રંગીલો ગુજરાતી, રંગીલી દુનિયા !!

રંગીલું જગત !!!

Archive for the ‘Wikipedia’ Category

વિકીમેનીયા 2013 હોંગ કોંગ

with 4 comments

*કહેવાની જરૂર તો નથી, ઘણા બધા લોકો કદાચ જાણી તો ગયા જ હશે, તો પણ અજાણ્યા લોકો માટે –> આ વર્ષે મને વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા વિકીમેનીયા ખાતે હાજર રહેવા માટે મને સ્કોલરશીપ મળી છે :-D

*અને વિકીમેનીયા 2013 આ વર્ષે હોંગ કોંગ ખાતે છે ;-)

*વિકીમેનીયા એ એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ છે જેમાં વિકિપીડિયાનાં કર્મચારિયો અને સ્વયંસેવકો ભેગા થાય અને અલગ અલગ વિષયે વાતો થાય અને કાર્યક્રમો વિષે ચર્ચા થાય.

*અને દર વર્ષ ની જેમ ફાઉન્ડેશને આ વર્ષે પણ સ્વયંસેવકો માટે સ્કોલરશીપ રાખેલ જેમાં છેલ્લા રાઉન્ડમાં આશ્રેય 700 અર્જીયો પહોંચી અને એમાંથી 120 ની પસંદગી થય.

*કાર્યક્રમ 7 થી 12 ઓગસ્ટનો છે, વિઝાની કોઈ ચિંતા નથી ;-)

*વિકીમેનીયા 2012 માણવામાં થોડી ઘણી નાની ભૂલો થય હતી, એની આ વખતે કાળજી રાખવામાં આવશે અને હોંગ કોંગ પણ વ્યવસ્થિત રીતે સ્માર્ટ ફોનની મદદથી ખુંદવામાં આવશે :-D

*જો તમે કોઈ હોંગ કોંગ વિષે જાણતા હોવ તો અચૂક લખજો અને આમેય હું તો હોંગ કોંગ દિવસ 0 થી શરૂઆત તો કરીશ જ ;-)

Written by Rangilo Gujarati

April 9, 2013 at 9:38 pm

વીકી લવ્ઝ પબ્લિક આર્ટ

leave a comment »

*આજે એક સારા સમાચાર મળ્યા. વિકિમીડિયા સ્વીડન ચેપ્ટર અને યુરોપીયાના દ્વારા આ વર્ષે એક વીકી લવ્ઝ પબ્લિક આર્ટ નામક ફોટોગ્રાફી સ્પર્ધા થવાની છે. અને હું તેની આંતરરાષ્ટ્રીય જ્યુરીનાં પાંચ સભ્યોમાં નો એક સભ્ય છું. :-D

*આ વર્ષે ભારત આ સ્પર્ધામાં ભાગ નહિ લઇ શકે કારણ કે આપણી પાસે એવું કોઈ પબ્લિક આર્ટને ઓળખ આપતું સંગ્રહ કે ડેટાબેઝ નથી, જે ખરેખર દુખદ વાત છે.

*જ્યુરીમાં પાંચ લોકો હશે અને અમારું મોટા ભાગે કામ છેલ્લા રાઉન્ડમાં પહોંચેલા ફોટાઓમાં થી સર્વશ્રેષ્ઠ ફોટો નક્કી કરવાનું હશે. જ્યુરીનાં પાંચમાં ના ત્રણ સભ્યો નક્કી થય ગયા છે, બાકીનાં બે પણ જલ્દી થય જશે. નવા લોકો સાથે કામ કરવાની મજા આવશે અને ઘણું શીખવા પણ મળશે.

*વધુ વાતો આવતી પોસ્ટમાં !!! :-)

Written by Rangilo Gujarati

March 6, 2013 at 11:48 pm

ગુજરાતી ઇનપુટ મેથડ

with 6 comments

*તમે લોકો જ્યારે આ પોસ્ટ વાંચી રહ્યા હશો ત્યારે ફાયરફોકસ પર મને નારાયમ, jquery.ime, લોકલ સર્વર નું વાતાવરણ તૈયાર કરતા લગભગ ૨-૩ કલાક નો સમય પસાર થયો છે. અને શું છે આ jquery.ime?, એની ચર્ચા હું કરીશ.

*તમે લોકો ગુજરાતી કઇ રિતે ટાઇપ કરો છો એ મને જરુર થી જણાવજો. હું તો વર્ષોથી ગુગલ transliterate કે લિપ્યાંતરણ વાપરતો, ગુગલ ક્રોમ પર તો તેના માટે એક્સ્ટેન્શન પણ છે. થોડા સમય પહેલા ફાયરફોક્સ માટે પણ તે ઉપ્લબ્ધ હતુ. હું અત્યારે ફાયરફોક્સ ઓરોરા વાપરી રહ્યો છું, અને તેના માટેઅ તે એકસ્ટેનશન હજુ ઉપ્લબ્ધ નથી એટલે મારે ગુગલ પર ટાઇપ કરી કોપી પેસ્ટ કરવું પડતું.

*વિકિમીડિયા ફાઉન્ડેશન અને ઓપન સોર્સ ક્મ્યુનિટી દ્વારા એક jquery.ime નામક લાય્બ્રેરી તૈયાર કરવામાં આવેલ છે જે અત્યારે લગભગ બધા જ વિકિપીડિયા પર બાય ડિફોલ્ટ ઉપ્લબ્ધ છે. પણ આ લાય્બ્રેરી અત્યાર સુધી ખાલી વિકિપીડિયા પર જ ચાલતી હતી. અને કદાચ કોઇક વ્યક્તિ આ લાયબ્રેરી ને ફાયરફોક્સ અને ક્રોમનાં એક્સ્ટેનશનમાંઅ બદલવાનું કામ પણ કરી રહ્યું છે.

*એટલામાં યુ ટ્યુબ પર જેકોર કરીને મેક્સિકન સભ્યએ jquery.ime નું સરસ deconstruction કે walk through કર્યુ છે. અને છેલ્લે તેણે ફાયરફોક્સ માટે બુકમાર્ક્લેટ કઇ રિતે બનાવવું તે પણ બતાવ્યુ છે.

*છેલ્લા ઘણાં દિવસો થી આના પર નજર હતી, અને આજે જ્યારે સમય મળ્યો તો આપણે પણ ઓરોરા માટે અત્યારે બુકમાર્ક્લેટ તૈયાર કરી દિધું છે !!!

*મારે ખાલી એક લોકલ સર્વર ચાલૂ કરવું પડે અને કોઇ પણ ટેક્સ્ટ ઇનપુટ એરિયા પર આવું અને જેવું બુકમાર્ક પર ક્લિક કરું એટલે મને વિકિપીડિયા પર જેવું ભાષા નક્કિ કરવાનું મેનુ મળે તે દેખાય અને કોઇ પણ ભાષા સિલેક્ટ કરી હું તેમાં ટાઇપ કરી શકું. અને જ્યારે અંગ્રેજીમાં ટાઇપ કરવું હોય ત્યારે ખાલી ctrl m દબાવવાનું રહે છે.

*મેં python -m SimpleHTTPServer 8080 વડે લોકલ સર્વર ચાલુ કરેલ અને મારુ લોકલ હોસ્ટ http://0.0.0.0 પર હોવાથી મારે થોડા ઘણા લોકેશનોમાં ફેરફાર કરવા પડ્યા.

*આ સેટપ તૈયાર કરવા માટે તમને ગિટહબ પરથી આ લાય્બ્રેરી અને ફાયરબગ જોઇશે, યુ ટ્યુબનાં ઉપર બતાવેલ વીડીયો જોઇશે, અને અખત્રા કરવાની હિમ્મત અને ધગસ અને સહેજ સામન્ય જ્ઞાન જોઇશે. આ ઇન્પુટ મેથડ વિન્ડોઝ પર કઇ રિતે ચલાવવી એનો મને કોઇ પણ પ્રકારે અંદાજો નથી.

*આ વસ્તુ તમને કદાચ કોઇ પણ કોલેજનાં અભ્યાસક્રમમાં શિખવવામાં નહી આવે, એટલે જો તમારે તમારા મિત્રો સામે ખોટા ફાંકા મારવા હોય તો પણ બહુ ઉપયોગી છે :-D

*કદાચ તમે પણ જો આનો પ્રયોગ કરવા માગત હોવ અને ક્યાંય અટકાય જાવ તો વિના સંકોચે પુછી લેજો પણ પહેલાં RTFM. :-D

Written by Rangilo Gujarati

February 28, 2013 at 11:07 pm

Posted in અંગત, Wikipedia

મારો બગીચો

મારા અનુભવો અને વિચારોનું હરીયાળું સરનામું..

વાંચનયાત્રા

મારું વાંચન

Mount Meghdoot

Raining in the knowledge street

nirav says

A Journey through Books & Movies . . !

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

રખડતાં ભટકતાં

નવાં સ્થળો અને અનુભવની વાતો

planetJV

colorful cosmos of chaos

મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,360 other followers