*તમે લોકો જ્યારે આ પોસ્ટ વાંચી રહ્યા હશો ત્યારે હું પુણે પરત જવા રાજકોટ થી અમદાવાદની બસમાં નીકળી ગયો હઈશ. છેલ્લા બે દિવસ રંગીલા રાજકોટમાં રંગીલા ગુજરાતીએ રંગ જમાવ્યો હતો 😀 એક જૈન શ્રીમંત કુટુંબમાં લગ્ન પ્રસંગ હોવાથી અને ઘરવાળાઓનાં કહેવાથી હાજરી આપવી પડે એમ હતી એટલે. રાજકોટ અહેવાલ પણ ટૂંક સમયમાં આપીશ.
*વેલેનટાઇન્સ ડે નો ખરેખરો મતલબ હજી સુધી સમજાયો નથી કે સમજવાનો પ્રયત્ન કર્યો નથી !!! ઘણા બધા મિત્રો (લગભગ બધાજ) અત્યારથી કમીટેડ છે એટલે કદાચ હું પુણે હોત તો પણ આ દિવસે કશુય ઉકાળી ન શક્યો હોત, મારે છેવટે તો એકલા જ જમવા જવાનો વારો આવત !!! જામનગર રાજકોટનાં લોકોને ખબર પડે કે હું પુણે સ્થિત છું તો એવી નજરે થી જુએ કે જાણે હું દસ દસ છોકરીયો લઇ ફરતો હોવ અને અમુક (પ)સુડો સંબંધીઓ તો ખાસ આ જ દિવસે સાંજના સમયેજ ફોન કરી પૂછે “ક્યાં છો” અથવા તો “શું પ્રોગ્રામ છે”. એટલે નક્કી કર્યું કે વેલેનટાઇન્સ ડે નાં જ મુસાફરી કરી લઈએ. ઘરનાઓ ને પણ ખાત્રી થઇ જાય કે આપણે હજુય સિંગલ છીએ. સિંગલ રહેવાના ઘણા બધા ફાયદાઓ છે, સૌથી મોટો ફાયદો કે હું પલંગની કોઈ પણ બાજુ થી ઉતરી શકું અને મરજી પડે તે કપડા પહેરી શકું 😛 !!!
*મને આશા છે કે આજે જામનગરમાં નવજુવાનીયાઓ ઠેર ઠેર લાલ વસ્ત્રોમાં ફરતા હશે, જે એક બે કેક શોપ કે કોફી શોપ છે ત્યાં તમને ઉભા રહેવાની પણ જગ્યા નહિ મળે, બધાને આજ દિવસ મળ્યો હશે પ્રેમ જતાવવાનો અને પુણે મુંબઈના નવજુવાનીયાઓ તો કદાચ મનસે અને શિવ સેનાનાં ડરથી કદાચ ક્યાંય જાહેરમાં નહિ નીકળે 😀 !!!
*અને દર વર્ષની જેમ જ આ વેલેનટાઇન્સ ડે નાં પણ આપણી પાસે ઝીરો ડેટ (ખજુર નહિ) છે.
*જો કોઈ પણ છોકરી આ વાંચી રહી હોય તો ….. આપણે સંકેતો બહુ પહેલા જ આપી દીધા છે 😀 !!!!
અને સિંગલ હોવાથી , આપણે ડબલ બેડનાં પલંગમાં 360 ડિગ્રીનું વર્તુળ રચીને કોઈ પણ દિશામાં સુઈ શકીએ છીએ 😆