૨૦૧૨

*31 ડીસેમ્બર નજીક આવે એટલે બધાનો એક જ સવાલ “શું પ્લાન છે?”, બધાને નાં પાડી પાડીને કંટાળી જવાય કે મારો કોઈ પ્લાન નથી એટલે મારે તે લોકોને યાદ કરાવવું પડે કે ન તો હું ન તો તમે “ક્રિશ્ચન” છો અને નાતાલ એ તો ખ્રિસ્તીઓ નો તેહવાર છે, પણ છતાય લોક લાગણીને માન આપી અને વૈશ્વિક વિચારધારા રાખી હું પણ તેમને “હેપ્પી ન્યુ યર” વિશ કરૂ છું.

*જામનગરમાં તો ગલી એ ગલી પેલા સુખલકડી જેવા સેન્ટા ક્લોસ આંટા મારતા હોય છે, તેમને કહેવું પડે કે “હેપ્પી ક્રિસમસ” નહિ “મેર્રી ક્રિસમસ” કહેવાય. નાનપણ થીજ મિશનરી સ્કુલમાં અભ્યાસ કર્યો છે એટલે અમારે ત્યાં “નાતાલ”ને બહુ મહત્વ અપાતું, સારા એવા કાર્યકર્મો થતા અને ઘણી રજ્જાઓ પણ મળતી. પણ હજુ સુધી ભારતમાં હું કોઈ શુદ્ધ ખ્રિસ્તીઓને નથી મળ્યો કે જોયા, મોટા ભાગના પરિવર્તિત કે કન્વરટેડ જ હોય છે, અને સેન્ટ ઝેવીઅર્સ કે સેન્ટ એંસ કે સેન્ટ ફ્રાન્સીસ નામક સંસ્થાઓમાં તો લગભગ બધાજ કેરળથી આવેલ હોય છે. પણ સ્કુલમાં ક્યારેય પણ અમને ધર્મ પરિવર્તન વિષે કોઈ દિવસ નાં તો દબાણ કરવામાં ન તો પૂછવામાં પણ આવ્યું, પણ મેં સાંભળ્યું છે કે આસામમાં વર્ષો પેહલા મિશનરી સંસ્થાઓ દ્વારા ખુબજ બળજબરી થી ધર્મ પરિવર્તનો કરાવેલ છે.

*વર્ષ 2012 પ્રમાણમાં સારું ગયું એમ કહી શકાય, એમાય અંકલ સેમ (US) ની ટ્રીપ તો કદાચ આખી જીંદગી હું નહિ ભૂલી શકું, ન્યુ યોર્ક સીટી, વોશિંગટન ડી સી, એટલેનટીક સીટી, ફિલાડેલ્ફીયા, જર્સી સીટી જેવા મોટા મોટા શહેરોમાં ઘણું એવું ભટક્યો. લગભગ યુરોપ ના બધાજ દેશોમાંથી એક એક વ્યક્તિને મળ્યો. એક ઈચ્છા છે કે આ ખ્રિસ્તીઓનો તહેવાર એટલે કે 31st એક વખત મારે ન્યુ યોર્ક સીટી ખાતે ટાઈમ્સ સ્ક્વેરમાં મનાવવી છે.

*2012 પૂરું થવાનું હતું તેની લગભગ અડધીજ કલાક પેહલા એક સારા એવા સમાચારનો ઈ-મેલ આવ્યો. મેં યંગ ઇન્ડિયા ફેલ્લોશીપ માટે અરજી કરેલ, તો એમાં સૌ પ્રથમ મારું એપ્લીકેશન રાઉન્ડ ક્લીયર થયું ત્યાર બાદ ટેલીફોનીક ઈન્ટરવ્યું થયો, અને મેલમાં જણાવ્યા અનુસાર તે પણ ક્લીયર થયું. અને હવે મને પર્સનલ ઈન્ટરવ્યું માટે મુંબઈ બોલવામાં આવ્યો છે, જોઈએ કેવુક ઉકાળું છું ઇન્ટરવ્યુંમાં. પ્રોગ્રામ સારો છે, આશાઓ પણ ખુબ છે, પણ વિચાર આવે કે આપણે ટીયર 2 ટીયર 3 કોલેજના છીએ, તો શું આપણને લેશે કે નહિ?

*જોઈએ હવે 2013 આપણાં માટે કેવુક રહે છે.

૨૦૧૨

One thought on “૨૦૧૨

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s