નોસ્ટેલજ્યા હોર્ડ્ર

* નોસ્ટેલજ્યા હોર્ડ્ર એટલે કેજૂની પુરાણી યાદો પકડી રાખનાર અથવા તો ખાલી યાદ રાખનાર.

* આમ તો હવે આ આદત બની ગઈ છે. નાનો હતો ત્યારે ફોટાઓની પાછળ તારીખ લખીને રાખતો, કે એ ફોટો ક્યારે પાડવામાં આવ્યો.

* ત્યાર બાદ મારો પહેલો ફોન નોકિયા એન 73 માં કેલેન્ડરની સુવિધા હતી, જે બહુ ગમી. એટલે વાર તહેવારે કેલેન્ડર એન્ટ્રી પડી જાય.

* મારું આખું કેલેન્ડર વિચિત્ર એન્ટ્રીઓ થી ભરેલ હતું; જેમકે – જામનગરમાં છેલ્લો દિવસ, સ્કૂલનો છેલ્લો દિવસ, પુણેમાં પહેલી રાત, હોસ્ટલમાં છેલ્લો દિવસ, મિત્રો જોડે છેલ્લું ડીનર, પહેલી બીયર, વોડકા, વિસ્કી 😉 અને હજુ પણ પહેલી ડેટ ની એન્ટ્રી બાકી છે 😀

* કેલેન્ડર પર એન્ટ્રી પાડવાની આદત એવી તે પડી ગઈ કે હજુ એ છૂટી નથી અને હવે ગુગલનો સ્માર્ટ ફોન આવી જતાં બધા યંત્રો પર કેલેન્ડર એન્ટ્રીઓ એકત્રિત કરવું પણ ખુબ સહેલું થયું છે.

* દર વર્ષે આવી કોઈ તિથી કે તારીખ આવે એટલે હું નોસ્ટેલજ્યામાં ખોવાય જઇ એક કે બે વર્ષમાં હું ક્યાં થી ક્યાં પહોંચ્યો તે મનો-મન વિચાર વિમર્શ કરી લઉં છું.

* તો આજે શું છે? ચાર જુલાય 2012 નાં રોજ હું અમેરિકા ગયો હતો. અને આજથી એક મહિના બાદ હું ફરીથી અમેરિકા જવાનો.

* આંઠ મે 2012 નાં રોજ મેં અમેરિકાના વિઝા મેળવેલા, અને આ વખતે પણ આંઠ મે 2014 નાં અમેરિકાના વિઝા લીધા.

* ગયા વર્ષે ઓગસ્ટ પાંચના દિવસે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ થી હોંગ કોંગ જવાનું થયું, તો આ વખતે પણ ઓગસ્ટ પાંચ નાં મુંબઈ થી જ અમેરિકા જવાનું છે 😀

* અને આવા તો ઘણાં કિસ્સા છે.

* આ બધું માત્ર એક કો-ઇન્સીડંસ કહી શકાય અથવા તો મને કેલેન્ડર ની તારીખો જોડે ઓબ્સેસીવ કમ્પલ્સિવ ડીસઓર્ડર હશે.

* તો આ મારા માટે ભારતમાં છેલ્લો મહિનો છે (જો કોઈએ મને મળવાની ઈચ્છા હોઈ તો જરા વહેલા જાણ કરવી 😉 ).

* છેલ્લા ત્રણ મહિના થી નિયમિત સ્વીમ્મીંગ કરવામાં આવી રહ્યું છે, એટલે થોડા સમયથી નિયમિતતા જળવાઈ રહી છે.

* હવે માત્ર ત્રીસ – પાંત્રીસ મિનીટ માં એક કિલોમીટર જેટલું સ્વીમ્મીંગ કરી લેવાય છે 😎

* ઇન્ટરનેશનલ ડ્રાયવીંગ પરમીટ પણ મેળવી લીધી છે 😎

* ઘણાં સમય થી વિકિપીડિયા ને લાગતી વળગતા કાર્યક્રમો થી દુર રહ્યો છું – વિકિ વેકેશન – અમેરિકા જઇને મારું યોગદાન ફરીથી ચાલુ કરીશ, એટલે ત્યાર બાદ જ નિયમિત બ્લોગ લખવાનું પણ ચાલુ રહેશે.

નોસ્ટેલજ્યા હોર્ડ્ર

7 thoughts on “નોસ્ટેલજ્યા હોર્ડ્ર

    1. જુલાય છેલ્લા અઠવાડિયામાં ફોન કરું તમને. મેક્સિકો તો ઠીક, પણ એ પહેલાં તમે અમેરિકાનું ગોઠવો કૈંક 😉

  1. આમ એન્ટ્રી કરવાની આદત મારી પણ છે પણ થોડી અલગ રીતે. હું એ બધું મારા બગીચામાં નોંધતો રહું છું. હા, iOSમાં એક સરસ એપ્સ ડાઉનલૉડ કરી છે – ‘Last Time’ જેમાં ઘણાં વિષય-જગ્યા-પરાક્રમ વિશે છેલ્લી અપડેટની એન્ટ્રી કરવાની મસ્ત સુવિધા છે જેનો અમે ભરપુર ઉપયોગ કરીએ છીએ!

    આપની નવી સફર માટે શુભેચ્છાઓ! અને ‘પહેલી ડેટ’ ની એન્ટ્રી જલ્દી થાય એવી આશા! 😉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s