વિકીમેનીયા 2013 હોંગ કોંગ

*કહેવાની જરૂર તો નથી, ઘણા બધા લોકો કદાચ જાણી તો ગયા જ હશે, તો પણ અજાણ્યા લોકો માટે –> આ વર્ષે મને વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા વિકીમેનીયા ખાતે હાજર રહેવા માટે મને સ્કોલરશીપ મળી છે 😀

*અને વિકીમેનીયા 2013 આ વર્ષે હોંગ કોંગ ખાતે છે 😉

*વિકીમેનીયા એ એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ છે જેમાં વિકિપીડિયાનાં કર્મચારિયો અને સ્વયંસેવકો ભેગા થાય અને અલગ અલગ વિષયે વાતો થાય અને કાર્યક્રમો વિષે ચર્ચા થાય.

*અને દર વર્ષ ની જેમ ફાઉન્ડેશને આ વર્ષે પણ સ્વયંસેવકો માટે સ્કોલરશીપ રાખેલ જેમાં છેલ્લા રાઉન્ડમાં આશ્રેય 700 અર્જીયો પહોંચી અને એમાંથી 120 ની પસંદગી થય.

*કાર્યક્રમ 7 થી 12 ઓગસ્ટનો છે, વિઝાની કોઈ ચિંતા નથી 😉

*વિકીમેનીયા 2012 માણવામાં થોડી ઘણી નાની ભૂલો થય હતી, એની આ વખતે કાળજી રાખવામાં આવશે અને હોંગ કોંગ પણ વ્યવસ્થિત રીતે સ્માર્ટ ફોનની મદદથી ખુંદવામાં આવશે 😀

*જો તમે કોઈ હોંગ કોંગ વિષે જાણતા હોવ તો અચૂક લખજો અને આમેય હું તો હોંગ કોંગ દિવસ 0 થી શરૂઆત તો કરીશ જ 😉

વિકીમેનીયા 2013 હોંગ કોંગ

વીકી લવ્ઝ પબ્લિક આર્ટ

*આજે એક સારા સમાચાર મળ્યા. વિકિમીડિયા સ્વીડન ચેપ્ટર અને યુરોપીયાના દ્વારા આ વર્ષે એક વીકી લવ્ઝ પબ્લિક આર્ટ નામક ફોટોગ્રાફી સ્પર્ધા થવાની છે. અને હું તેની આંતરરાષ્ટ્રીય જ્યુરીનાં પાંચ સભ્યોમાં નો એક સભ્ય છું. 😀

*આ વર્ષે ભારત આ સ્પર્ધામાં ભાગ નહિ લઇ શકે કારણ કે આપણી પાસે એવું કોઈ પબ્લિક આર્ટને ઓળખ આપતું સંગ્રહ કે ડેટાબેઝ નથી, જે ખરેખર દુખદ વાત છે.

*જ્યુરીમાં પાંચ લોકો હશે અને અમારું મોટા ભાગે કામ છેલ્લા રાઉન્ડમાં પહોંચેલા ફોટાઓમાં થી સર્વશ્રેષ્ઠ ફોટો નક્કી કરવાનું હશે. જ્યુરીનાં પાંચમાં ના ત્રણ સભ્યો નક્કી થય ગયા છે, બાકીનાં બે પણ જલ્દી થય જશે. નવા લોકો સાથે કામ કરવાની મજા આવશે અને ઘણું શીખવા પણ મળશે.

*વધુ વાતો આવતી પોસ્ટમાં !!! 🙂

વીકી લવ્ઝ પબ્લિક આર્ટ

ગુજરાતી ઇનપુટ મેથડ

*તમે લોકો જ્યારે આ પોસ્ટ વાંચી રહ્યા હશો ત્યારે ફાયરફોકસ પર મને નારાયમ, jquery.ime, લોકલ સર્વર નું વાતાવરણ તૈયાર કરતા લગભગ ૨-૩ કલાક નો સમય પસાર થયો છે. અને શું છે આ jquery.ime?, એની ચર્ચા હું કરીશ.

*તમે લોકો ગુજરાતી કઇ રિતે ટાઇપ કરો છો એ મને જરુર થી જણાવજો. હું તો વર્ષોથી ગુગલ transliterate કે લિપ્યાંતરણ વાપરતો, ગુગલ ક્રોમ પર તો તેના માટે એક્સ્ટેન્શન પણ છે. થોડા સમય પહેલા ફાયરફોક્સ માટે પણ તે ઉપ્લબ્ધ હતુ. હું અત્યારે ફાયરફોક્સ ઓરોરા વાપરી રહ્યો છું, અને તેના માટેઅ તે એકસ્ટેનશન હજુ ઉપ્લબ્ધ નથી એટલે મારે ગુગલ પર ટાઇપ કરી કોપી પેસ્ટ કરવું પડતું.

*વિકિમીડિયા ફાઉન્ડેશન અને ઓપન સોર્સ ક્મ્યુનિટી દ્વારા એક jquery.ime નામક લાય્બ્રેરી તૈયાર કરવામાં આવેલ છે જે અત્યારે લગભગ બધા જ વિકિપીડિયા પર બાય ડિફોલ્ટ ઉપ્લબ્ધ છે. પણ આ લાય્બ્રેરી અત્યાર સુધી ખાલી વિકિપીડિયા પર જ ચાલતી હતી. અને કદાચ કોઇક વ્યક્તિ આ લાયબ્રેરી ને ફાયરફોક્સ અને ક્રોમનાં એક્સ્ટેનશનમાંઅ બદલવાનું કામ પણ કરી રહ્યું છે.

*એટલામાં યુ ટ્યુબ પર જેકોર કરીને મેક્સિકન સભ્યએ jquery.ime નું સરસ deconstruction કે walk through કર્યુ છે. અને છેલ્લે તેણે ફાયરફોક્સ માટે બુકમાર્ક્લેટ કઇ રિતે બનાવવું તે પણ બતાવ્યુ છે.

*છેલ્લા ઘણાં દિવસો થી આના પર નજર હતી, અને આજે જ્યારે સમય મળ્યો તો આપણે પણ ઓરોરા માટે અત્યારે બુકમાર્ક્લેટ તૈયાર કરી દિધું છે !!!

*મારે ખાલી એક લોકલ સર્વર ચાલૂ કરવું પડે અને કોઇ પણ ટેક્સ્ટ ઇનપુટ એરિયા પર આવું અને જેવું બુકમાર્ક પર ક્લિક કરું એટલે મને વિકિપીડિયા પર જેવું ભાષા નક્કિ કરવાનું મેનુ મળે તે દેખાય અને કોઇ પણ ભાષા સિલેક્ટ કરી હું તેમાં ટાઇપ કરી શકું. અને જ્યારે અંગ્રેજીમાં ટાઇપ કરવું હોય ત્યારે ખાલી ctrl m દબાવવાનું રહે છે.

*મેં python -m SimpleHTTPServer 8080 વડે લોકલ સર્વર ચાલુ કરેલ અને મારુ લોકલ હોસ્ટ http://0.0.0.0 પર હોવાથી મારે થોડા ઘણા લોકેશનોમાં ફેરફાર કરવા પડ્યા.

*આ સેટપ તૈયાર કરવા માટે તમને ગિટહબ પરથી આ લાય્બ્રેરી અને ફાયરબગ જોઇશે, યુ ટ્યુબનાં ઉપર બતાવેલ વીડીયો જોઇશે, અને અખત્રા કરવાની હિમ્મત અને ધગસ અને સહેજ સામન્ય જ્ઞાન જોઇશે. આ ઇન્પુટ મેથડ વિન્ડોઝ પર કઇ રિતે ચલાવવી એનો મને કોઇ પણ પ્રકારે અંદાજો નથી.

*આ વસ્તુ તમને કદાચ કોઇ પણ કોલેજનાં અભ્યાસક્રમમાં શિખવવામાં નહી આવે, એટલે જો તમારે તમારા મિત્રો સામે ખોટા ફાંકા મારવા હોય તો પણ બહુ ઉપયોગી છે 😀

*કદાચ તમે પણ જો આનો પ્રયોગ કરવા માગત હોવ અને ક્યાંય અટકાય જાવ તો વિના સંકોચે પુછી લેજો પણ પહેલાં RTFM. 😀

ગુજરાતી ઇનપુટ મેથડ

ગ્નુનીફાય 2013 અહેવાલ

*ગ્નુનીફાય હંમેશા મારા માટે ખુબ જ મહત્વનું રહેશે, કારણકે અહિયાંથી જ મારી વિકિપીડિયા સાથેની સફર ચાલુ થયેલ. આવી બે ગ્નુનીફાય પહેલા મારી મુલાકાત અંગ્રેજી વિકિપીડિયાનાં પ્રબંધક અનિરુધ ભાટી સાથે થય અને તેણે જ મને “રંગીલો ગુજરાતી” નામક સભ્ય ખાતું બનાવી આપેલ, એટલે ત્યારથી જ “રંગીલો ગુજરાતી” નો જન્મ થયો અને પછી ઘણા લોકો મને આજની તારીખે પણ રંગીલો ગુજરાતી તરીખે જ ઓળખે છે ન તો અર્ણવ તરીખે, એટલે ગ્નુનીફાયે મને એક ઓળખ આપી છે એમ કહું તો પણ ચાલે !!! એટલે જ હું ઘરેથી વહેલો પુણે ભાગી ગયો 😀

*બે વર્ષ પહેલા ગ્નુનીફાયમાં વધારે મજા આવતી, હવે બહુ ઓછા રસિક સેશનો હોય છે, પણ આપણે તો વિકિપીડિયાના બધા સેશનોમાં હાજરી આપીએ. દર વખતની જેમ વિકિમીડિયા ફાઉન્ડેશન આ પરિષદ માટે પોતાના ઘણા કર્મચારીઓ મોકલે છે. એટલે સીધી તેમની જોડે જ વાત કરવાની અને કામ કરવાની ખુબ જ મજા આવે, હવે તેમના થોડાક લોકો જેમ કે અલોલીતા શર્મા (ડીરેક્ટર લેન્ગવેજ એન્જીનીયરીંગ), સીબ્રેન્ડ (પ્રોડક્ટ મેનેજર), અમીર આહારોની (સોફ્ટવેર એન્જીનીયર લોકલાય્ઝેશન), સંતોષ થોટીંગલ (સોફ્ટવેર એન્જીનીયર લોકલાય્ઝેશન), યુવી પાન્ડા (મોબાયલ ડેવલોપર) સાથે ખુબ જ સારી મિત્રતા થય ગઇ છે.

*આ વખતે અમદાવાદથી મિત્ર હર્ષ કોઠારી પણ જોડાયેલ તેણે અને યુવી પાન્ડાએ મને અને પુણેનો વિકિપીડિયન અને મિત્ર પ્રતિક લાહોટીને ઘણું બધું શીખવ્યું, ખુબ જ મજા આવી. ફાઉન્ડેશન, ચેપ્ટર, અને સી.આય.એસનાં કર્મચારીઓ સાથે વિકિપીડિયા અને ભારતમાં થનારી કામગીરીઓ માટે ખુબ બધી ચર્ચાઓ થય, જોઈએ હવે આ ત્રણેય મળીને શું કરે છે 😛

*આ વખતે ફાઉન્ડેશનનાં ગિટહબ પર જેક્વેરી લાયબ્રેરીમાં એક ગુજરાતી કીબોર્ડની સ્ક્રીપ્ટ પર એક નાનકડો ફેરફાર કરી પેચ મુક્યો અને અમીર આહ્રોનીએ તેને રીવ્યુ કરી તરત જ મર્જ કરી દીધો, ઘણો આનંદ થયો 😀 અને છેલ્લા દિવસે વિકિપીડિયા પર ગેજેટ્સ અને એ.પી.આઈ સેન્ડબોક્સ પર અટકચાળા કર્યા અને યુવીએ અને હર્ષે એજેક્સ પણ થોડું ઘણું શીખવ્યું. ટૂંકમાં કહું તો છેલ્લા ત્રણ દિવસ ઘણા સારા ગયા ખુબ મજા આવી અને ઘણું બધું શીખવાનું મળ્યું 🙂

ગ્નુનીફાય 2013 અહેવાલ

વર્ડકેમ્પ દિવસ 2

*વર્ડકેમ્પ દિવસ એક ઘણા કારણોસર ખુબજ અનોખો હતો 😉

*રાતના અમિત સિંઘ, હર્નીત ભલ્લા, જયદીપ પરીખ, પ્રતિક નીકમ, રોહિત લંગડે અને હું અમે આટલા લોકો હોટલ અદિતિના રૂમ 504માં ખુબજ ધમાલ મચાવી, બહુ હસ્યા ખુબ બધા વિષયો પર ચર્ચા કરતા કરતા સાડા ચાર ક્યાં વાગી ગયા ખબર જ ન પડી. બીજા દિવસે મારી રજૂઆત હોવા ને કારણે હું તો સાડા ચારે ઊંઘી ગયો અને આંઠ વાગે ઉઠી તૈયાર થય પરિષદ સ્થળે પહોંચી ગયો હતો.

*બીજા દિવસે પણ લોકો થોડા મોડાં જ આવ્યા, સવારમાં ચા અને દાળવડા ખાવાની મજા આવી. એકવીસ વર્ષીય વેબ ડીઝાયનર ડ્રોપ આઉટ ફેમ કિંગ સિદ્ધાર્થ સાથે મુલાકાત થય. થોડી વાર તો મને લાગ્યું કે આજે રવિવાર હોવા ને કારણે કોઈ નહિ આવે, પણ થોડી જ વારમાં લગભગ બધા આવી ગયા.

*મારી રજૂઆત વિકિપીડિયા અને બ્લોગર્સ વિષે હતી, મારી સ્લાય્ડો ખુબ જ બકવાસ હતી, સમય ન હોવાથી સ્લાય્ડ સરખી રીતે ન બનાવી શક્યો, મારી રજુઆતની વચ્ચે જ બધાને પ્રશ્નો પૂછવાની છુટ આપેલ. થોડા ઘણા લોકોએ સારા એવા સવાલ પૂછ્યા, કોઈકે એરન સવારટ્ઝ વિષે પૂછ્યું તો કોઈકે લાયસન્સો વિષે પૂછ્યું. રજૂઆત પૂર્ણ થયા બાદ એક વસ્તુ તો નક્કી કરી જ લીધી છે કે હવે પછીના બધાજ પ્રેઝેનટેશનો વ્યવસ્થિત રીતે સમય આપીને અગ્ન્રેજીમાં જેને “lucid” કહી શકાય તેવા બનાવા છે. પણ રજૂઆત અને ચર્ચા કરવાની ખુબ મજા આવી.

*બીજો દિવસ પણ પ્રમાણમાં ઘણો સારો રહ્યો, ઘણાં નવા લોકો સાથે પરિચય થયો અને નવું જાણવા શીખવા મળ્યું. લેપટોપ પર લગાવવા નવું સ્ટીકર પણ મળ્યું 😀 !!

*સાંજે હોટલ પર જય સામાન લઇ અંગત મિત્ર કૌશલ વ્યાસને ઘરે જમવાનું હતું અને તેના ઘર પાસે થી જ બસ પણ પકડવાની હતી !!

*બસની મેં ઈ ટીકીટ કરાવેલ, તો બસ નો લે આઉટ જોઈ બે નંબર ની બારી વાડી સીટ કે જે ડ્રાયવર ની પાછળ આવે અને પગ લાંબા કરવાની પણ સારી એવી જગ્યા મળે તે બૂક કરાવેલ, તો બસમાં ચડ્યા બાદ એક નંબર પર એક ભાઈ બેઠા હતા તે મને જોઈ બે નંબર પર જતા રહ્યા, તો મેં તેમને કહ્યું કે બે નંબરની સીટ મારી છે, તો મને કહે કે બે નંબર બહાર ની બાજુ છે :। મેં કહ્યું બને જ નહિ પણ તે માનવા માટે તૈયાર જ ન થાય, થોડી બોલા ચાલી થય ગઈ. ગુસ્સો તો ત્યારે આવ્યો જયારે તેણે મને કહ્યું કે તારે અંદરની સીટ પર બેસવું હોય તો બેસી શકે, મેં પૂછ્યું “બેસવું હોય તો” નો મતલબ શું? સીટ ની બાજુમાં ચોખે ચોખું 2 નંબરની બાજુ W લખેલ તે પણ ડોબાને વંચાવ્યું પછી મને બેસવા દીધો. મારે કોઈ અંદરની સીટ ખાઈ નહોતી જવી, તેમને કદાચ વિનંતી કરી હોત તો આપણે બહારની બાજુ માં બેસીએ કે અંદર કોઈ ફરક ન પડે પણ આવી માથાકૂટ કરી મને ખોટો પુરવાર કરે તે ન મજા આવે !!!

વર્ડકેમ્પ દિવસ 2

વિકિપીડિયા અને કોન્સર્ટ

*હમણાં બે ત્રણ દિવસ પહેલા પુણેમાં આયોજિત ઇન્ડો-જર્મન મેળામાં જવાનું થયું. 14 જાન્યુઆરી નાં રોજ અગ્નિ બેન્ડનો કાર્યક્રમ હતો અને પ્રેવશ દર નિશુલ્ક 😀 હું મારો નીકોનનો ડીએસએલઆર લઈને ગયેલો, ભીડ ખુબ જ હતી, શો ચાલુ થવાની થોડી વાર પહેલા ધક્કા મુક્કી કરીને જેમ તેમ આગળ પહોંચ્યો, કોન્સર્ટમાં મજા આવી પણ સરખા ફોટાઓ ન પડ્યા 70-300 એમએમ નો લેન્સ અને વાયબ્રેશન રિડકશન નાં હોવાને કારણે ફોટાઓ ખુબ હલી ગયા. થોડા ઘણા સારા ફોટાઓ પણ આવ્યા. ઘણા બધા લોકો કેમેરા લઈને આવેલા પણ સ્ટેજ પાસે કોઈને પણ જવા ન દેતા હતા, જેની પાસે પાસ હોય તેનેજ જવા દે.

*શો ખતમ થયા બાદ હું એક સ્વયંસેવકને મળ્યો અને કહ્યું કે હું વિકિપીડિયા માટે ફોટાઓ પાડું છુ, પણ મને કોઈએ સ્ટેજ પાસે ન જવા દીધો તો તેને મારો સંપર્ક એક વ્યવસ્થાપક સાથે કરાવ્યો અને સ્ટેજની પાછળની બાજુ વીઆઈપી કક્ષમાં તેને મળવા લઇ ગયો। વ્યવસ્થાપક સાથે પણ વાત કરી અને મેં વિકિપીડિયાનું સ્વેટશર્ટ પહેર્યું હતું, તેમણે મને કાર્યક્રમના પીઆર એટલેકે પબ્લિક કે પ્રેસ રીલેશનના માણસ પાસે મોકલ્યો અને કહ્યું કે મારું નામ આપી દેજો એ તમારી મદદ કરશે 😀 પીઆરને મળ્યો અને કહ્યું કે હું વિકિપીડિયા માટે સ્વેચ્છિક રીતે ફોટાઓ લઉં છું અને ફોટાઓ પબ્લિક ડોમેનમાં ફ્લીકર પર પણ અપલોડ કરું છું. તેને પબ્લિક ડોમેન કે ફ્લીકર વિષે તો કદાચ કઈ ખબર નહિ પડી હોય, પણ મારો આત્મવિશ્વાસ અને વિકિપીડિયાનું સ્વેટશર્ટ જોઈ મને તરત જ “Press” લખેલ પાસ આપી દીધો અને કહ્યું કે હવે તમને કોઈ પણ ક્યાંય નહિ રોકે :D.

*ગઈ કાલે રઘુ દિક્ષિત આવેલ, હું તો ભીડ ને ચીરીને “press ” નો પાસ દેખાડતો દેખાડતો સ્ટેજથી લગભગ ત્રણ ચાર ફીટ દુર પહોંચી ગયો અને ફોટાઓ પાડવાની અને કોન્સર્ટ એકદમ નજીકથી અને આરામથી જોવાની ખુબ મજા આવી. આવતી કાલે કોઈ શાયર એન્ડ ફન્ક નામનું કોઈ બેન્ડ આવે છે અને 19 તારીખે ઇન્ડયન ઓશ્યન આવે છે, ફરી પાછો હું “press ” નો પાસ લઇ ફોટાઓ પાડવા અને કોન્સર્ટ નિહાળવા પહોંચી જઈશ.

*મેં કહ્યું એ પ્રમાણે ફોટાઓ પબ્લિક ડોમેનમાં ફ્લીકર પર અહિયાં અપલોડ કર્યા છે, અગ્નિ અને રઘુ દિક્ષિત.

*વિકિપીડિયા પર યોગદાન કરવાનો હજુ એક ફાયદો મળી ગયો 😀 .

વિકિપીડિયા અને કોન્સર્ટ