રંગીલો ગુજરાતી, રંગીલી દુનિયા !!

રંગીલું જગત !!!

ગ્નુનીફાય 2013 અહેવાલ

with 2 comments

*ગ્નુનીફાય હંમેશા મારા માટે ખુબ જ મહત્વનું રહેશે, કારણકે અહિયાંથી જ મારી વિકિપીડિયા સાથેની સફર ચાલુ થયેલ. આવી બે ગ્નુનીફાય પહેલા મારી મુલાકાત અંગ્રેજી વિકિપીડિયાનાં પ્રબંધક અનિરુધ ભાટી સાથે થય અને તેણે જ મને “રંગીલો ગુજરાતી” નામક સભ્ય ખાતું બનાવી આપેલ, એટલે ત્યારથી જ “રંગીલો ગુજરાતી” નો જન્મ થયો અને પછી ઘણા લોકો મને આજની તારીખે પણ રંગીલો ગુજરાતી તરીખે જ ઓળખે છે ન તો અર્ણવ તરીખે, એટલે ગ્નુનીફાયે મને એક ઓળખ આપી છે એમ કહું તો પણ ચાલે !!! એટલે જ હું ઘરેથી વહેલો પુણે ભાગી ગયો😀

*બે વર્ષ પહેલા ગ્નુનીફાયમાં વધારે મજા આવતી, હવે બહુ ઓછા રસિક સેશનો હોય છે, પણ આપણે તો વિકિપીડિયાના બધા સેશનોમાં હાજરી આપીએ. દર વખતની જેમ વિકિમીડિયા ફાઉન્ડેશન આ પરિષદ માટે પોતાના ઘણા કર્મચારીઓ મોકલે છે. એટલે સીધી તેમની જોડે જ વાત કરવાની અને કામ કરવાની ખુબ જ મજા આવે, હવે તેમના થોડાક લોકો જેમ કે અલોલીતા શર્મા (ડીરેક્ટર લેન્ગવેજ એન્જીનીયરીંગ), સીબ્રેન્ડ (પ્રોડક્ટ મેનેજર), અમીર આહારોની (સોફ્ટવેર એન્જીનીયર લોકલાય્ઝેશન), સંતોષ થોટીંગલ (સોફ્ટવેર એન્જીનીયર લોકલાય્ઝેશન), યુવી પાન્ડા (મોબાયલ ડેવલોપર) સાથે ખુબ જ સારી મિત્રતા થય ગઇ છે.

*આ વખતે અમદાવાદથી મિત્ર હર્ષ કોઠારી પણ જોડાયેલ તેણે અને યુવી પાન્ડાએ મને અને પુણેનો વિકિપીડિયન અને મિત્ર પ્રતિક લાહોટીને ઘણું બધું શીખવ્યું, ખુબ જ મજા આવી. ફાઉન્ડેશન, ચેપ્ટર, અને સી.આય.એસનાં કર્મચારીઓ સાથે વિકિપીડિયા અને ભારતમાં થનારી કામગીરીઓ માટે ખુબ બધી ચર્ચાઓ થય, જોઈએ હવે આ ત્રણેય મળીને શું કરે છે😛

*આ વખતે ફાઉન્ડેશનનાં ગિટહબ પર જેક્વેરી લાયબ્રેરીમાં એક ગુજરાતી કીબોર્ડની સ્ક્રીપ્ટ પર એક નાનકડો ફેરફાર કરી પેચ મુક્યો અને અમીર આહ્રોનીએ તેને રીવ્યુ કરી તરત જ મર્જ કરી દીધો, ઘણો આનંદ થયો😀 અને છેલ્લા દિવસે વિકિપીડિયા પર ગેજેટ્સ અને એ.પી.આઈ સેન્ડબોક્સ પર અટકચાળા કર્યા અને યુવીએ અને હર્ષે એજેક્સ પણ થોડું ઘણું શીખવ્યું. ટૂંકમાં કહું તો છેલ્લા ત્રણ દિવસ ઘણા સારા ગયા ખુબ મજા આવી અને ઘણું બધું શીખવાનું મળ્યું🙂

Written by Rangilo Gujarati

February 18, 2013 at 5:51 pm

2 Responses

Subscribe to comments with RSS.

  1. છેલ્લો ફકરો બે વખત લખાઇ ગયો છે?🙂

    ગ્નુનીફાયમાં મેં એક વખત હાજરી આપેલી, પણ સરવાળે એ બોરિંગ હતું. આ વખતે જોકે સેશન્સ રસપ્રદ લાગતા હતા.

    કાર્તિક

    February 18, 2013 at 5:57 pm

  2. thanx for cumming in gnunify..coz of u guys gnunify is running successfully…hope to see u agn nd agn in gnunify🙂 (y)

    Manan Shah

    February 25, 2013 at 12:20 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

મારો બગીચો

મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું..

વાંચનયાત્રા

મારું વાંચન

Mount Meghdoot

Raining in the knowledge street

nirav says

A Journey through Books & Movies . . !

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

રખડતાં ભટકતાં

નવાં સ્થળો અને અનુભવની વાતો

planetJV

colorful cosmos of chaos

મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

%d bloggers like this: