મુંબઈ એહવાલ

*મુંબઈ સાથે મારો લગભગ 20 વર્ષ જુનો સંબંધ છે, મને તે શહેર સાથે ખુબજ લગાવ છે. મારે થોડા દિવસ પહેલા યંગ ઈન્ડયા ફેલ્લોશીપના ઈન્ટરવ્યું માટે જવાનું થયું.

*ઈન્ટરવ્યું ગોવંડી ખાતે બપોરે 2 વાગ્યે હતું, ભાયંદર થી ગોવંડી જવા હું લગભગ 12 વાગે નીકળી વાયા દાદર કુર્લા થય ગોવંડી 1:30 વાગે પહોંચ્યો, ગુગલ મેપ્સ બહુ ઉપયોગી આવ્યા, લગભગ બધીજ લોકલ ટ્રેનોની માહિત સચોટ મળતી હતી, પણ ટ્રેન ક્યાં પ્લેટફોર્મ પર આવે તે બીજા લોકો ને પૂછવું પડતું.

*નવાયની વાતતો એ લાગી કે બપોરે 12 વાગે પણ વેસ્ટર્ન લાયન પર ભાયંદર થી દાદર જવા અત્યંત ભીડ !!! ખબર નહિ મુંબઈમાં આટલા લોકો ક્યાંથી આવે છે અને ક્યાં સમય જાય છે? ભીડ એટલીકે ચાલુ ટ્રેનના ડબ્બામાં જો તમે 1 પણ હાથ ઉપર પકડ્યા વગર રહ્યા તો નજીકના સ્ટેશન પર બેકાબુ અને ઉતાવળા લોકોનું ટોળું તમને લગભગ ખેચીજ જશે, આપણને ત્યાંના લોકોની જેમ બેગ આગળ છાતી પર લટકાળી બીજાને કચડી એક કુદકો મારી ટ્રેનમાં ચડતા ઉતરતા નાં ફાવે, એટલે લોકો આપણને જોઇને તરતજ સમજી જાય કે કોઈક નવો બકરો આવ્યો છે.

*હું ઈન્ટરવ્યુંના સ્થાને પહોંચ્યો તો ત્યાં મારા કરતા વહેલા થોડા ઘણા લોકો આવી ગયા હતા, થોડી વાર બાદ લગભગ બધાજ આવી ગયા અને કુલ સંખ્યા 15 હતી. બધા ઉમરમાં મારાથી મોટા અને લગભગ બધાજ મારાથી સ્માર્ટ દેખાતા હતા 😀 થોડા હાય હેલ્લો થયા બાદ તો આપણા પરસેવા છુટી ગયા, કારણ કે કોઈ આઈ આઈ ટી ખડગપુરથી, તો કોઈ સેન્ટ ઝેવિયર્સ કોલેજ મુંબઈ થી, કોઈ બીટ્સ પીલાનીથી તો કોઈ એચ આર મુંબઈથી, કોઈક ગુગલમાં પ્લેસ થય ગયું હતું તો કોઈ ઈ એન વાયમાં!! સૌથી પહેલા તો અમને એક એસ્સે કે નિબંધ લખવામાં આપ્યો, બધાની એપ્લીકાશન પર આધારિત નિબંધ લગભગ 250 શબ્દોમાં લખવાનો હતો, મારો વિષય પ્લેજ્યરીઝ્મ ઇન ઇન્ડ્ય્ન એજ્યુકેશન પર હતો, અને સમય 30 મિનીટ। નિબંધ લખવાની મજા આવી ગયી, જે વસ્તુ પર કામ કર્યું હોય અને એ પણ ખુબજ ચોક્સાય પૂર્વક અને ખુબ ઊંડે થી, તો લખવાની કોને ન મજા આવે?

*નિબંધ લખ્યા બાદ લગભગ 2 કલાક પછી ઈન્ટરવ્યું માટે મારો વારો આવ્યો, મારું ઈન્ટરવ્યું કોઈ મિસ અનુ પ્રસાદ લેવાના હતા, તેમને તો સૌ પ્રથમ મને વિકિપીડિયા વિષે પૂછ્યું, તો એમાં તો કઈ વાંધો આવેજ નહિ 😉 પછી ધીરે ધીરે વિષયો ક્યાં ડાયવર્ટ થતા ગયા ખબર જ નાં પડી, અને તેમના અમુક સવાલો થી અને મારા અમુક એવા જવાબોથી હું તારવી શકું કે તે વુમન એકટીવીસ્ટ છે !!! 😮 (સવાલ જવાબ ન પૂછવા વિનંતી). ઈન્ટરવ્યું લગભગ સારોજ ગયો, હવે ફેબ્રુઆરીમાં તેના પરિણામની રાહ જોવામાં આવશે !!!

*ઈન્ટરવ્યુંના બીજા દિવસે એક નાનકડી એવી ખાનગી વીકી મીટઅપ ગોઠવી જેમાં મારી મુલાકાત પ્રણવ કુરુમ્સે અને સુયોગ સાથે થય, કાર્થીક નાડાર પણ જોડાયેલ। અમે લોકો અંધેરી સ્થિત ઇન્ફીનિટી મોલના ફૂડ કોર્ટમાં લગભગ 2-2:30 કલાક બેઠા। ખુબ બધી વાતો કરી, ઘણી અચરજ પામે તેવી વસ્તુઓ જાણવા મળી 😉 બહુ મજા આવી…

*તેના પછીના દિવસે મારા ડાબા ગાલ પર કંઇક કરડી ગયા હોવા થી આખો ગાલ ફૂટબોલ માફક સોજી ગયો અને આંખ પણ ન ખુલી શકે !!! ફરી એક દિવસ મુંબઈ જ રોકી જવાનો નિર્ણય કર્યો અને દવા-દારૂ લીધા !!!

*આજે ફરીથી એક નાનકડી એવી વીકી મીટઅપ રાખેલ જેમાં દિલ્લીથી સુભાશીશ જોડાયેલ, આ વખતે અમે મોક્ષ જુનેજા ની ઓફીસ અવિગ્ન્યતામાં મળ્યા, 3-4 કલાક ખુબ વાતો કરી, મોક્ષે મને ફોરસ્ક્વેર નાં સ્ટીકર અને ટેટુ પણ આપ્યા !!! \m/

 

 

 

 

મુંબઈ એહવાલ

3 thoughts on “મુંબઈ એહવાલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s