રેપ

*મેં તો સૌ પ્રથમ રેપ વિષે મહાભારત માં સાંભળેલું/વાંચેલું કે દેખેલું, જેમાં યુધીષ્ઠીરે દ્રૌપદી ને પોતાના બાપની જાગીર સમજીને કૌરવો સામે ચોપાટ માં મુક્યા અને હાર્યા. જ્યારે તેમનું ચીર હરણ થયું ત્યારે તો કૃષ્ણ સમયસર પહોંચી ગયા? પણ આ જમાનામાં કૃષ્ણ ક્યાંથી આવાના? જો આપણાં ધર્મ ગ્રંથોમાં જ આવી કોઈ ઘટના લખવામાં આવી છે અને પાંડવો જેવા પાંડવોએ પણ મુક થય ને ભરસભામાં પોતાની જ પત્ની નું ચીરહરણ જોવું પડે (કશું  કર્યા વગર), તો આપણે આજના 21 મી સદીના છીછરી મનોવૃત્તિ વાળા અને અભણ માણસો પાસે શું અપેક્ષા રાખી શક્યે?

*ચાલો આ તો થય મહાભારતની વાત, પણ શું હિન્દુસ્તાનમાં આજ તારીખ સુધી કોઈ દિવસ રેપ થયા જ નથી કે શું? શું દરેક રેપ વિકટીમને સરકારે 15 લાખ રુપયા રોકડ અને નજીકના સંબંધી ને સરકારી નોકરી આપી છે? સરકાર ગમે તેટલી સહાનુભુતિ કે કોમ્પેન્સેશન આપે, શું પેલી બહેનના ઘરનાઓને કઈ ફેર પડે?

*દેશની આવી હાલત જોઇને જયારે મુર્ખ ધર્મ મહંતો અને મંત્રીઓ પોતાનું મોઢું ખોલે તો ત્યારે તો કદાચ આપણને પણ એમ થાય કે નાં સાંભળ્યું હોત તો મજા આવત। અમુક લોકો પ્રમાણે યુવતીઓના મોડર્ન વસ્ત્રો પુરુષો દ્વારા કરાયેલ રેપનું કારણ હોય છે, અને તેમના અનુસાર યુવતીઓએ ટ્રેડીશનલ કપડા જેમકે સાળી પહેરવી જોઈએ, એક્દમ સાચી વાત આપની, પણ શરત માત્ર એટલી કે તમે લોકો પણ કેડ્યા-ચોરણી પહેરવા લાગો. મિત્રો યાદ રાખો કે દ્રૌપદીનું ચીરહરણ થયું ત્યારે તે 2 પીસમાં નહિ પણ “સાળી” માં જ હતા. જેને રેપ કરવું છે તે કોઈ પણ હાલતમાં કે કોઈ પણ પરિસ્થિતિમાં કે કોઈ પણ રાજ્યમાં કરશે.

*ટૂંકા કપડામાં સ્ત્રી ને જોઇને તો કોઈ પણ પુરુષ ઉત્તેજિત થય જાય, પણ સાચો મર્દ તો એજ કેહવાય કે જે તે ઉત્તેજનાને પચાવી પાડે અને કોઈ અબલા નારી પર હાવી બની પુરુશાતત્વ પર પ્રશ્નચિહ્ન ન મુકવા દે. ન્યુ દિલ્હીના ક્રાઈમ અગેઈન્સ્ટ વુમન્સ સેલના તત્કાલીન જોઈન્ટ પોલિસ કમિશ્નર વિમલા મહેરાએ કહેલું કે ૧૯૫૦થી ૧૯૯૦ સુધીના દેશભરની હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં ચાલેલા બળાત્કારના કેસનો અભ્યાસ કરો તો તમામ બળાત્કાર ટ્રેડીશનલ ડ્રેસ પહેરેલી સ્ત્રીઓ પર થયા છે. જ્યાં સુધી અભણ વર્ગમાં ભણતર નહિ આવે ત્યાં સુધી આ રેપ નામના દાનવ નો નાથ નહિ થાય, પછી તે અમેરિકા હોય કે ભારત !

*આટલા રેપો થયા બાદ સરકારને હવે સુજ્યું કે આપણે રેપીસ્ટ નો ડેટાબેઝ બનાવીએ, ભલા માણસો સામાન્ય પ્રજાને આધાર કાર્ડ આપતા પેહલા તમારે ક્રિમિનલ્સનું ઈન્ડેક્સીંગ કરી તેમનું ડેટાબેઝ તૈયાર કરવાનું હતું !!!

*અને હવે વાત કરીએ મારા મિત્ર નુપુરબેન દ્વારા દિલ્લી ની યુવતીઓ માટે Geographies of Violence નામક એક નકશાની, યુવતીઓ અહિયાં પોતાની સાથે કોઈ દુર્ઘટના થયેલ હોય તો તે નોંધાવી શકે છે. આશા કરું છે કે આ સાઈટ/ટેકનોલોજી થી દિલ વાડી દિલ્લીની દિલ વાડી યુવતીઓને મદદ થાય નુપુરબહેન આભાર આપનો !!! ટેકનોલોજીનો સાચો ઉપયોગ દેશની દિશા અને દશા બદલી શકે છે (નાં હું કોંગ્રેસ નો કાર્યકર્તા નથી :-P).

રેપ

3 thoughts on “રેપ

  1. કેટલાંક નોંધવા જેવા મુદ્દાઓ:
    ૧. રેપ ભારતમાં થાય છે અને અમેરિકામાં પણ થાય છે.
    ૨. ભણેલા-ન ભણેલા કરતાં સ્ત્રીઓને પ્રોપર્ટી તરીકે જોવાની માનસિકતા આ પાછળ જવાબદાર છે.
    ૩. માનસિક રેપ સ્ત્રીઓ પર દરરોજ થાય છે.
    ૪. શારિરિક ત્રાસ એ રેપનો એક ભાગ છે. માનસિક રીતે સ્ત્રી તેનાંથી ભાંગી પડે છે.

    વાર લાગશે. ભારત તો ઠીક, આખું વિશ્વ બદલવાની જરુર છે!

  2. માણસ ની માનસિકતા એના લોહી ના લક્ષણ માં થી આવે છે, જે એના સંસ્કાર માં હોય છે, આજ ના જમાના માં ઈ દીવો લઈ ને ગોતવા જાવા પડે છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s