રંગીલો ગુજરાતી, રંગીલી દુનિયા !!

રંગીલું જગત !!!

પૂણે જામનગર અહેવાલ

with 2 comments

*આ પોસ્ટ થોડી લેટ આવી રહી છે, પણ પૂણે થી જામનગર 1200 કિલોમીટરની બુલેટ પરની જર્ની સહેલી થોડી હોય😛

*પૂણે થી 12 જુનના સવારે આશ્રેય સાળા સાત વાગ્યે નીકળ્યો, સામાનમાં એક બેગ હતી જે થોડી વધારે વજનદાર થય ગઈ હતી, પણ લેધર બેલ્ટ અને ઇલાસ્ટીક દોરડા વડે સરખી રીતે બાંધી દેવામાં આવી હતી, મેં પ્રોટેક્શન માટે એક બોડી આર્મર, ની ગાર્ડ, હેલ્મેટ પેહ્રેલા અને તળિયે સ્ટીલ-ટો શુઝ હતા. મુસાફરી દરમ્યાન હું કોમ્બેટ (મીલીટરી) પ્રિન્ટ વાળું કાર્ગો જ પહેરી રાખતો, એટલે ઘણા લોકોને એમ જ લાગતું કે કોઈક આર્મી વાળો આવ્યો છે, જેથી કોઈ પોલીસ વાળા ન રોકે😉

rangilo on bullet* એકાદ કલાકમાં તો હું ખંડાલા પહોંચી ગયો હતો અને કામત હોટલ પર મસ્ત કોફી આરોગી ઘરે બધાને ફોન કરી દીધા, હજુ વરસાદ ન હતો. ખંડાલા ઘાટ ઉતરતી વખતે પણ વરસાદ ન નળ્યો, પાંચ થી છ કિલોમીટરનો ઘાટ મેં લગભગ પંદર થી વીસ મીનીટમાં પાર કરી લીધો.rangilo at kamat*મુંબઈ પહોંચતા રસ્તામાં બે થી ત્રણ વરસાદનાં ઝાપટાંએ મને પલાળ્યો. જેમ તેમ કરી પહેલા દિવસની સફર ચાર કલાકમાં પૂર્ણ કરી ઘરે આરામ કર્યો.

*મુંબઈ થી બીજા દિવસે સવારે સાડા સાતે નીકળ્યો તો વરસાદ ન હતો પણ રાતે પડેલા વરસાદ ને કારણે રસ્તાઓ બધાજ ભીના હતા જેથી આગળ ચાલતા ખટારાઓ અને ગાડીઓ ભરપુર કીચડ ઉડાડે, બુલેટ અને મારી હાલત બહુ ખરાબ થય ગઈ હતી, એવું લાગતુ હતું કે જાણે કીચડમાં આરોટિને આવ્યો હોવ.

*વરસાદ ન હતો એટલે હેલ્મેટનો કાચ પણ બંધ રાખીએ તો તે પણ કીચડથી ભરાય જાય અને કઈ દેખાય પણ નહિ, એટલે કાચ ખુલો રાખ્યો અને વાપી પહોંચ્યો તો કાળા મોઢા વાળા વાંદરા જેવું મોઢું થય ગયું હતું.

rangilo at vapi

*વાપીમાં બે કલાકનો આરામ કર્યો, બે મિત્રો ને મળી રવાના થયો

*જેવો વાપીથી બે કિલોમીટર દુર પહોંચ્યો તો ધોધમાર વરસાદ તૂટી પડ્યો, માત્ર બે જ સેકન્ડમાં આખે ને આખો ભીંજાય ગયો, તો થોડી જ વારમાં વરસાદ બંધ થયો અને ધૂળ ઉડવા લાગી, એટલે કપડા, મોઢાં, બેગ અને બુલેટની હાલત તો અતિશય ખરાબ થય ગઈ.

*સુરત થી ત્રીસ કિલોમીટર પહેલા થી જે વરસાદ ચાલુ થયો, એવો વરસાદ તો મેં કોઈ દિવસ મુંબઈમાં પણ નથી નિહાળ્યો. ધોધમારની કોઈ વ્યાખ્યા પણ તેને ન સમજાવી શકે એટલો ભારી અને મુશળધાર વરસાદ, એક બે સેકેંડ માટે તો મને પણ ડર લાગ્યો કે આ વરસાદમાં આ રસ્તો આપણાથી પાર નહિ થાય, પણ તોય હિમ્મત કરી સુરત વટી ગયો.

*વરસાદમાં હાય વે પર ટુ વીલર ચલાવવાનાં ફાયદાઓ ખુબ છે. બધા જ વાહનો ધીમી ગતિએ જતા હોય, બ્રેક નહીવત વપરાય, લાઈટો ચાલુ હોય અને ગતિ ધીમી હોય એટલે બીજો કોઈ ડર પણ ન રહે. માત્ર થોડી હિમ્મત દેખાળી થોડી કાળજી પૂર્વક ચાલવાનું રહે.

*સુરત વટ્યો તો વરસાદનું એક ટીપું પણ ન પડે !!! અંકલેશ્વર મિત્રને ત્યાં રાતવાસો હતો.

*બીજી સવારે બરોડા જવા માટે નીકળ્યો અને લગભગ બે કલાકમાં બરોડા પહોંચી ગયો. બરોડા ટેસ્ટીનાં વડા પાંવ અને પારસનાં પાન ખાધા. બે કલાકનાં આરામ બાદ અમદાવાદ જવા રવાના થયો.

*બરોડા અમદાવાદ નેશનલ હાયવે ખુબ જ ખરાબ છે, ટ્રાફિક પણ બહુ હોય અને રસ્તા પર કામ પણ ખુબ ચાલુ છે. જેટલો હું પૂણે અંકલેશ્વરનાં રસ્તે ન થાક્યો એનાથી વધારે બરોડા અમદાવાદમાં થાક લાગ્યો.

*અમદાવાદ બે રાત રોકાણો, આ જ બે રાત્રીમાં મારી જિંદગીનો એક પાસો પલટાય ગયો જેના વિષે વધુ આવતી પોસ્ટમાં લખીશ.

*હું છેલ્લા પાંચ વર્ષથી જ વોલેટ વાપરતો થયો, અને ઘરે પહોંચવાને એક દિવસની જ વાર હતી ત્યાં છેલ્લા દિવસે વોલેટ ખોવાય ગયું, પાકીટમાં તો માત્ર સો દોઢ સો રુપયા જ હતા, પણ લાયસન્સ, એ ટી એમ કાર્ડ ને બીજા એક બે અગત્યના કાગળ પણ ગયા !!!

*અમદાવાદથી વાયા રાજકોટ થય જામનગર પહોંચ્યો તો બારસો કિલોમીટરની સોલો ટ્રીપનો અંત આવ્યો. બુલેટ, બેગ અને મારી હાલત ખુબ જ ખરાબ હતી ઉપરથી નીચે સુધી કીચડ, વરસાદનું પાણી, ધૂળ, રેતી થી ભરાયેલ હતો અને એકદમ ખરાબ રીતે ટેન થય ગયેલો. હાથ પર ત્રણ શેડ પડી ગયેલા છે, ખબર નહિ  મૂળભૂત રંગ પાછો ક્યારે આવશે😀

tanned rangilo

*આ મુસાફરીમાં આશરે 1900 રુપયાનું પેટ્રોલ લાગ્યું, કોઈ પણ પ્રકારનું બ્રેકડાઉન પણ ન થયું, જો મારા બુલેટમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો હોત તો તે ક્લચ કેબલ અથવા તો વાયરીંગમાં આવત, અને હું બંને માટે તૈયાર હતો. સાથે એક ક્લચ કેબલ, એક મીટરનો એક અઢારનો ઇલેક્ટ્રિક વાયર, ઇન્સુલેટીંગ ટેપ અને એક કટર સાથે રાખ્યું હતું, સ્પાર્ક પ્લગ પણ જોડે રાખવું હતું પણ તે લેવાનો સમય ન મળ્યો.

*હવે ભવિષ્યમાં આવતી ટ્રીપ લદાખ ખાતેની સોલો ટ્રીપ હશે, કોઈ છોકરી જો પીલીયન બનવા તૈયાર હોય તો આપણને કોઈ વાંધો નથી ;-) લદાખ માટે હું અત્યારે પણ માનસિક અને શારીરિક રીતે તૈયાર છું, બસ હવે ઘરનાઓને મનાવવાના છે😀

Written by Rangilo Gujarati

June 21, 2013 at 5:37 pm

2 Responses

Subscribe to comments with RSS.

  1. 1} હવે કઈક થઈને , ટ્રાવેલોગ વાળી વાત🙂

    2} આવું કાર્ગો પેન્ટ મારે પણ લેવું પડશે . . . રાજકોટમાં ટ્રાફિકવાળાઓ બહુ હેરાન કરે છે😉

    3} અને હાથના આ ત્રણ રંગ . . . ભૂત / વર્તમાન અને ભવિષ્યનાં પ્રતિક છે😀 BTW શરમાતા સારા લાગો છો😉

  2. વાહ! ટ્રીપ પૂર્ણ કરવા બદલ અભિનંદન અને વોલેટ ખોવાવા માટે સોરી!

    કાર્તિક

    June 21, 2013 at 6:43 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

મારો બગીચો

મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું..

વાંચનયાત્રા

મારું વાંચન

Mount Meghdoot

Raining in the knowledge street

nirav says

A Journey through Books & Movies . . !

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

રખડતાં ભટકતાં

નવાં સ્થળો અને અનુભવની વાતો

planetJV

colorful cosmos of chaos

મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

%d bloggers like this: