turning twenty two

*આ વાંચી રહ્યા હશો ત્યારે મેં સૂર્યને ફરતે 22 પ્રદક્ષિણા પૂરી કરી લીધી હશે !!!

*નાનો હતો ત્યારે જન્મદિવસની રાહ ત્રણ મહિના અગાઉથી જોતો અને અત્યારે તો એવી હાલત થય છે કે ઘરનાઓના જ જન્મદિવસો ભૂલી જવાય છે !!! નાનપણમાં કોઈ દિવસ બર્થડે પાર્ટી ન હતો કરતો અને અત્યારે પણ નહિ 😉

*ગુગલે આજના દિવસ માટે કસ્ટમ હોમ પેજ આપ્યું છે, ફેસબુક પર બહુ બધી વિશિઝ આવી, મિત્રોના કોલ આવ્યા, વોટસેપ અને ફોન પર પણ ઘણા મેસેજો આવ્યા !! એ બધું તો ઠીક ગુજરાતી વિકિપીડિયાનાં મારા ચર્ચાનાં પાના પર પણ સંદેશો આવ્યા !!!

*નાનપણમાં તો પપ્પાની વિદેશમાં નોકરી ને કારણે તેઓ લગભગ જન્મદિવસ વખતે ગેરહાજર જ રહેતા, અને છેલ્લા થોડા વર્ષોથી તો મારી બહેન, મમ્મી ને પપ્પા સાથે બહુ ઓછા બર્થડે મનાવવાનો વારો મળે.  અને મારા ઘરમાં કોઈ બર્થડે ગીફ્ટનો રીવાજ પણ નથી, પણ જો તમે દેવા માગતા હોવ તો કંઈ વાંધો નથી.

*જિંદગીના 22 વર્ષ પુરા થયા છે, નોકરી કે છોકરીનાં કોઈ ઠેકાણા નથી (એટલે હાં બુલેટની પાછલી સીટ પણ ખાલી છે 😉 જો કોઈ વાંચતું હોય તો 😀 ). આગળ શું કરવું તે પણ કંઈ ખાસ ખબર નથી, છેલ્લા પાંચ વર્ષ થોડા આકરા હતા, જોઈએ હવે આગળ જિંદગી ક્યાં અને કેટલે પહોંચાડે છે.

*પુણેમાં આ કદાચ છેલ્લો જન્મદિવસ હશે અને મારા મિત્ર વર્તુળમાં પણ મારો જ જન્મદિવસ છેલ્લો છે, એટલે મારા કરતા તે લોકોને વધારે ઉત્સાહ છે 😀

*મિત્રો કેક સારી લઇ આવ્યા હતા, જેમાં મારો ફોટો હતો અને સાથે સાથે વિકિપીડિયાનો લોગો અને રોયલ એનફિલ્ડ બુલેટનો ફોટો હતો. આપણને આ બંને વસ્તુથી ખુબ લગાવ છે એટલે !!! કદાચ આ 20-22 લોકો સાથે કોઈ દિવસ જન્મદિવસ ઉજવવા નહિ મળે !! 😦

*સગા સંબંધીયોના ફોન સવારથી જ ચાલુ થય જાય છે એટલે આજે ઊંઘવા પણ નહિ મળે અને મમ્મીના અગ્રહથી આજે કોઈક મંદિરના દર્શને પણ જવું પડશે 😀

*રાત્રે મિત્રોને કદાચ દર વખતની જેમ સુકાન્તા જ લઇ જઈશ 😉 આમેય કેરીનો રસ ચાલુ થય ગયો છે એટલે મજા આવે !!!

*અને હું કોઈ રીઝોલ્યુશનમાં માનતો નથી એટલે બર્થડે કે નવા વર્ષે કોઈ ગાંઠ પણ બાંધતો નથી 🙂

turning twenty two

5 thoughts on “turning twenty two

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s