* લગભગ 2 મહિના બાદ કૈક લખી રહ્યો છું.
* 2013 એકંદરે સારું વર્ષ રહ્યું.
* છેલ્લાં થોડા સમય થી થોડી નવા જૂની ચાલી રહી છે. ખરા સમય આવા પર વધુ કહેવામાં આવશે 😀
* આ વર્ષમાં કળવા/મીઠાં લોકોનાં કળવા/મીઠાં અનભવો થયાં.
* અમદાવાદમાં જેમ 31 ડીસેમ્બર નજીક આવે એમ પોલીસનું ચેકિંગ અને કોઈના ખાલી ફ્લેટ માટેની શોધ વધી જાય 😉
* આપણા માટે તો દિવાળી પછી જ નવું વર્ષ ચાલું 🙂
* આશા છે કે આવતી 31 ડીસેમ્બર ન્યુ યોર્ક શહેર કે અંકલ સેમમાં બીજી કોઈ જગ્યાએ ઉજવવા મળે B-) 😀
* 2014 માં નિયમીત બ્લોગ લખવાનું રાખીશ – આને ન્યુ યર રીઝોલ્યુશન ન માનવું !!
* બાકી 2013 નાં અંતે પણ મારા બુલેટની પાછલી સીટ ખાલી જ છે 😀 😉