દિવાળી 2014

… તો કેવીક રહી તમારી દિવાળી?

* મારી વાત કરું તો એકદમ કોરે કોરી, અત્યાર સુધીની સૌથી ભંગાર દિવાળી, લોકો માટે દિવાળી હતી અને મારા માટે તે સામાન્ય ગુરુવાર હતો. આ વખતે તો ઘરની ખુબ યાદ આવી, વિચારો પણ ખુબ આવ્યા કે in the end is it really worth staying away from the family?

* દિવાળી આમ તો સૌથી પ્રિય તહેવારો માનો એક તહેવાર, પણ હવે ઘર અને સગા સંબંધીઓથી દુર રહેવાની આદત પાડવી જ પડશે.

* દિવાળીનાં દિવસોમાં અહિયાં કોલેજમાં અમારી મીડ-ટર્મ પરીક્ષાઓ ચાલતી હતી.

* તેમ છતા એક દિવસ જામનગરના મિત્રો જોડે ઈન્ડીકીચ નામક ઇન્ડીયન હોટલમાં જમવા ગયા, અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી સરસ ઇન્ડીયન ફૂડ !!

* નવો ફોન વન પ્લસ વન લેવામાં આવ્યો છે, કેમેરા ઘણો સારો છે અને એનાથી પણ સારી બેટરી લાઇફ 🙂

* આજે કાર્તિક ભાઈ ન્યુ યોર્કમાં હતા, સમયનાં અભાવે અને સોમવાર હોવાને કારણે તેમને મળી ન શક્યો, ખાલી ફોન પર બે ત્રણ વખત વાત કરી.

* અમેરિકી જીવન અને ભણતર વિષે ઘણું બધું લખવું છે, પણ સમય જ નથી મળતો 😦 પહેલી વાર એવું થયું કે નવો ફોન આવ્યા બાદ તેને ચાલુ કરવાનો પણ સમય ન હતો એટલે ચાર પાંચ દિવસ બાદ ચાલુ કર્યો.

દિવાળી 2014

વેલેનટાઇન્સ ડે 2013

*તમે લોકો જ્યારે આ પોસ્ટ વાંચી રહ્યા હશો ત્યારે હું પુણે પરત જવા રાજકોટ થી અમદાવાદની બસમાં નીકળી ગયો હઈશ. છેલ્લા બે દિવસ રંગીલા રાજકોટમાં રંગીલા ગુજરાતીએ રંગ જમાવ્યો હતો 😀 એક જૈન શ્રીમંત કુટુંબમાં લગ્ન પ્રસંગ હોવાથી અને ઘરવાળાઓનાં કહેવાથી હાજરી આપવી પડે એમ હતી એટલે. રાજકોટ અહેવાલ પણ ટૂંક સમયમાં આપીશ.

*વેલેનટાઇન્સ ડે નો ખરેખરો મતલબ હજી સુધી સમજાયો નથી કે સમજવાનો પ્રયત્ન કર્યો નથી !!! ઘણા બધા મિત્રો (લગભગ બધાજ) અત્યારથી કમીટેડ છે એટલે કદાચ હું પુણે હોત તો પણ આ દિવસે કશુય ઉકાળી ન શક્યો હોત, મારે છેવટે તો એકલા જ જમવા જવાનો વારો આવત !!! જામનગર રાજકોટનાં લોકોને ખબર પડે કે હું પુણે સ્થિત છું તો એવી નજરે થી જુએ કે જાણે હું દસ દસ છોકરીયો લઇ ફરતો હોવ અને અમુક (પ)સુડો સંબંધીઓ તો ખાસ આ જ દિવસે સાંજના સમયેજ ફોન કરી પૂછે “ક્યાં છો” અથવા તો “શું પ્રોગ્રામ છે”. એટલે નક્કી કર્યું કે વેલેનટાઇન્સ ડે નાં જ મુસાફરી કરી લઈએ. ઘરનાઓ ને પણ ખાત્રી થઇ જાય કે આપણે હજુય સિંગલ છીએ. સિંગલ રહેવાના ઘણા બધા ફાયદાઓ છે, સૌથી મોટો ફાયદો કે હું પલંગની કોઈ પણ બાજુ થી ઉતરી શકું અને મરજી પડે તે કપડા પહેરી શકું 😛 !!!

*મને આશા છે કે આજે જામનગરમાં નવજુવાનીયાઓ ઠેર ઠેર લાલ વસ્ત્રોમાં ફરતા હશે, જે એક બે કેક શોપ કે કોફી શોપ છે ત્યાં તમને ઉભા રહેવાની પણ જગ્યા નહિ મળે, બધાને આજ દિવસ મળ્યો હશે પ્રેમ જતાવવાનો અને પુણે મુંબઈના નવજુવાનીયાઓ તો કદાચ મનસે અને શિવ સેનાનાં ડરથી કદાચ ક્યાંય જાહેરમાં નહિ નીકળે 😀 !!!

*અને દર વર્ષની જેમ જ આ વેલેનટાઇન્સ ડે નાં પણ આપણી પાસે ઝીરો ડેટ (ખજુર નહિ) છે.

*જો કોઈ પણ છોકરી આ વાંચી રહી હોય તો ….. આપણે સંકેતો બહુ પહેલા જ આપી દીધા છે  😀 !!!!

વેલેનટાઇન્સ ડે 2013