પુણેની છેલ્લી રાત

*છેલ્લા 36 કલાકમાં મેં 1400 કિલોમીટર ની મુસાફરી કરી અને એ પણ બસમાં, તારીખ 9 જુનનાં સામાન બાંધી પુણે થી અમદાવાદ ગયો અને 10 જુનનાં સામાન અમદાવાદ મૂકી ફરી પુણે પરત થયો. પણ હું પુણે પાછો કેમ આવ્યો એ નીચે વાંચો !!

*પુણેમાં આજે છેલ્લો દિવસ, છેલ્લી રાત, છેલ્લી મુસાફરી. ઉમીયાની છેલ્લી ચા, માર્ઝ ઓ રીન નું છેલ્લું બીન બેક ચીઝ, જે જે ગાર્ડનનાં છેલ્લા વડા પાંવ, છેલ્લો નેચરલનો આઈસ ક્રીમ, છેલ્લું કેડ-બી અને છેલ્લું ડીનર આપણી ફેવરીટ જગ્યા વૈશાલી પર 😉

*મારા જેવા ખોરાક પ્રેમીને પુણે છોડી જામનગર જવું ખુબ જ આકરું લાગવાનું છે, ત્યાં આગળ તો હરી ફરીને ઘૂઘરા જ ખાવા જેવા છે, આજે એમ જી રોડ પર થી નીકળતી વખતે તો પુણે છોડવાનું જ મન ન થતું હતું.

*આવતી કાલે સવારે મારી જિંદગીની સૌથી પહેલી અને અનોખી સોલો રોડ ટ્રીપ પર મારા રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 સાથે નીકળું છું 😀

*મારો રૂટ આ પ્રમાણે છે, પુણે –> ખંડાલા –> મુંબઈ (રાતવાસ) –> વાપી –> પારડી –> અંકલેશ્વર (રાતવાસ) –> બરોડા –> આણંદ –> અમદાવાદ (રાતવાસ) –> રાજકોટ (રાતવાસ) –> જામનગર.

*આપણાં સુડો સંબંધીઓએ તો આ વાત સાંભળી તો મને અને ઘર વાળાઓને તો ડરાવી જ દીધા, પણ મેં નક્કી કરેલું કે કઈ પણ થય જાય આ રોડ ટ્રીપ તો થય ને જ રહેશે. મારા પપ્પાને કોઈ વાંધો નથી તો બીજા લોકોને શું કરવા સાંભળવાના?

*બુલેટની સર્વીસીંગ થય ગઇ  છે, સમાનમાં ખાલી એક બેક પેક છે જેને પાછલી સીટ પર હુક વાળી દોરીથી બાંધી દઈશ. હેલ્મેટ, ગ્લોવ્ઝ, ની ગાર્ડ, બોડી આર્મર, બેલાક્લેવ પણ છે. ટ્રીપ સોલો છે એટલે સવાર થી બપોર જ મુસાફરી કરવાની છે અને બપોર પછી મિત્રોનાં ઘરે રોકાવાનું

*કેમેરા સાથે નથી એટલે ગેલેક્સી નેક્સસ વડે જ કામ ચલાવવાનું રહેશે, ફોટાઓ હું ફ્લીકર અને ફેસબુક પર મુકીશ. અને ઘરે પહોંચ્યા બાદ જો સમય મળશે તો ફોટો બ્લોગની પણ ટ્રાય કરીશ.

*ચાલો તો આવતા અઠવાડિયે મળ્યે પુણે થી 1200 કિલોમીટર દુર જામનગરમાં 🙂

પુણેની છેલ્લી રાત

3 thoughts on “પુણેની છેલ્લી રાત

  1. લાગે છે કે ” ધ મોટરસાયકલ ડાયરીસ ( 2004 ) ” જોયું છે 😉 . . . તમારી પુણેનાં વડાપાવથી જામનગરનાં ઘૂઘરા સુધીની સફર ઝબરદસ્ત રહે તેવી નિરવેચ્છાઓ 🙂 . . . ફોટોઝ મસ્ત અને મસ્ટ હોવા જરૂરી છે 😉

  2. Ronak says:

    I left Pune long before the same way you did. The same way you feel and same reasons you did.

    Well, visited Pune in each August there after for next 6 years with my GF and than wife (both same). August is best season around Pune and Sinhgadh. I still miss August tracking, biking and eating of Pune.

    All the best

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s