pune-jamnagar

*પુણે થી જામનગરની આ કદાચ nth વખતની જર્ની હતી 😀 પુણે થી અમદાવાદ અને અમદાવાદ થી જામનગર બસમાં આવાનું

*પુણે અમદાવાદ રૂટ પર આ વખતે પણ બરોડા પાસે ટ્રાફિક જામ હોવાથી બસ અમદાવાદ સાડા અગ્યારે પહોંચી જેથી તેણે ગામ ની બાર વિશાલા હોટલ પાસે જ ઉતારી દીધા અને જામનગર ની બસ બપોરે દોઢ વાગ્યાની એટલે બે કલાક કેમ પસાર કરવા !!!

*મિત્ર રોનકને બોલાવી લેવામાં આવેલો અને ઘણા વખતથી બાકી રહી ગયેલું લો ગાર્ડન પાસેનું રેસ્ટ્રો સ્વાતી સ્નેક્સ જવાનું નક્કી કર્યું 😉

*સ્વાતી સ્નેક્સ ખુબ જ પ્રખ્યાત અને સરસ મજાનું રેસ્ટ્રો છે, જેમ નામ સૂચવે છે એ જ રીતે ત્યાં ખાલી સ્નેક્સ ખાવા જવાનું પેટ ભરીને જમવાનું નહિ 😀 ત્યાં તમને ટીપીકલ ગુજરાતી અને પારસી વાનગીઓ મળશે, પાનકી ચટણી, હાંડવો, ધાન સાક ભાત અચૂક ખાવા જેવું છે. જગ્યા પણ સારી છે માત્ર ભાવ પ્રમાણે ક્વોન્ટીટી નથી 😀 એટલે જ નાસ્તો કરવા જ જવાનું, પેટ અને ખિસ્સા બને હળવા રહે 😉

*દોઢ વાગ્યાની નીતા ટ્રાવેલ્સમાં પાલડી થી જામનગર ની ટીકીટ હતી, વોલ્વોની મલ્ટી એક્સેલ બસ, ઓનલાઈન બુકિંગ, આગળની સૌથી પહેલી સીટ અને કુપન કોડનો પચાસ રુપયાનો ફાયદો 😉 …. છે ને ડેડલી કોમ્બો?? પણ આનાથી પણ ભયજનક કોમ્બો કોને કહેવાય ખબર છે? જ્યારે તમને 6 કલાકની મુસાફરીમાં હિમ્મતવાલા અને ચશ્મે બદ્દૂર જેવી ફિલ્મો દેખાડે અને એ પણ બેક ટુ બેક 😦 આ ફિલ્મો જોવા કરતા કોઈ ફાંસીએ ચડાવી દે તે વધારે યોગ્ય લાગે, આ ફિલ્મો જોયા બાદ વિચાર આવે કે શું નિર્માતાઓ ફિલ્મો બનાવીને કોઈ દિવસ આ ફિલ્મો નિહાળતા હશે પણ કે નહિ? આટલી બોગસ ફિલ્મો !! અને તેમ છતાય તે ઇન્ડીયન માર્કેટમાં ચાલી જાય, તે વધારે નવાઇની વાત લાગે !!! આ ખરેખરો કળયુગ છે !!!

*જામનગર તો હજુ પણ એટલું જ વ્હાલું લાગે છે 🙂 અહી ઉનાળો પણ અહીનાં લોકો જેવો ખુબ જ મંદ અને સુસ્ત હોય છે, ત્રીસ પાંત્રીસ ડીગ્રી તાપમાન અને બપોરે પણ બહાર નીકળો ત્યારે પવન તો ચાલુ જ હોય, અમદાવાદ રાજકોટ જેવો ઉકળાટ પણ ન થાય અને સાંજ પડ્યે તો મજા જ આવી જાય !!

*જો કોઈ જામનગરી આ પોસ્ટ વાંચતું હોય તો કહેજો, આપણે ક્યારેક મળીશું 🙂

pune-jamnagar

2 thoughts on “pune-jamnagar

  1. સ્વાતિમાં અમે n વખત ગયેલા હોઇશું. આ વખતે પણ ઘર શિફ્ટિંગ વખતે જમવાના ફાંફા હતા ત્યારે સ્વાતિ યાદ આવેલી, પણ સમયના અભાવે ન જઇ શકાયું. ઓવરઓલ, ચાર વર્ષ પહેલાં કરતાં અત્યારે ક્વોલિટી બગડી છે વત્તા ભાવમાં ધરખમ વધારો થયો છે. પણ, હજીય આપણી ફેવરિટ જગ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s