જામનગર – દિવાળી – 2013

* ઘણાં સમયથી કઈ લખવાનો અવસર નથી મળ્યો. આજ – કાલ વિકિપીડિયા અને મુક્ત જ્ઞાન માટે સહેજ lobbyingમાં પડ્યો છું. વધુ વિગતો આવતી કોઈક પોસ્ટમાં લખીશ.

* તમે સૌ તમારા પરિવાર જોડે હશો અને દિવાળી માણતા હશો તેવી આશા છે, મારી વાત કરું તો મારા પપ્પા ઓસ્ટ્રેલીયા અને સિંગાપોર વચ્ચે દરિયો ખેળે છે, મારી બહેન હૈદરાબાદ ખાતે છે, મમ્મી જામનગર અને હું અમદાવાદ, તો આ પ્રકારે મારું પરિવાર ચારેય દિશામાં પથરાયેલું છે 🙂

* મને તો યાદ પણ નથી કે અમે ચારેય લોકો દિવાળીમાં કે કોઈ તહેવારમાં છેલ્લે ક્યારે ભેગા હતા, પણ શું થાય? સંજોગોને કારણે હવે આદત પડી ગઈ છે.

* ગઈ દિવાળી તો ખુબ જ ખરાબ ગયેલ એટલે આ વખતે તો જામનગર કોઈ પણ કાળે જવું જ હતું, એટલે થોડા દિવસ માટે હું નવાનગર ખાતે છું 😀

* ઘણાં જુના મિત્રો અને (સુડો) સગા સંબંધીયો જોડે મુલાકાત થશે 😉 અને ઘરનું ખાવાનું મળશે !!

* આજે સાંજે તો હું જામનગરનાં ટ્રાફિકમાં ફસાણો 😮 …….. હા હા હા સાંભળીને અચરજ થાયને? મને પણ થયો હતો, પણ આ સત્ય છે 🙂

જામનગર – દિવાળી – 2013

આપણું અમદાવાદ

*આ પોસ્ટ તમે વાંચી રહ્યા હશો ત્યારે તો હું ચોટીલા કે લીંબડી આસ પાસ મારા બુલેટ પર અમદાવાદનો રસ્તો કાપતો હઈશ 😀 .

*અને હવે એમ સમજોને કે લગભગ એક આખું વર્ષ અમદાવાદમાં જ રહેવાનું છે 🙂 એટલે રોડ ટ્રીપને લાગતી વળગતી આ કદાચ છેલ્લી પોસ્ટ હશે 😉 .

*અત્યારે તો જિંદગીમાં ન ધારેલી વસ્તુઓ થય રહી છે, અમદાવાદ શું કામ જઉં છું તેની વિગતવાર ચર્ચા પછીની કોઈક પોસ્ટમાં કરીશ પણ એક વસ્તુ ખરા કે જિંદગીની એક ઈચ્છા પૂર્ણ થવા જઇ રહી છે અને બીજી ઈચ્છા સહેજ વિલંબિત થય રહી છે 😀 .

*ઘરે આવ્યાને હજુ પંદર દિવસ જ થયા કે ફરીથી ઘર છોડવાનો સમય આવ્યો 😦 પણ અમદાવાદ આપણું મનગમતા શહેરોમાં નું એક શહેર છે.

*ચાલો તો જામનગરથી આ મારી છેલ્લી પોસ્ટ, હવે પછી મળીશું અમદાવાદમાં 🙂 .

*અમદાવાદમાં જિંદગીની એક નવી શરૂઆત થવા જઇ રહી છે, જોઈએ આપણું અમદાવાદ આપણાં માટે કેવુક ફળે છે 😉 .

આપણું અમદાવાદ

જામનગર ટ્વીટપ

*ગઈ કાલે સાંજે એકાએક ટ્વીટપ પ્લાન કર્યું.

*મને ગણીને ચાર લોકો આવ્યા હતા 😀 શ્વેતા, પાર્થ અને હર્ષ.

*પાર્થ અને હર્ષ તો ઝેવિયર્સનાં મિત્રો તેઓને તો પહેલા મળેલો પણ શ્વેતા સેન્ટ આન્સની ઘણાં સીનીયર બેચની પાસ આઉટ છે તેને પહેલી વાર મળ્યો, મજા આવી.

*પાર્થ અને મારા વચ્ચે તો ઓપન સોર્સ ની દુનિયા કોમન છે એટલે ચર્ચા હરી-ફરીને કોમ્પ્યુટરને લાગતી વળગતી, તો વળી હર્ષ પણ તબીબીનો વિધ્યાર્થી છે પણ ટેકનોલોજી અને વેબનો શોખીન છે એટલે બહુ વાંધો ન આવે પણ અમારી વાતો પરથી શ્વેતા કંટાળી હોય તેવું લાગતું હતું 😀 પણ ઘણાં સમયે વાતો કરવાની મજા આવી 🙂

*નવા ખુલેલા ધ ચોકલેટ હેવનની મુલાકાત લીધી હતી, કોલ્ડ કોફી (પાણી વાડી :-o) પીધા બાદ પૂણે દુર્ગાની યાદ આવી ગઇ :-/

*ટ્વીટપ બાદ એક મિત્રની પાર્ટી ડોમિનોઝમાં હતી.

જામનગર ટ્વીટપ

પૂણે જામનગર અહેવાલ

*આ પોસ્ટ થોડી લેટ આવી રહી છે, પણ પૂણે થી જામનગર 1200 કિલોમીટરની બુલેટ પરની જર્ની સહેલી થોડી હોય 😛

*પૂણે થી 12 જુનના સવારે આશ્રેય સાળા સાત વાગ્યે નીકળ્યો, સામાનમાં એક બેગ હતી જે થોડી વધારે વજનદાર થય ગઈ હતી, પણ લેધર બેલ્ટ અને ઇલાસ્ટીક દોરડા વડે સરખી રીતે બાંધી દેવામાં આવી હતી, મેં પ્રોટેક્શન માટે એક બોડી આર્મર, ની ગાર્ડ, હેલ્મેટ પેહ્રેલા અને તળિયે સ્ટીલ-ટો શુઝ હતા. મુસાફરી દરમ્યાન હું કોમ્બેટ (મીલીટરી) પ્રિન્ટ વાળું કાર્ગો જ પહેરી રાખતો, એટલે ઘણા લોકોને એમ જ લાગતું કે કોઈક આર્મી વાળો આવ્યો છે, જેથી કોઈ પોલીસ વાળા ન રોકે 😉

rangilo on bullet* એકાદ કલાકમાં તો હું ખંડાલા પહોંચી ગયો હતો અને કામત હોટલ પર મસ્ત કોફી આરોગી ઘરે બધાને ફોન કરી દીધા, હજુ વરસાદ ન હતો. ખંડાલા ઘાટ ઉતરતી વખતે પણ વરસાદ ન નળ્યો, પાંચ થી છ કિલોમીટરનો ઘાટ મેં લગભગ પંદર થી વીસ મીનીટમાં પાર કરી લીધો.rangilo at kamat*મુંબઈ પહોંચતા રસ્તામાં બે થી ત્રણ વરસાદનાં ઝાપટાંએ મને પલાળ્યો. જેમ તેમ કરી પહેલા દિવસની સફર ચાર કલાકમાં પૂર્ણ કરી ઘરે આરામ કર્યો.

*મુંબઈ થી બીજા દિવસે સવારે સાડા સાતે નીકળ્યો તો વરસાદ ન હતો પણ રાતે પડેલા વરસાદ ને કારણે રસ્તાઓ બધાજ ભીના હતા જેથી આગળ ચાલતા ખટારાઓ અને ગાડીઓ ભરપુર કીચડ ઉડાડે, બુલેટ અને મારી હાલત બહુ ખરાબ થય ગઈ હતી, એવું લાગતુ હતું કે જાણે કીચડમાં આરોટિને આવ્યો હોવ.

*વરસાદ ન હતો એટલે હેલ્મેટનો કાચ પણ બંધ રાખીએ તો તે પણ કીચડથી ભરાય જાય અને કઈ દેખાય પણ નહિ, એટલે કાચ ખુલો રાખ્યો અને વાપી પહોંચ્યો તો કાળા મોઢા વાળા વાંદરા જેવું મોઢું થય ગયું હતું.

rangilo at vapi

*વાપીમાં બે કલાકનો આરામ કર્યો, બે મિત્રો ને મળી રવાના થયો

*જેવો વાપીથી બે કિલોમીટર દુર પહોંચ્યો તો ધોધમાર વરસાદ તૂટી પડ્યો, માત્ર બે જ સેકન્ડમાં આખે ને આખો ભીંજાય ગયો, તો થોડી જ વારમાં વરસાદ બંધ થયો અને ધૂળ ઉડવા લાગી, એટલે કપડા, મોઢાં, બેગ અને બુલેટની હાલત તો અતિશય ખરાબ થય ગઈ.

*સુરત થી ત્રીસ કિલોમીટર પહેલા થી જે વરસાદ ચાલુ થયો, એવો વરસાદ તો મેં કોઈ દિવસ મુંબઈમાં પણ નથી નિહાળ્યો. ધોધમારની કોઈ વ્યાખ્યા પણ તેને ન સમજાવી શકે એટલો ભારી અને મુશળધાર વરસાદ, એક બે સેકેંડ માટે તો મને પણ ડર લાગ્યો કે આ વરસાદમાં આ રસ્તો આપણાથી પાર નહિ થાય, પણ તોય હિમ્મત કરી સુરત વટી ગયો.

*વરસાદમાં હાય વે પર ટુ વીલર ચલાવવાનાં ફાયદાઓ ખુબ છે. બધા જ વાહનો ધીમી ગતિએ જતા હોય, બ્રેક નહીવત વપરાય, લાઈટો ચાલુ હોય અને ગતિ ધીમી હોય એટલે બીજો કોઈ ડર પણ ન રહે. માત્ર થોડી હિમ્મત દેખાળી થોડી કાળજી પૂર્વક ચાલવાનું રહે.

*સુરત વટ્યો તો વરસાદનું એક ટીપું પણ ન પડે !!! અંકલેશ્વર મિત્રને ત્યાં રાતવાસો હતો.

*બીજી સવારે બરોડા જવા માટે નીકળ્યો અને લગભગ બે કલાકમાં બરોડા પહોંચી ગયો. બરોડા ટેસ્ટીનાં વડા પાંવ અને પારસનાં પાન ખાધા. બે કલાકનાં આરામ બાદ અમદાવાદ જવા રવાના થયો.

*બરોડા અમદાવાદ નેશનલ હાયવે ખુબ જ ખરાબ છે, ટ્રાફિક પણ બહુ હોય અને રસ્તા પર કામ પણ ખુબ ચાલુ છે. જેટલો હું પૂણે અંકલેશ્વરનાં રસ્તે ન થાક્યો એનાથી વધારે બરોડા અમદાવાદમાં થાક લાગ્યો.

*અમદાવાદ બે રાત રોકાણો, આ જ બે રાત્રીમાં મારી જિંદગીનો એક પાસો પલટાય ગયો જેના વિષે વધુ આવતી પોસ્ટમાં લખીશ.

*હું છેલ્લા પાંચ વર્ષથી જ વોલેટ વાપરતો થયો, અને ઘરે પહોંચવાને એક દિવસની જ વાર હતી ત્યાં છેલ્લા દિવસે વોલેટ ખોવાય ગયું, પાકીટમાં તો માત્ર સો દોઢ સો રુપયા જ હતા, પણ લાયસન્સ, એ ટી એમ કાર્ડ ને બીજા એક બે અગત્યના કાગળ પણ ગયા !!!

*અમદાવાદથી વાયા રાજકોટ થય જામનગર પહોંચ્યો તો બારસો કિલોમીટરની સોલો ટ્રીપનો અંત આવ્યો. બુલેટ, બેગ અને મારી હાલત ખુબ જ ખરાબ હતી ઉપરથી નીચે સુધી કીચડ, વરસાદનું પાણી, ધૂળ, રેતી થી ભરાયેલ હતો અને એકદમ ખરાબ રીતે ટેન થય ગયેલો. હાથ પર ત્રણ શેડ પડી ગયેલા છે, ખબર નહિ  મૂળભૂત રંગ પાછો ક્યારે આવશે 😀

tanned rangilo

*આ મુસાફરીમાં આશરે 1900 રુપયાનું પેટ્રોલ લાગ્યું, કોઈ પણ પ્રકારનું બ્રેકડાઉન પણ ન થયું, જો મારા બુલેટમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો હોત તો તે ક્લચ કેબલ અથવા તો વાયરીંગમાં આવત, અને હું બંને માટે તૈયાર હતો. સાથે એક ક્લચ કેબલ, એક મીટરનો એક અઢારનો ઇલેક્ટ્રિક વાયર, ઇન્સુલેટીંગ ટેપ અને એક કટર સાથે રાખ્યું હતું, સ્પાર્ક પ્લગ પણ જોડે રાખવું હતું પણ તે લેવાનો સમય ન મળ્યો.

*હવે ભવિષ્યમાં આવતી ટ્રીપ લદાખ ખાતેની સોલો ટ્રીપ હશે, કોઈ છોકરી જો પીલીયન બનવા તૈયાર હોય તો આપણને કોઈ વાંધો નથી 😉 લદાખ માટે હું અત્યારે પણ માનસિક અને શારીરિક રીતે તૈયાર છું, બસ હવે ઘરનાઓને મનાવવાના છે 😀

પૂણે જામનગર અહેવાલ

ફોટો સ્ટુડયો અને જામનગર

*બેંકમાં ‘નો યોર કસ્ટમર’ હેઠળ ફોટો જમા કરવાનો આદેશ આવ્યો છે, અને થયું એવું કે મારી પાસે કોઈ મારો પાસપોર્ટ સાઈઝ ફોટો ન મળે, પણ સોફ્ટ કોપી ખરા 😉

*રખડતા ભટકતા જામનગરનાં એક પ્રસિદ્ધ ગ્રાફિક્સ સ્ટુડયો નામક જગ્યાએ પહોંચ્યો અને કહ્યું કે ફોટાની પ્રિન્ટો જોઈએ છે તો મોબાઇલ લગાવો અને એમાંથી સોફ્ટ કોપી વડે પ્રિન્ટ આપો.

*એટલે એને તો તરત જ નાં પાડી દીધી કે કોઈ પણ વસ્તુ પી સી પર લગાડવામાં આવશે નહિ >.< એટલે હું સમજી ગયો કે બિચારો વિન્ડોઝ અને વાયરસથી ત્રસ્ત હશે, એણે કહ્યું કે ફોટો ઈ મેલ કરો, ગુસ્સો તો એવો આવ્યો કે ઈ મેલમાં ટ્રોજન અટેચ કરીને મોકલી દઉં પછી જોવું છું શું ઉખાડે છે 😀

*એટલે તરત જ નેક્સસમાં થી ઈમેલ મોકલ્યો, તો તેણે પૂછ્યું કે કેટલી પ્રિન્ટો જોઈએ છે? મેં સામે દીવાલ પર લગાવેલ ભાવ પર ચીંધી કહ્યું કે પચાસ રુપયામાં સોળ પ્રિન્ટ આપી દો તો તે મને પૂછે કે અત્યારે જ જોઈએ છે? તો મેં કહ્યું હાં, પછી તે મને કહે કે અત્યારે જો હાથો હાથ પ્રિન્ટ જોઈતી હોય તો પચાસ રુપયામાં માત્ર આંઠ ફોટા મળે 😮

*મને કોઈ ઉતાવળ ન હોવાથી મેં તેને કહ્યું કે મને આવતા અઠવાડિયે આપશો તો પણ ચાલશે, તો તે હસવા લાગ્યો !!!

*મને એ ન સમજાયું કે તે વ્યક્તિ કોઈ પણ જાતનાં કામ ધંધા વગર બેઠો હતો, ખાલી તેને માઉઝ વડે બે ત્રણ બટનો ક્લિક કરવાના હતા, તેમ છતાય આટલી આળસ? 😮

*આ કોઈ અરજન્ટ કેસ તો હતો નહિ અને તે વ્યક્તિ પોતે નવરો બેઠો હતો તોય ધંધા પ્રત્યે આવો એટીટ્યુડ? ખરેખર જામનગરનાં વાતાવરણમાં એક અનોખી જ સુસ્તતા છે 😉

ફોટો સ્ટુડયો અને જામનગર

ટ્રાવેલ હેક જામનગર – હોંગ કોંગ

*આ વખતે વિકીમેનીયા માટેની ટીકીટ જાતે બુક કરવાની હતી અને વિકિમીડિયા ફોઉંન્ડેશન થોડા અઠવાડિયા રહીને પૈસા મોકલાવશે.

*એટલે આપણે તો હાથ ધોઈને લગભાગ બધીજ ટ્રાવેલ સાઈટો પર નજર રાખીને બેઠા હતા. છેલ્લા થોડા દિવસોમાં મેં ટ્રાવેલ હેક્સ (travel hacks) વિષે ખુબ વાંચી કરી સંશોધન કર્યું, એટલી તો ખબર પડી ગઈ કે જો સરખી રીતે ઊંડાણમાં ઉતરી જાતે જ ટીકીટ બુક કરાવો વગર કોઈ એજન્ટે તો ઘણા ફાયદાઓ થાય.

