હોંગ કોંગ અનુભવો

* આ પોસ્ટ તો હાલ જામનગર થી લખાય રહી છે 😀

* ઘણાં લોકો ફોટા જોવા માગે છે, પણ હજુ થોડા દિવસ આરામ કરી ફોટા પ્રોસેસ કરી ચડાવીશ.

* અત્યારે હોંગ કોંગની સૌથી વધારે યાદ ઈન્ટરનેટ વાપરતી વખતે આવે છે અને રસ્તાઓ પર ચાલતા સમયે 😉 (welcome back to India !!)

* હોંગ કોંગમાં એક વસ્તુથી હું ખુબ જ પ્રભાવિત થયો કે ત્યાં આગળ લોકો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર હોય છે એટલે કે ટાયફૂન વખતે આખા ને આખા હોંગ કોંગને ખબર પડી જાય કે નંબરનું સિગ્નલ મુક્યું છે અને બારે નીકળવું કેટલું યોગ્ય છે, તે લોકો કોઈ પણ કુદરતી આપત્તિ માટે તૈયાર અને જાગૃત રહે છે 🙂

* હોંગ કોંગમાં એક દિવસ હું બીગ બુદ્ધા ગયેલો. તંગ ચુંગ થી રોપવેમાં લગભગ ચાલીસ મિનીટની મુસાફરી છે,  ખુબ જ મજા આવે એવી રોપવે રાઇડ. સમગ્ર હોંગ કોંગનો નજરો જોઈ શકો.

* ઉપર ચડ્યો તો એટલું ધુમ્મસ અને ઝાંકળ અને વાદળો કે બુદ્ધનાં પગ નીચે પણ ઉભા રહીને બુધની મૂર્તિ ન દેખાય 😮

* ભીડ ન હોવાથી અને વેધર હિલ સ્ટેશન જેવું હોવાથી ખુબ મજા આવી 😉

* એક દિવસ સેન્ટ્રલમાં ઓપન બસ ટુર પણ કરી, એ બહાને આખું હોંગ કોંગ દર્શન રસ્તા વડે થયું.

* હોંગ કોંગથી કઈ ખાસ ખરીદી નથી કરી માત્ર એક Nikon 50mm f/1.8G લેન્સ અને એક સિસ્કોનું રાઉટર ખરીદ્યું 😀 અને એક દિવસ આપણાં ફેવરીટ સ્ટોર આઇકિયાની મુલાકાત લીધી અને ત્યાંથી એક સરસ મજાનો classy, stylish ફોરસા લેમ્પ ખરીદ્યો અને ઘર માટે નાની મોટી અત્યંત ઉપયોગી વસ્તુ જે કદાચ ભારતમાં ન મળે તે લીધી.

* ફ્રાયડે નાઈટ કઝીન અને તેમના મિત્ર સાથે લાઇ કવાઈ ફોંગમાં ગયા હતા, હોંગ કોંગમાં નાઈટ લાઇફ માટેની સૌથી ઉત્તમ જગ્યા 😉

* વિકેન્ડ મકાઉ ખાતે પસાર કર્યું 😀 મકાઉ એટલે કસીનો, કસીનો અને માત્ર કસીનો. ત્યાં આગળ એક હોટલ થી બીજી હોટલ જવા મફત બસ સેવાઓ.

* વેનીશીય્ન મકાઉ તો એક માનવ નિર્મિત અજાયબી જ છે, તમને એમ જ લાગે કે તમે વેનિસમાં ફરો છો 😀

* વેનીશીય્ન મકાઉનાં કસીનોમાં તો અક્કલ કામ કરતી બંધ થય જાય, દુનિયામાં મંદી ચાલે કે સોના ચાંદીનો ભાવ ઉચકે કે ડોલર મજબુત થાય કસીનોની રોનક તો બારે માસ ચોવીસે કલાક એટલી ને એટલી જ 😀

* એક ટેબલ પર નજર પડી તો ત્યાં આગળ બ્લેક જેક ચાલતું હતું અને માત્ર ને માત્ર ત્રણ મીનીટમાં એક વ્યક્તિ ચાલીસ હજાર ડોલર જીત્યો 😮

* બીજા ટેબલ પર એક વ્યક્તિ બે હજાર ડોલર લઇને આવેલો અને અડધી કલાકમાં પાંત્રીસ હજાર ડોલર ઉભા કર્યા તો બીજી બાજુ એક જ દાવમાં કાકાએ સાઈંઠ હાજર ડોલર પણ ગુમાવ્યા 😉 કસીનોમાં ખબર જ ન પડે કે દિવસ છે કે રાત અને તમને થાક ન લાગે એટલે તે લોકો કસીનોમાં ઓક્સીજન લેવલ પણ સંચાલિત કરે 😀

* મકાઉમાં અમારો શેરેટન ખાતે રાતવાસો હતો 😉 હવે પછી મકાઉ ગર્લફ્રેન્ડ (જો બને તો) કે વાઇફ (જો મળે તો) સાથે જ જવામાં આવશે 😉

હોંગ કોંગ અનુભવો

One thought on “હોંગ કોંગ અનુભવો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s