હોંગ કોંગ દિવસ 2

* આજે વિકીમેનીયા પહેલાની પરિષદ કે ડેવેલપર્સ મીટીંગ હતી.

* સવાર થી સાંજ કોમ્પ્યુટર સામે જ બેઠા 😛 .

* હોંગ કોંગ પોલીટેકનીક યુનીવર્સીટી ખુબ જ વિશાળ અને સુંદર છે, ક્લાસરૂમ પણ મોટા અને પહોળા છે.

* સાંજે ટેક શોપિંગ મીટ-અપ હતી એટલે કે બધા જ વિદેશ થી આવેલા મહેમાનો ભેગા મળી શામ શુઈ પો જવાના હતા. શામ શુઈ પો એટલે કે અહિયાં ઇલેક્ટ્રોનીક્સ અને કોમ્પ્યુટર અને કેમેરા માટેની બહુ પ્રખ્યાત માર્કેટ છે.

* યુનીવર્સીટીથી નીકળવામાં હું અને કાર્તિક બંને મહેમાનો થી છુટા પડ્યા, છુટા તો પડ્યા પણ અમારા બંનેનાં ફોન ની બેટરી બંધ, ઈન્ટરનેટ નહિ અને સારો નકશો પણ નહિ 😛  .

* પછી શું ? જેમ તેમ કરી મોન્ગ કોક સ્ટેશન પહોંચ્યા, ગમે તેમ કરી કોઈકને પૂછી કરી સહેજ સાચા રસ્તે ચળ્યા અને ફરીથી સબવે લેવાનું નક્કી કર્યું.

* અજાણ્યો દેશ, અજાણ્યું શહેર, ચિત્ર વિચિત્ર ભાષા, ન વાંચી કે ઓળખી શકો  લીપી, કોઈ પણ લોકલ વ્યક્તિ ને અંગ્રેજી પણ ન આવળે,  તો પણ જેમ તેમ ફાં ફાં મારી શામ શુઈ પો પહોંચ્યાં.

* માર્કેટ ખુબ જ વિશાળ, મોટું અને ક્રાઉડેડ છે. ઇલેક્ટ્રોનીક્સનાં ભાવમાં કોઈ પણ ફર્ક નથી, ભારતમાં પણ એજ ભાવ નું મળે. પણ એસેસરીઝ નું માર્કેટ ખુબ જ સરસ, સસ્તું અને વિવધતા થી ભરેલ છે, ઈલેક્ટ્રોનિક દોરડાઓ અને કનેક્ટર તો જે માપ સીઝ અને રંગના જોઈએ તે મળી જાય 😀

* કશુય લીધા વગર માર્કેટ સર્વે કર્યા બાદ પાછા ફર્યા અને સ્ટેશન પર જ એક સરસ મજાની કેક શોપમાં ખુબ જ સ્વાદિષ્ટ ચોકલેટ ચીઝકેક આરોગી 😉 (ફોનમાં બેટરી ન હોવાથી ઈન્સ્ટાગ્રામ ન કરી શક્યો 😛  )

* રાતે બધા ઇસ્ટસાઈડ ટેવર્ન પબ ભેગા થવાનાં હતા, ત્યાં ખાસ અમારા લોકો માટે કાર્લ્સબર્ગની પાઇન્ટ (ખરેખર તો બહુ મોટો ગ્લાસ હતો) માત્ર 48 ડોલરમાં હતી 😉 🙂 .

હોંગ કોંગ દિવસ 2

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s