વર્ડકેમ્પ દિવસ 2

*વર્ડકેમ્પ દિવસ એક ઘણા કારણોસર ખુબજ અનોખો હતો 😉

*રાતના અમિત સિંઘ, હર્નીત ભલ્લા, જયદીપ પરીખ, પ્રતિક નીકમ, રોહિત લંગડે અને હું અમે આટલા લોકો હોટલ અદિતિના રૂમ 504માં ખુબજ ધમાલ મચાવી, બહુ હસ્યા ખુબ બધા વિષયો પર ચર્ચા કરતા કરતા સાડા ચાર ક્યાં વાગી ગયા ખબર જ ન પડી. બીજા દિવસે મારી રજૂઆત હોવા ને કારણે હું તો સાડા ચારે ઊંઘી ગયો અને આંઠ વાગે ઉઠી તૈયાર થય પરિષદ સ્થળે પહોંચી ગયો હતો.

*બીજા દિવસે પણ લોકો થોડા મોડાં જ આવ્યા, સવારમાં ચા અને દાળવડા ખાવાની મજા આવી. એકવીસ વર્ષીય વેબ ડીઝાયનર ડ્રોપ આઉટ ફેમ કિંગ સિદ્ધાર્થ સાથે મુલાકાત થય. થોડી વાર તો મને લાગ્યું કે આજે રવિવાર હોવા ને કારણે કોઈ નહિ આવે, પણ થોડી જ વારમાં લગભગ બધા આવી ગયા.

*મારી રજૂઆત વિકિપીડિયા અને બ્લોગર્સ વિષે હતી, મારી સ્લાય્ડો ખુબ જ બકવાસ હતી, સમય ન હોવાથી સ્લાય્ડ સરખી રીતે ન બનાવી શક્યો, મારી રજુઆતની વચ્ચે જ બધાને પ્રશ્નો પૂછવાની છુટ આપેલ. થોડા ઘણા લોકોએ સારા એવા સવાલ પૂછ્યા, કોઈકે એરન સવારટ્ઝ વિષે પૂછ્યું તો કોઈકે લાયસન્સો વિષે પૂછ્યું. રજૂઆત પૂર્ણ થયા બાદ એક વસ્તુ તો નક્કી કરી જ લીધી છે કે હવે પછીના બધાજ પ્રેઝેનટેશનો વ્યવસ્થિત રીતે સમય આપીને અગ્ન્રેજીમાં જેને “lucid” કહી શકાય તેવા બનાવા છે. પણ રજૂઆત અને ચર્ચા કરવાની ખુબ મજા આવી.

*બીજો દિવસ પણ પ્રમાણમાં ઘણો સારો રહ્યો, ઘણાં નવા લોકો સાથે પરિચય થયો અને નવું જાણવા શીખવા મળ્યું. લેપટોપ પર લગાવવા નવું સ્ટીકર પણ મળ્યું 😀 !!

*સાંજે હોટલ પર જય સામાન લઇ અંગત મિત્ર કૌશલ વ્યાસને ઘરે જમવાનું હતું અને તેના ઘર પાસે થી જ બસ પણ પકડવાની હતી !!

*બસની મેં ઈ ટીકીટ કરાવેલ, તો બસ નો લે આઉટ જોઈ બે નંબર ની બારી વાડી સીટ કે જે ડ્રાયવર ની પાછળ આવે અને પગ લાંબા કરવાની પણ સારી એવી જગ્યા મળે તે બૂક કરાવેલ, તો બસમાં ચડ્યા બાદ એક નંબર પર એક ભાઈ બેઠા હતા તે મને જોઈ બે નંબર પર જતા રહ્યા, તો મેં તેમને કહ્યું કે બે નંબરની સીટ મારી છે, તો મને કહે કે બે નંબર બહાર ની બાજુ છે :। મેં કહ્યું બને જ નહિ પણ તે માનવા માટે તૈયાર જ ન થાય, થોડી બોલા ચાલી થય ગઈ. ગુસ્સો તો ત્યારે આવ્યો જયારે તેણે મને કહ્યું કે તારે અંદરની સીટ પર બેસવું હોય તો બેસી શકે, મેં પૂછ્યું “બેસવું હોય તો” નો મતલબ શું? સીટ ની બાજુમાં ચોખે ચોખું 2 નંબરની બાજુ W લખેલ તે પણ ડોબાને વંચાવ્યું પછી મને બેસવા દીધો. મારે કોઈ અંદરની સીટ ખાઈ નહોતી જવી, તેમને કદાચ વિનંતી કરી હોત તો આપણે બહારની બાજુ માં બેસીએ કે અંદર કોઈ ફરક ન પડે પણ આવી માથાકૂટ કરી મને ખોટો પુરવાર કરે તે ન મજા આવે !!!

વર્ડકેમ્પ દિવસ 2

Leave a comment