રંગીલો ગુજરાતી, રંગીલી દુનિયા !!

રંગીલું જગત !!!

pune-jamnagar

with 2 comments

*પુણે થી જામનગરની આ કદાચ nth વખતની જર્ની હતી😀 પુણે થી અમદાવાદ અને અમદાવાદ થી જામનગર બસમાં આવાનું

*પુણે અમદાવાદ રૂટ પર આ વખતે પણ બરોડા પાસે ટ્રાફિક જામ હોવાથી બસ અમદાવાદ સાડા અગ્યારે પહોંચી જેથી તેણે ગામ ની બાર વિશાલા હોટલ પાસે જ ઉતારી દીધા અને જામનગર ની બસ બપોરે દોઢ વાગ્યાની એટલે બે કલાક કેમ પસાર કરવા !!!

*મિત્ર રોનકને બોલાવી લેવામાં આવેલો અને ઘણા વખતથી બાકી રહી ગયેલું લો ગાર્ડન પાસેનું રેસ્ટ્રો સ્વાતી સ્નેક્સ જવાનું નક્કી કર્યું😉

*સ્વાતી સ્નેક્સ ખુબ જ પ્રખ્યાત અને સરસ મજાનું રેસ્ટ્રો છે, જેમ નામ સૂચવે છે એ જ રીતે ત્યાં ખાલી સ્નેક્સ ખાવા જવાનું પેટ ભરીને જમવાનું નહિ😀 ત્યાં તમને ટીપીકલ ગુજરાતી અને પારસી વાનગીઓ મળશે, પાનકી ચટણી, હાંડવો, ધાન સાક ભાત અચૂક ખાવા જેવું છે. જગ્યા પણ સારી છે માત્ર ભાવ પ્રમાણે ક્વોન્ટીટી નથી😀 એટલે જ નાસ્તો કરવા જ જવાનું, પેટ અને ખિસ્સા બને હળવા રહે😉

*દોઢ વાગ્યાની નીતા ટ્રાવેલ્સમાં પાલડી થી જામનગર ની ટીકીટ હતી, વોલ્વોની મલ્ટી એક્સેલ બસ, ઓનલાઈન બુકિંગ, આગળની સૌથી પહેલી સીટ અને કુપન કોડનો પચાસ રુપયાનો ફાયદો ;-) …. છે ને ડેડલી કોમ્બો?? પણ આનાથી પણ ભયજનક કોમ્બો કોને કહેવાય ખબર છે? જ્યારે તમને 6 કલાકની મુસાફરીમાં હિમ્મતવાલા અને ચશ્મે બદ્દૂર જેવી ફિલ્મો દેખાડે અને એ પણ બેક ટુ બેક :-( આ ફિલ્મો જોવા કરતા કોઈ ફાંસીએ ચડાવી દે તે વધારે યોગ્ય લાગે, આ ફિલ્મો જોયા બાદ વિચાર આવે કે શું નિર્માતાઓ ફિલ્મો બનાવીને કોઈ દિવસ આ ફિલ્મો નિહાળતા હશે પણ કે નહિ? આટલી બોગસ ફિલ્મો !! અને તેમ છતાય તે ઇન્ડીયન માર્કેટમાં ચાલી જાય, તે વધારે નવાઇની વાત લાગે !!! આ ખરેખરો કળયુગ છે !!!

*જામનગર તો હજુ પણ એટલું જ વ્હાલું લાગે છે🙂 અહી ઉનાળો પણ અહીનાં લોકો જેવો ખુબ જ મંદ અને સુસ્ત હોય છે, ત્રીસ પાંત્રીસ ડીગ્રી તાપમાન અને બપોરે પણ બહાર નીકળો ત્યારે પવન તો ચાલુ જ હોય, અમદાવાદ રાજકોટ જેવો ઉકળાટ પણ ન થાય અને સાંજ પડ્યે તો મજા જ આવી જાય !!

*જો કોઈ જામનગરી આ પોસ્ટ વાંચતું હોય તો કહેજો, આપણે ક્યારેક મળીશું🙂

Written by Rangilo Gujarati

April 26, 2013 at 11:23 am

2 Responses

Subscribe to comments with RSS.

  1. સ્વાતિમાં અમે n વખત ગયેલા હોઇશું. આ વખતે પણ ઘર શિફ્ટિંગ વખતે જમવાના ફાંફા હતા ત્યારે સ્વાતિ યાદ આવેલી, પણ સમયના અભાવે ન જઇ શકાયું. ઓવરઓલ, ચાર વર્ષ પહેલાં કરતાં અત્યારે ક્વોલિટી બગડી છે વત્તા ભાવમાં ધરખમ વધારો થયો છે. પણ, હજીય આપણી ફેવરિટ જગ્યા છે.

    કાર્તિક

    April 26, 2013 at 11:30 am

  2. Garmi ma Jamnagar always saru j lage,
    – a pure jamnagari from DXB.

    Neel Vyas

    May 21, 2013 at 2:41 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

મારો બગીચો

મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું..

વાંચનયાત્રા

મારું વાંચન

Mount Meghdoot

Raining in the knowledge street

nirav says

A Journey through Books & Movies . . !

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

રખડતાં ભટકતાં

નવાં સ્થળો અને અનુભવની વાતો

planetJV

colorful cosmos of chaos

મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

%d bloggers like this: