રંગીલો ગુજરાતી, રંગીલી દુનિયા !!

રંગીલું જગત !!!

બદલાતું જામનગર

with 11 comments

*જામનગરને મેં અઢાર વર્ષમાં ખુબ જ બદલાતું જોયું છે, પણ એ બદલાવ માત્ર ને માત્ર બાહ્ય છે, અહિયાંનાં લોકો ની મનોવૃત્તિ કે માનોદશા હજુય બદલી નથી.

*મેં તો કદાચ કોઈ દિવસ વિચાર્યું પણ ન હતું કે જામનગરમાં ડોમિનોઝ અને નાઈકી (નાઈક નહિ!!) નાં શોરૂમો ખુલશે. નાઈકી હોય કે દિલીપનાં ઘૂઘરા આ ગામમાં કોઈ કરતા કોઈ દુકાનો સવારનાં સાડા દસ પહેલા શ્રી ગણેશ ન કરે. આ ગામમાં એક એવી સુસ્તતા છે કે તમે જ્યારે પણ સ્ટેશન પર ઉતરો કે એરપોર્ટ પર તમે પણ ગામનાં વાતાવરણમાં ભળી સુસ્ત થય જાવ.

*એટલું નાનું શહેર (તે છતાં મહાનગરપાલિકા) કે તમે બાઈક લઇને નીકળો તો કદાચ પંદર થી વીસ મીનીટમાં તો કઈ બાજુ ફરવા કે રખડવા જવું તે પ્રશ્ન થય જાય. નાનાં શહેરનાં ફાયદાઓ અને ગેર ફાયદાઓ સરખે સરખા છે. ઘણાં એવા શહેરો ફર્યા બાદ આના વિષે હું કદાચ ટીપ્પણી કરી શકું.

*સૌ પ્રથમ વાત કરીએ તો જ્ઞાતિવાદની, સમગ્ર ગુજરાતની તો ખબર નહિ પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગરમાં તો આ ખુબ પ્રચલિત છે, જ્યાં સુધી અજાણ્યા કે સામે વાળાની અટક ખબર ન પડે ત્યાં સુધી સરખી વાતો ન થાય એટલે વાત વાત માં કોઈ પૂછી લે કે “તમે કેવા” તો નવાઈ નહિ પામતા. મારા પોતાના જ ઘરની વાત કરું તો હું કોઈક મિત્રોની વાત કરતો હોવ કે કોઈ બીજાની તો મને પણ સૌ પ્રથમ તેની જ્ઞાતિ વિશેજ પૂછવામાં આવે !!! અને મજાની વાત તો એ કે બધાજ લોકોને બધીજ જ્ઞાતિ વિષે કૈંક (સારી કે ખરાબ) ટીપ્પણી હોય જ !!!

*એમાય હું તો રહ્યો આહિર (આયર) એટલે કે સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈને પૂછો તો પહેલી છાપ તો માથાભારેની જ પડે, જે લોકો મને અને આહિરોને ઓળખે છે તે લોકો કદાચ મને કોઈ દિવસ આહિર છું તે ન માની શકે. ઘરડાઓ અનુસાર જામનગરનાં ગામડાઓમાં આહિરો અને પટેલો વચ્ચે બહુ સમસ્યાઓ હતી એટલી હદે કે આહિર અને પટેલ કોઈ દિવસ સાથે જમવા પણ ન બેસતા, હવે આ લોકોને કહેવું કેમ કે મારા લગભગ બધાજ મિત્રો પટેલ છે !!! 😀 આહિરો વિષે વધુ રસપ્રદ વાતો પછી ક્યારેક લખીશ. પણ કહેવાનો મતલબ એ કે આહિર હોવાથી, મમ્મી સરકારી શૈક્ષણિક સંસ્થામાં હોવાથી અને કુટુંબ સહેજ વધુ પડતું સામાજીક હોવાને કારણે જામનગરમાં અમને એટલા બધા ઓળખે કે કદાચ હું ઘરે આવવા જવાનો રસ્તો પણ બદલું તો ઘરે પહોંચું એ પેહલા તો ઘરે ખબર પડી જાય કે રીકુ બીજી ગલીમાંથી પસાર થયો છે 😀 !! જામનગરમાં એક ગલી મુકીને બીજી ગલીમાં કોઈક ઓળખીતું મળી જ જાય, એ ઓળખાણો ઘણી વાર બહુ કામમાં આવે પણ છેલ્લા કેટલાક સમયથી એ જ ઓળખાણો પંચાતમાં પરિવર્તિત ક્યારે થય જાય છે ખબર નથી પડતી.

*જામનગરનાં રસ્તાઓ પર અત્યારે ઔડી ટીટી જેવી ગાડીઓ અને હાયાબુસા જેવા બાઈકો જોવા મળે છે પણ આજની તારીખે પણ કોઈક છોકરી એકલી સ્કુટર પર જતી હોય તો તેની આગળ પાછળ ચાર થી પાંચ આવારા છોકરાઓ બાઈકો લઇને નીકળી પડે. અહિયાં આજ કાલનાં નવજુવાનીયાઓ થોડી વધારે પડતી ડંફાસો મારી દેખાડો કરવા મારવા લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. સ્પ્લેન્ડર પર બેસે તો પોતાના પગ જમીન પર અડતા પણ ન હોય પણ 100 સીસી નું બાઈક તો એવા ટશનથી ચલાવાનું કે જાણે ડ્રીમલાઈનર ઉડાડતા હોય !! જામનગર શહેરમાં ગણીને ચાર થી પાંચ જ કાર્યરીત ટ્રાફિક લાઈટો છે, પણ જો તમે લાલ સિગ્નલ પર ઉભા રહો તો પાછળ વાળો આવીને ગાડી ઠોકી દે લોકોમાં સહેજ પણ ટ્રાફિક સેન્સ નથી આવી, મન ફાવે ત્યાં કોઈનાં પણ ઘર કે દુકાન ની બહાર વાહન પાર્ક કરી દેવાનું.

*સ્કૂલો ની વાત કરીએ તો હું જ્યારે ભણતો હતો ત્યારે અંગ્રેજી માધ્યમમાં ગણીને ત્રણ જ નિશાળો હતી અને એક નિશાળ માત્ર છોકરીયો માટેની :-P, અત્યારે તો ગલીએ ગલી સ્કૂલો ખુલી ગય હોય એવું લાગે છે, રસ્તાઓ પર જાત જાતના યુનિફોર્મ દેખાય રહ્યા છે, હું તો નાનપણથી જ સેન્ટ ઝેવિયર્સનો વિધ્યાર્થી. જામનગરમાં તે જુનામાં જૂની સ્કુલમાંની એક. બહુજ વિશાળ મેદાન અને મોટી જગ્યામાં પથરાયેલી આ સંસ્થાએ મને ઘણું બધું શીખવ્યું છે, ત્યાંનો  શિક્ષક્ગણ આજની તારીખે મારા માટે એક પરિવાર જેવો છે (અમુક ને મુકીને). અમે લોકો ભણતા હતા ત્યારે સ્કુલનું વાતાવરણ બહુ કડક, એક બે શિક્ષકોને મુકીને અમે લોકો કદાચ બધાથી ખુબજ ડરતા, સ્કુલે મોબાઈલ ફોન તો બહુ દૂરની વાત છે પણ ક્યારેક તો અમને વાહન પણ લાવવા દેતા નહિ. અને આજે જ્યારે હું એજ સ્કુલમાં શિક્ષકોને મળવા જઉં છું ત્યારે ત્યાનું વાતાવરણ અને અત્યારના વિધ્યાર્થીઓ નું કલ્ચર જોઈ બહુ ગુસ્સો આવે, લોબીમાં મરજી પડે ત્યાં આંટા મારતા હોય, સ્ટાફ રૂમની સામે ઉભા રહી મોબાઈલ પર વાતો કરે, યુનિફોર્મનાં કોઈ ઠેકાણા પણ ન હોય. જો થોડા ઘણાં જુના શિક્ષકો ન હોત તો હું એ સ્કુલમાં કોઈ દિવસ ન જાત.

*જામનગરની પ્રજા પાસે પૈસો તો પહેલા પણ ખુબ જ હતો, પણ અત્યારે દેખાડો પણ એટલો જ વધી ગયો છે. અહિયાંના લોકો ખુબ જ સંતોષી છે અને મોટા ભાગના ધંધાર્થીઓમાં હરીફાઈની ઈચ્છા કે ભાવના ખુબ જ ઓછી છે. સવારે દસ વાગ્યે બજારો ખુલે અને સાડા બારે બંધ, તો પછી 4 વાગ્યે દુકાનો ખુલે અને અને સાડા સાત આંઠ વાગ્યે બંધ. વહેલી સવારે કે બપોરના સમયે જ્યારે આપણને કામ હોય ત્યારે એક ઝેરોક્ષની દુકાન પણ ખુલ્લી ન મળે એટલે આપણે પણ આપોઆપ તેમના જ સમય-પત્રકમાં ઘડાય જવું પડે !!! છેલ્લા કેટલક સમયથી તો આ શહેરમાં છુટ્ટા પૈસાની તો એટલી તંગી થય ગઈ છે કે તમને પાંચ એક રુપ્યની નોટના તો બે કટકા જ આપે અને એ આખા ગામમાં ચાલે !!! અને જો એક બે રુપયા નાં છુટ્ટા જોઈતા હોય તો સ્ટેમ્પ આપે અથવાતો પીપ્પર પકડાવી દે !!!

*જો તમે આખી પોસ્ટ વાંચી હશે તો ઘણી એવી વાતો થી સંમત નહિ થાવ પણ છેલ્લા અઢાર વર્ષમાં આટલા ફેરફારો તો જરૂર થયા જ છે. આના વિષે કોઈને પણ જયારે ચર્ચા કરવી હોય ત્યારે હું તૈયાર છું.

*હું આજે પણ એ જ જુનું શાંત ડોમિનોઝ વગરનું અને રળિયામણું જામનગર જોવા ઈચ્છી રહ્યો છું. ઘણા લોકો મારી આ વાતો સાંભળીને મને ઓલ્ડ ફેશનડ કે જૂની વિચાર્ધારણાઓ વાળો પણ કહી શકે, but who cares 😀 જામનગરની બીજી વાતો આવતી પોસ્ટમાં 😉

*અંતે પરિવર્તન એ તો સંસાર નો નિયમ છે 😉

Advertisements

Written by Rangilo Gujarati

February 11, 2013 at 2:28 pm

11 Responses

Subscribe to comments with RSS.

 1. સમય સાથે દરેક શહેર બદલાય છે. મારા શહેર પાલનપુરની વાત કરીએ તો શહેર એમનું એમ જ છે. એવો જ ટ્રાફિક, એવી જ મેન્ટાલિટી, એવી જ ભીડ, એવી જ લેથાર્જી. હા, સ્કૂલ હજી એમની એમ સરસ જ છે. ઉલ્ટી, વધુ સારી થઇ છે (ગયા વર્ષે અમે ૬૦ વર્ષ પૂરાં થયા ત્યારે સહપરિવાર ગયેલા).

  પહેલાં દર ૧૦૦ મીટરે ઓળખીતું મળી જતું. હવે દર ૧૦૦૦ મીટરે પણ કોઇ ઓળખીતું મળતું નથી! હવે તો પાલનપુર જવાનું નહિવત્ થશે એટલે ખબર નહી હવે જઇશ ત્યારે શું જોવા મળશે!!

  કાર્તિક

  February 11, 2013 at 2:40 pm

  • મારો તો કદાચ આખો પરિવાર પણ દુનિયાના કોઈ પણ છેડે રહેવા જાય, હું તો જામનગર અચૂક આવીશ !!!

   Rangilo Gujarati

   February 11, 2013 at 4:34 pm

   • ઓહ? એક વખત તમે જોબ પર લાગશો પછી ખબર પડશે 🙂

    કાર્તિક

    February 11, 2013 at 4:35 pm

   • અને, બાય ધ વે. પાલનપુરમાં હજી સુધી કોઇ છોકરીની પાછળ બાઇક લઇને ચાર-પાંચ છોકરાઓ નીકળે એવા દ્રશ્યો મને જોવા મળ્યા નથી. એટલિસ્ટ, મારા જમાનામાં તો નહી જ 😉 મોટા શહેરની સાથે મોટી સમસ્યાઓ જોડાયેલી જ હોય છે!

