… તો કેવીક રહી તમારી દિવાળી?
* મારી વાત કરું તો એકદમ કોરે કોરી, અત્યાર સુધીની સૌથી ભંગાર દિવાળી, લોકો માટે દિવાળી હતી અને મારા માટે તે સામાન્ય ગુરુવાર હતો. આ વખતે તો ઘરની ખુબ યાદ આવી, વિચારો પણ ખુબ આવ્યા કે in the end is it really worth staying away from the family?
* દિવાળી આમ તો સૌથી પ્રિય તહેવારો માનો એક તહેવાર, પણ હવે ઘર અને સગા સંબંધીઓથી દુર રહેવાની આદત પાડવી જ પડશે.
* દિવાળીનાં દિવસોમાં અહિયાં કોલેજમાં અમારી મીડ-ટર્મ પરીક્ષાઓ ચાલતી હતી.
* તેમ છતા એક દિવસ જામનગરના મિત્રો જોડે ઈન્ડીકીચ નામક ઇન્ડીયન હોટલમાં જમવા ગયા, અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી સરસ ઇન્ડીયન ફૂડ !!
* નવો ફોન વન પ્લસ વન લેવામાં આવ્યો છે, કેમેરા ઘણો સારો છે અને એનાથી પણ સારી બેટરી લાઇફ 🙂
* આજે કાર્તિક ભાઈ ન્યુ યોર્કમાં હતા, સમયનાં અભાવે અને સોમવાર હોવાને કારણે તેમને મળી ન શક્યો, ખાલી ફોન પર બે ત્રણ વખત વાત કરી.
* અમેરિકી જીવન અને ભણતર વિષે ઘણું બધું લખવું છે, પણ સમય જ નથી મળતો 😦 પહેલી વાર એવું થયું કે નવો ફોન આવ્યા બાદ તેને ચાલુ કરવાનો પણ સમય ન હતો એટલે ચાર પાંચ દિવસ બાદ ચાલુ કર્યો.
Would you send me instructions/invite for purchase the OneplusOne phone. I have been trying to get one but haven’t been successful yet. Thanks,
Well if you are in India, an invite wouldn’t be useful since the company doesn’t sell One Plus One in India, yet. They are launching pretty soon in India.