રંગીલો ગુજરાતી, રંગીલી દુનિયા !!

રંગીલું જગત !!!

ગુજરાતી ઇનપુટ મેથડ

with 6 comments

*તમે લોકો જ્યારે આ પોસ્ટ વાંચી રહ્યા હશો ત્યારે ફાયરફોકસ પર મને નારાયમ, jquery.ime, લોકલ સર્વર નું વાતાવરણ તૈયાર કરતા લગભગ ૨-૩ કલાક નો સમય પસાર થયો છે. અને શું છે આ jquery.ime?, એની ચર્ચા હું કરીશ.

*તમે લોકો ગુજરાતી કઇ રિતે ટાઇપ કરો છો એ મને જરુર થી જણાવજો. હું તો વર્ષોથી ગુગલ transliterate કે લિપ્યાંતરણ વાપરતો, ગુગલ ક્રોમ પર તો તેના માટે એક્સ્ટેન્શન પણ છે. થોડા સમય પહેલા ફાયરફોક્સ માટે પણ તે ઉપ્લબ્ધ હતુ. હું અત્યારે ફાયરફોક્સ ઓરોરા વાપરી રહ્યો છું, અને તેના માટેઅ તે એકસ્ટેનશન હજુ ઉપ્લબ્ધ નથી એટલે મારે ગુગલ પર ટાઇપ કરી કોપી પેસ્ટ કરવું પડતું.

*વિકિમીડિયા ફાઉન્ડેશન અને ઓપન સોર્સ ક્મ્યુનિટી દ્વારા એક jquery.ime નામક લાય્બ્રેરી તૈયાર કરવામાં આવેલ છે જે અત્યારે લગભગ બધા જ વિકિપીડિયા પર બાય ડિફોલ્ટ ઉપ્લબ્ધ છે. પણ આ લાય્બ્રેરી અત્યાર સુધી ખાલી વિકિપીડિયા પર જ ચાલતી હતી. અને કદાચ કોઇક વ્યક્તિ આ લાયબ્રેરી ને ફાયરફોક્સ અને ક્રોમનાં એક્સ્ટેનશનમાંઅ બદલવાનું કામ પણ કરી રહ્યું છે.

*એટલામાં યુ ટ્યુબ પર જેકોર કરીને મેક્સિકન સભ્યએ jquery.ime નું સરસ deconstruction કે walk through કર્યુ છે. અને છેલ્લે તેણે ફાયરફોક્સ માટે બુકમાર્ક્લેટ કઇ રિતે બનાવવું તે પણ બતાવ્યુ છે.

*છેલ્લા ઘણાં દિવસો થી આના પર નજર હતી, અને આજે જ્યારે સમય મળ્યો તો આપણે પણ ઓરોરા માટે અત્યારે બુકમાર્ક્લેટ તૈયાર કરી દિધું છે !!!

*મારે ખાલી એક લોકલ સર્વર ચાલૂ કરવું પડે અને કોઇ પણ ટેક્સ્ટ ઇનપુટ એરિયા પર આવું અને જેવું બુકમાર્ક પર ક્લિક કરું એટલે મને વિકિપીડિયા પર જેવું ભાષા નક્કિ કરવાનું મેનુ મળે તે દેખાય અને કોઇ પણ ભાષા સિલેક્ટ કરી હું તેમાં ટાઇપ કરી શકું. અને જ્યારે અંગ્રેજીમાં ટાઇપ કરવું હોય ત્યારે ખાલી ctrl m દબાવવાનું રહે છે.

*મેં python -m SimpleHTTPServer 8080 વડે લોકલ સર્વર ચાલુ કરેલ અને મારુ લોકલ હોસ્ટ http://0.0.0.0 પર હોવાથી મારે થોડા ઘણા લોકેશનોમાં ફેરફાર કરવા પડ્યા.

*આ સેટપ તૈયાર કરવા માટે તમને ગિટહબ પરથી આ લાય્બ્રેરી અને ફાયરબગ જોઇશે, યુ ટ્યુબનાં ઉપર બતાવેલ વીડીયો જોઇશે, અને અખત્રા કરવાની હિમ્મત અને ધગસ અને સહેજ સામન્ય જ્ઞાન જોઇશે. આ ઇન્પુટ મેથડ વિન્ડોઝ પર કઇ રિતે ચલાવવી એનો મને કોઇ પણ પ્રકારે અંદાજો નથી.

*આ વસ્તુ તમને કદાચ કોઇ પણ કોલેજનાં અભ્યાસક્રમમાં શિખવવામાં નહી આવે, એટલે જો તમારે તમારા મિત્રો સામે ખોટા ફાંકા મારવા હોય તો પણ બહુ ઉપયોગી છે 😀

*કદાચ તમે પણ જો આનો પ્રયોગ કરવા માગત હોવ અને ક્યાંય અટકાય જાવ તો વિના સંકોચે પુછી લેજો પણ પહેલાં RTFM. 😀

Advertisements

Written by Rangilo Gujarati

February 28, 2013 at 11:07 pm

Posted in અંગત, Wikipedia

6 Responses

Subscribe to comments with RSS.

 1. ભાઈ આવું કરવા માં આપડે બહાર ગામ ના ….બાકી તમે જે કાઈ પણ કીધું એ મસ્ત કીધું હો . 🙂 🙂 અમે ભલા ના ગુગલ નું ઈનપુટ ટુલ્સ માં ગુજરાતી ટાઈપ કરો ને મજા કરો ….

 2. I have liked the details. Thanks.
  Please let me know the mail address of writer of this article please.
  God bless you.

  Bhaskar bhai Thakar

  March 1, 2013 at 8:20 am

  • જો તમે આ લેખની વાત કરતા હોવ તો મેં લખ્યો છે !!

   Rangilo Gujarati

   March 1, 2013 at 5:24 pm

 3. ટેરિબલ. એના કરતાં અમે ભલા અને અમારું ઇન્સક્રિપ્ટ ભલું 🙂

  કાર્તિક

  March 1, 2013 at 9:59 am

  • મને ઈન્સ્ક્રીપ્ટ કોઈ દિવસ ફાવ્યું નથી એટલે ન છુટકે મારે લિપ્યાંતરણ જ વાપરવું પડે 😀

   Rangilo Gujarati

   March 1, 2013 at 5:23 pm

   • હા, હા! અત્યારે તો હું અંગ્રેજી કરતાં ગુજરાતી વધુ ઝડપથી ટાઇપ કરી શકું છું 😉

    કાર્તિક

    March 1, 2013 at 5:49 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

મારો બગીચો

મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું..

વાંચનયાત્રા

મારું વાંચન

Mount Meghdoot

Raining in the knowledge street

nirav says

A Journey through Books & Movies . . !

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

રખડતાં ભટકતાં

નવાં સ્થળો અને અનુભવની વાતો

planetJV

colorful cosmos of chaos

મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

%d bloggers like this: