country just by taking a subway.

The city whose neighborhoods offer you varied interest from Technology to Theater, Finance to Fashion, Cheapest street food to Michelin Starred Restaurants.

The city where 800 tongues are spoken in five boroughs. It is the culture, the heart of which is Broadway, the soul Greenwich Village, the mind the general publishing industry, the body the TV networks, and the blood the financial industry.

Now that I know, next two years of my life are going to be spent around the city that never sleeps, words cannot describe my feeling. The excitement of new place, new beginning, new life. Along with the fear of leaving the loved ones behind.

Next two years, in and around New York City 😉 😎

અમેરિકા અને કોલેજ કરતાં હું ન્યુ યોર્ક શહેર આસ પાસ રહેવાનો છું તેનાં માટે વધુ ઉત્સાહિત છું 🙂

મુંબઈ અહેવાલ

ગાય વિથ ગ્રીન પેન્ટ્સ

* જ્યારે શહેરમાં, ભડકીલો લીલાં રંગના, અને ચામડીને તો કસી કસીને એવા ચોંટેલા કે તમને જોઇને પણ પરસેવા છુટી જાય એવા પેન્ટ પહેરલા છોકરાઓ અને એ જ રીતે પિંક વેલવેટનાં પેન્ટ પહેરેલી છોકરીઓ જોવા મળે ત્યારે વહેલામાં વહેલી તકે શહેર છોડવાના એંધાણ નજરે ચળી જાય. ખબર નહિ અહિયાં લોકોની ડ્રેસિંગ સેન્સને શું થય ગયું છે. :-/

* હવે જામનગરમાં થોડો વધુ સમય પસાર થય ગયો છે, તો ચાલો હવે આવતું અઠવાડિયું મુંબઈ ભમવામાં આવશે 😉

ગાય વિથ ગ્રીન પેન્ટ્સ

બેંગ્લોર દિવસ 2

* સવારે ઈડલી અને ઉળીદ વળાં કે મેંદુ વળાં આરોગવામાં આવ્યા.

* દિવસની શરુઆતના સેશન ખુબ જ બેઝીક પ્રેઝેન્ટેશન ટેકનીક પર હતાં 😦 ગઈ કાલ વાળો જ વ્યવસાયિક સ્પીકર આવેલો, આપણને તો એમાં બહુ કઈ રસ ન પડયો.

* આજે બપોરે હરી પ્રસાદ નાડીગ સાથે મુલાકાત થઈ. ત્રણ વર્ષ પહેલાં જ્યારે પ્રથમ વિકિપીડિયન અનિરુધ ભાટી સાથે મુલાકાત થઈ હતી ત્યારે હું હરીને મળ્યો હતો અને એ બન્ને લોકોએ મને વિકિપીડિયા પર આવવા પ્રોત્સાહન આપ્યું હતું 🙂 હરી પ્રસાદ ભારતનાં જૂનાં વિકિપીડિયનમાં નો એક છે, તે કન્નડ અને સંસ્કૃત વિકિપીડિયા પર પ્રબંધક પણ છે અને તેણે વિકિમીડિયા ભારત રચવામાં પણ ખુબ મદદ કરેલ છે.

* બસ એ દિવસ થી જ આખી જિંદગી બદલાય ગઈ અને આજે હરી મને જોઇને પણ ખૂશ થયો અને ઘણાં વિષયો પર ખુબ ચર્ચા થઈ.

* ત્યાર બાદ સુનીલ અબ્રાહમ સાથે મુલાકાત થઈ. સુનીલ, ભારતમાં ઈન્ટરનેટને લાગતી વળગતી ચળવળમાં ખુબ આગળ પડતું માથું છે. તેની સાથે પણ ચર્ચા કરવાની ખુબ મજા આવી, તે બહુ સારો વ્યક્તા અને વ્યક્તિ છે 😀

* બેંગ્લોરનાં વાદળોનાં પણ દર્શન નથી થયા 😀 સવાર થી સાંજ લગભગ એક જ ઓરડામાં નીકળી જાય છે. છેલ્લા એક વર્ષમાં જેટલું નારિયલ નહિ ખાધું હોય એટલું તો માત્ર બે દિવસમાં ખાધું, બધાજ શાકમાં નારિયલ !! 😮 તેમ છતાં અત્યારે તો સ્વાદિષ્ટ લાગે કારણ કે નવીન વસ્તુ છે, પણ જો અહિયાં જ રહેવાનું હોય તો તો વિચારવું પડે 😀

બેંગ્લોર દિવસ 2