    કાર્તિક

    February 11, 2013 at 6:58 pm

 2. તમને જોઈ ને લાગ્યું નહિ કે તમે આયર છો ……. 😛 😛 😛

 3. મારા ખ્યાલે , શહેર જેમ નાનું તેમ વધુ સારું 🙂 . . . મોટા મોટા શહેરો એટલે જાણે મોટું ટોળું . . અને ટોળામાં શિસ્ત પણ ન હોય અને અક્કલ પણ નહિ 😉 . . .

  અને અત્યારના જમાનાનો મહારોગ . . . ” ટ્રાફિક ” . . . કે જેની તો હજી સુધી રસી પણ નથી શોધાણી 😀 . . . અને રહી ટ્રાફિક સેન્સની વાત , તો એ તો . . . ” કલ્કી ” અવતાર થશે ત્યારે જ છુટકારો થશે :lol : . . . .

  અને અમારા રાજકોટના કેટલાક કૌતુક પૈકીનું એક : અમારા ત્યાના એક દાબેલીવાળા ” ડ્રીમલાઈનર ” ચલાવે છે ❗ , અને હાં , હજી હમણાં જ અમારે રાજકોટમાં અઢી લાખનાં સિક્કા ઝડપાયા . . . કે જેમનું કાળાબજાર થતું હતું { એક આઈડીયા જો બદલ દે , દુનિયા 😉 }

  અને બાકીની બધીયે વાતોમાં ” Same to you ” કહેવાનું મન થાય છે ; પણ બસ હવે અટકું 🙂

  • રાજકોટ તો ઘણું મોટું શહેર છે, મને રાજકોટનાં ઘણાં લોકોની “અમારે રાજકોટ જેવું ક્યાંય નહિ, હો” મેન્ટાલિટી નથી ગમતી, બાકી એ પણ રંગીલું રાજકોટ છે !!! 🙂

   Rangilo Gujarati

   February 11, 2013 at 4:14 pm

 4. એકાદ વર્ષ જામનગરમાં રહેવાનું થયું હતું (૧૯૮૯-૯૦) ત્યારે થોડી ખાસ વાતો જાણવા મળી હતી. ઉતરાણમાં બધા લોકો પતંગ ચગાવતા નથી. શેરીઓને નંબર આપેલા હતા. શેરી ૧, શેરી ૨…. નજીકના દરીયાકિનારે ગયો હતો પણ નાહવાની ઇચ્છા થાય તેવું ન લાગ્યું. “હાઇલા આવો”, “વયા ગયા” જેવા શબ્દો સમજમાં આવ્યા. “તીન બત્તીમાં” કોઇ મોટી લાઇટો નહોતી. ઇરવીન હોસ્પીટલનું નામ પણ બદલાઇ ગયું.

  અમિત પટેલ

  February 11, 2013 at 4:03 pm

  • અમિતભાઈ એકદમ સાચી વાત, જામનગરમાં રહ્યાને કારણે મને પણ કોઈ વખત ઉતરાયણ ન થયો અને મને તો કદાચ કાના પાડતા પણ નથી આવડતા 😛 પટેલ કોલોની વિસ્તારમાં શેરી અને રસ્તાઓને નંબર આપવામાં આવ્યા છે. હજુ પણ નજીકનાં કોઈ દરિયાકિનારા ન્હાવા લાયક નથી (બાલાચડી ઠીક ઠાક છે). “તીન બત્તીમાં” હજી કોઈ લાઈટો નથી 😀 “ઈરવીન”નું નામ હવે ગુરુ ગોબિંદ સિંહ હોસ્પિટલ થઇ ગયું છે. “હાઇલા આવો”, “વયા ગયા” જેવા શબ્દોનું ચલણ હજુય ચાલુ છે, પણ 89-90 પછી જામનગર ઘણું બદલાય ગયું છે !!!

   Rangilo Gujarati

   February 11, 2013 at 4:21 pm

 5. ભાઇ, સેન્ટ ઝેવિયર્સમા હવે ડોનેશન વીના એડમીશન પણ નથી મળતુ!

  Ronak Bhagdev

  February 11, 2013 at 5:52 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

મારો બગીચો

મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું..

વાંચનયાત્રા

મારું વાંચન

Mount Meghdoot

Raining in the knowledge street

nirav says

A Journey through Books & Movies . . !

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

રખડતાં ભટકતાં

નવાં સ્થળો અને અનુભવની વાતો

planetJV

colorful cosmos of chaos

મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

%d bloggers like this: