ઈન્ટરનેટ વિહોણી રાતો

*અમદાવાદમાં એક અઠવાડિયુ પૂર્ણ થયું છે, લાગે છે કે આગળ બહુ વાંધો નહિ આવે. 😀

*જે લોકો કદાચ ન જાણતા હોય તેમના માટે –> મેં અમદાવાદમાં ઓલ ઈવેન્ટ્સ (સ્ટાર્ટપ) જોઈન કર્યું છે. જોબ પ્રોફાઈલ નોનટેકનીકલ અને ટેકનીકલનું મિશ્રણ છે, ગઇ પોસ્ટમાં વાત કરેલી એમ, સ્ટાર્ટપમાં જોડાવવું એક સ્વપ્ન હતું જે કદાચ અત્યારે પૂર્ણ થય રહ્યું છે.

*ઓફીસમાં 😛 એક અઠવાડિયું થયું, કામમાં મજા આવે છે 😉 કામ થોડું ચેલેન્જીંગ છે, ઓફીસમાં આજુ બાજુમાં બેસતા બધાજ લોકો મારાથી વધારે હોશિયાર, સ્માર્ટ અને આવડત વાળા છે 😀 (અને હા, કોઈ ફોર્મલ પહેરવાના નથી હોતા અને XX અઠવાડિયાની ટ્રેનીંગ પણ આપવામાં આવી નથી 😉 )

*અમદાવાદમાં એક ઘર બહુ પહેલાથી હતું એટલે રહેઠાણ નો  કોઈ પ્રશ્ન ઉભો ન થયો, થોડા સમયમાં ખાવા નું જાતે જ બનાવાનું ચાલુ કરવાનો છું 😀 ત્યાર સુધી સગા સંબંધીયોને લાભ આપું છું 😛

*ઘરે પાવર છે પણ ટ્યુબ લાઇટો નથી, ટી વી છે પણ કેબલ નથી, લેપટોપ છે પણ ઈન્ટરનેટ નથી, રાંધણ ગેસ છે પણ કોઈ રાંધવા વાડી નથી 😛 દરરોજ રાતે કરવા માટે કઈ ન હોવાથી wall starring કરવામાં આવે છે 😀 , વહેલી તકે ઈન્ટરનેટ લેવું પડશે!!!

*પૂણે થી પરત થયા બાદ અમદાવાદની રીક્ષા ખુબ જ સસ્તી લાગે છે, ઘરે થી અલ્ફા વન માત્ર પાંત્રીસ રુપ્યામાં 🙂

*અમદાવાદ કોર્પોરેશનની ખરી છબી જોવી હોય તો ચોમાસામાં વિજય ચાર રસ્તે કે હેલ્મેટ છ રસ્તે પહોંચી જવાનું સાઈંઠ સિંતેર ફૂટ પહોળા રસ્તાઓ પર પણ બે બે ફૂટ પાણી ભરાય જાય અને ખુબ મુશ્કેલી પડે તેવું વોટર લોગ્ગીંગ થાય, અને આ બધું માત્ર એક કે બે ઇંચ વરસાદમાં !!!

*ઓફીસમાં પિયર પ્રેશરને કારણે ગુગલ ક્રોમ વાપરવાનું ચાલુ કર્યું છે 😀 એપ્લીકેશન અને એક્સ્ટેન્શનનો બહુ વિશાળ ભંડાર છે, તો હવે ધીરે ધીરે ફાયરફોક્સ વાપરવાનું ઓછું થતું જશે.

ઈન્ટરનેટ વિહોણી રાતો

One thought on “ઈન્ટરનેટ વિહોણી રાતો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s