*કોઈ પણ જર્ની માટે પહેલા બેઝ લાઈન ફેર નક્કી કરી લેવો કે જેથી અંદાજો આવે કે તમારે આશરે કેટલા પૈસા કાઢવાના આવશે, ટ્રાવેલિંગનાં દિવસો ફ્લેક્સીબલ રાખવાના.

*મારે હોંગ કોંગ લગભગ બે અઠવાડિયાનો ઓગસ્ટમાં પ્રોગ્રામ છે, તો જો હું અત્યારે બુક કરાવું અથવા તો એકદમ એક કે બે દિવસ પહેલા તો મને સૌથી સસ્તી ટીકીટો મળે !! પણ આપણાથી છેલ્લા દિવસ સુધી રાહ જોવાય 😉 અને એમાય જો ભાવ નાં ઉતર્યા તો બહુ મુશ્કેલીયો ઉભી થય જાય !!

*હું તો યાત્રા, એક્સ્પીડીયા, મેક માય ટ્રીપ, ક્લીયરટ્રીપ, અકબર ટ્રાવેલ્સ ઓનલાઈન, સ્કાય્સ્કેન્ર, કાયાક, હિપ્મંક, ટ્રાવેલ એગ્રીગેટરો પર લગભગ દિવસમાં ત્રણ થી ચાર વખત ભાવ જોઈ લેતો, મુંબઈ થી હોંગ કોંગની સૌથી સસ્તી ટીકીટ કેથે પેસિફિકની હતી આશરે ત્રીસ હજાર રુપયા આસ પાસ !! અને થાય એરવેઝ ની ટીકીટ હતી એકત્રીસ હજાર, પણ થાય એરવેઝમાં મુસાફરીનો એક પડાવ એરબસ એ 380 માં કરવા મળે. તો આજે લગભગ નક્કી જ કરી નાખેલ કે થાય એરવેઝમાં ટીકીટ બુક કરાવી લઉં.

*એરલાઈન ટ્રાવેલની દુનિયામાં મેં એવું વાંચેલું, સાંભળેલું કે મંગળવારે બપોર પછી પ્લેનની ટીકીટોમાં ભરખમ ઘટાડો થાય છે, સાચું કે ખોટું ખબર નહિ પણ આજે આપણને તો મંગળવાર ફળ્યો :-D.

*રાત્રે મમ્મી સાથે એક ઘરે બેસવા જવાનું થયું તો રાતના લગભગ એક દોઢ વાગ્યે ઘરે આવ્યા અને અમસ્તો જ ટીકીટો જોવા બેઠો, ત્યાં તો જે મુંબઈ થી એર ઇન્ડિયાની ફ્લાયટનાં ભાવ સાંજ સુધી છત્રીસ કે સાડત્રીસ હજાર હતા એ અચાનક પચ્ચીસ છવીસ હજાર થય ગયા :-O અને એ પણ લગભગ બધીજ સાઈટો પર !!! પહેલા તો વિશ્વાસ જ ન થયો એટલે બે ત્રણ વખત ચેક કર્યું.

*પછી તો અમદાવાદ અને રાજકોટ અને જામનગર થી હોંગ કોંગ ની ટીકીટોનાં ભાવ જોયા તો લગભગ બધા ભાવ સરખા જ થતા હતા :-O !!! એટલે છેવટે મેં અકબર ટ્રાવેલ્સ ઓનલાઈન પર થી જામનગર થી હોંગ કોંગ ની ટીકીટ વાયા મુંબઈ બુક કરાવી જે મને સત્યાવીસ હજારમાં પડી :-D. જો હું મુંબઈ થી ટીકીટ કરાવું તો જામનગર મુંબઈ આવા જવાનો ખર્ચો બે ત્રણ હજાર થય જાય, તો પણ મને આ ફ્લાયટ સસ્તી પડે 😉 એટલે હવે હું પાંચમી ઓગસ્ટે જામનગર –> મુંબઈ –> દિલ્લી –> હોંગ કોંગ માટે રવાના થઈશ !!!

*એરબસ એ 380 માં ઉડવાનું સપનું તો સપનું જ રહી ગયું 😛 અને એર ઇન્ડિયાની અંતરરાષ્ટ્રીય ઉડાન :-O !!! પણ અંગ્રેજીમાં કહે છે ને કે “Beggars can’t be choosers” 😛

નોંધ : ફ્લાય્ટો ખાસ કરીને અંતરરાષ્ટ્રીય બુક કરાવતાં સમયે બ્રાઉઝરમાં પ્રાયવેટ મોડ (ફાયરફોક્સ) કે ઇન્કોગનીટો (ક્રોમ) મોડ પર જતું રહેવું, નહીતર સાલાઓ દૃષ્ટ પાપીઓ તમને કુકીઝ વડે ટ્રેક કરશે એટલે દર વખતે તમે સર્ચ કરશો તો ભાવ વધતો જશે 😀 😛 !!

ટ્રાવેલ હેક જામનગર – હોંગ કોંગ

pune-jamnagar

*પુણે થી જામનગરની આ કદાચ nth વખતની જર્ની હતી 😀 પુણે થી અમદાવાદ અને અમદાવાદ થી જામનગર બસમાં આવાનું

*પુણે અમદાવાદ રૂટ પર આ વખતે પણ બરોડા પાસે ટ્રાફિક જામ હોવાથી બસ અમદાવાદ સાડા અગ્યારે પહોંચી જેથી તેણે ગામ ની બાર વિશાલા હોટલ પાસે જ ઉતારી દીધા અને જામનગર ની બસ બપોરે દોઢ વાગ્યાની એટલે બે કલાક કેમ પસાર કરવા !!!

*મિત્ર રોનકને બોલાવી લેવામાં આવેલો અને ઘણા વખતથી બાકી રહી ગયેલું લો ગાર્ડન પાસેનું રેસ્ટ્રો સ્વાતી સ્નેક્સ જવાનું નક્કી કર્યું 😉

*સ્વાતી સ્નેક્સ ખુબ જ પ્રખ્યાત અને સરસ મજાનું રેસ્ટ્રો છે, જેમ નામ સૂચવે છે એ જ રીતે ત્યાં ખાલી સ્નેક્સ ખાવા જવાનું પેટ ભરીને જમવાનું નહિ 😀 ત્યાં તમને ટીપીકલ ગુજરાતી અને પારસી વાનગીઓ મળશે, પાનકી ચટણી, હાંડવો, ધાન સાક ભાત અચૂક ખાવા જેવું છે. જગ્યા પણ સારી છે માત્ર ભાવ પ્રમાણે ક્વોન્ટીટી નથી 😀 એટલે જ નાસ્તો કરવા જ જવાનું, પેટ અને ખિસ્સા બને હળવા રહે 😉

*દોઢ વાગ્યાની નીતા ટ્રાવેલ્સમાં પાલડી થી જામનગર ની ટીકીટ હતી, વોલ્વોની મલ્ટી એક્સેલ બસ, ઓનલાઈન બુકિંગ, આગળની સૌથી પહેલી સીટ અને કુપન કોડનો પચાસ રુપયાનો ફાયદો 😉 …. છે ને ડેડલી કોમ્બો?? પણ આનાથી પણ ભયજનક કોમ્બો કોને કહેવાય ખબર છે? જ્યારે તમને 6 કલાકની મુસાફરીમાં હિમ્મતવાલા અને ચશ્મે બદ્દૂર જેવી ફિલ્મો દેખાડે અને એ પણ બેક ટુ બેક 😦 આ ફિલ્મો જોવા કરતા કોઈ ફાંસીએ ચડાવી દે તે વધારે યોગ્ય લાગે, આ ફિલ્મો જોયા બાદ વિચાર આવે કે શું નિર્માતાઓ ફિલ્મો બનાવીને કોઈ દિવસ આ ફિલ્મો નિહાળતા હશે પણ કે નહિ? આટલી બોગસ ફિલ્મો !! અને તેમ છતાય તે ઇન્ડીયન માર્કેટમાં ચાલી જાય, તે વધારે નવાઇની વાત લાગે !!! આ ખરેખરો કળયુગ છે !!!

*જામનગર તો હજુ પણ એટલું જ વ્હાલું લાગે છે 🙂 અહી ઉનાળો પણ અહીનાં લોકો જેવો ખુબ જ મંદ અને સુસ્ત હોય છે, ત્રીસ પાંત્રીસ ડીગ્રી તાપમાન અને બપોરે પણ બહાર નીકળો ત્યારે પવન તો ચાલુ જ હોય, અમદાવાદ રાજકોટ જેવો ઉકળાટ પણ ન થાય અને સાંજ પડ્યે તો મજા જ આવી જાય !!

*જો કોઈ જામનગરી આ પોસ્ટ વાંચતું હોય તો કહેજો, આપણે ક્યારેક મળીશું 🙂

pune-jamnagar